બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / ગ્રામીણ વિસ્તારોમાં રેકોર્ડ મતદાન તો શહેરી વિસ્તારમાં ઓછું, લોકોએ જણાવ્યું કારણ

બનાસકાંઠા / ગ્રામીણ વિસ્તારોમાં રેકોર્ડ મતદાન તો શહેરી વિસ્તારમાં ઓછું, લોકોએ જણાવ્યું કારણ

Last Updated: 04:15 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં યોજાયેલ લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં બીજા ક્રમે સૌથી વધુ મતદાન બનાસકાંઠામાં થવા પામ્યું છે. જેમાં ગ્રામીણ વિસ્તારોમાં રેકોર્ડ તોડ મતદાન થવા પામ્યું છે. જીલ્લાનાં શહેરી વિસ્તારમાં ઓછું મતદાન થવા પામ્યું છે. મતદાનને લઈ શહેરીજનો સાથે ચર્ચા કરી હતી. જેમાં ડીસા અને પાલનપુરનાં શહેરીજનો સાથે ઓછા મતદાનનાં કારણ અંગે ચર્ચા કરી હતી.

આ વખતે લોકસભા ૨૦૨૪ની ચૂંટણીમાં ૨૦૧૯ની સરખામણીએ બનાસકાંઠા જીલ્લામાં ચોક્કસથી મતદાન વધારે થયું છે પરંતુ શહેરી વિસ્તારના મતદાનમાં થયેલા ઘટાડાએ લોકશાહીને ચિંતામાં મૂકી દીધી છે.. બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આ વખતે મતદારોમાં મતદાન પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.. જ્યારે શહેરી વિસ્તારમાં મતદારો મતદાનને લઈ નિરાશ જોવા મળ્યા હતા. ત્યારે મતદાનને લઈ આવેલા આ તફાવતના કારણ શું?

vlcsnap-2024-05-10-16h00m33s305

લોકસભા ૨૦૨૪ની ચૂંટણીમાં આ વખતે સમગ્ર ગુજરાતમાં જ્યાં ઓછું મતદાન નોંધાયું છે ત્યાં બનાસકાંઠા જિલ્લાએ બમ્પર મતદાન કર્યું છે.. પરંતુ બનાસકાંઠા જીલ્લામાં થયેલા મતદાન પર નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં મોટી સંખ્યામાં મતદારોએ મતદાન પ્રત્યે ઉત્સાહ દર્શાવ્યો છે.. જ્યારે જિલ્લાના શહેરી વિસ્તારની વાત કરીએ ડીસા અને પાલનપુરની તો આ વખતે શહેરી વિસ્તારમાં મતદાન ખૂબ જ ઓછું નોંધાયું છે.. બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુરમાં થયેલા ઓછા મતદાન અંગે લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો.. ત્યારે લોકોએ શહેરી વિસ્તારમાં મતદાનની ટકાવારીમાં નોંધાયેલા ઘટાડા અંગે ગરમી અને વેકેશન અને ઉમેદવાર ને જવાબદાર ઠેરવ્યા હતા.

vlcsnap-2024-05-10-15h58m30s942

સાથે સાથે આ વખતે બનાસકાંઠા જીલ્લામાં ચૂંટણી મે મહિનામાં યોજાઇ હતી. અને મે મહિનામાં અસહ્ય ગરમી પાડવા ઉપરાંત વેકેશનનો સમય હોવાના લીધે લોકો હરવા ફરવા માટે બહાર ગામ ગયા હોવાના લીધે મતદાન ઓછું થયું હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે. બીજી તરફ સામાન્ય રીતે નગરપાલિકા વિધાનસભા અને સરપંચની ચૂંટણીઓમાં શહેરી વિસ્તારના લોકોમાં એક ઉમંગ હોય છે કારણ કે તે ચૂંટણીઓમાં જે પણ ઉમેદવાર ચૂંટણી લડતા હોય છે તે લોકોને ડોર ટુ ડોર મુલાકાત કરતા હોય છે. પરંતુ લોકસભાની ચૂંટણીમાં વિસ્તાર મોટો હોવાના કારણે લોકો સુધી ઉમેદવાર પહોંચી શકતા નથી જેના કારણે પણ ડીસા શહેરી વિસ્તારનું આ વખતે મતદાન ઘટ્યું છે.

vlcsnap-2024-05-10-15h58m59s277

શહેરી વિસ્તારમાં મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો

બનાસકાંઠા જીલ્લામાં શહેરી વિસ્તારમાં મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હોવા છતાં બનાસકાંઠા જિલ્લાનું મતદાન ખૂબ જ મોટી માત્રામાં થયું છે અને તેની પાછળ ગ્રામીણ વિસ્તારનું મતદાન જવાબદાર છે.. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં તો લગભગ ૮૦ ટકા જેટલું મતદાન નોંધાયું છે.. ત્યારે ધોમધખતા તાપમાં પણ થરાદના મતદારોએ જે ઉત્સાહ દર્શાવ્યો છે તે ઉત્સાહનું કારણ જાણવા માટેનો અમે પ્રયાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા થરાદમાં જે ગામમાં વધુને વધુ મતદાન કરવામાં આવશે તેવા ત્રણ ગામોને અનુક્રમે ૨૫ લાખ, ૧૫ લાખ અને ૧૦ લાખની વિશેષ ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી.. અને આ જાહેરાતને પગલે થરાદના ગામડાઓમાં સહુથી વધુ મતદાન કરવા માટેની હરીફાઈ લાગી હતી..

vlcsnap-2024-05-10-15h59m42s327

ગ્રામીણ વિસ્તારમાં મતદાનની ટકાવારીમાં મોટી સંખ્યામાં વધારો નોંધાયો

બનાસકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારના મતદાનને બાદ કરતાં ગ્રામીણ વિસ્તારમાં મતદાનની ટકાવારીમાં મોટી સંખ્યામાં વધારો નોંધાયો છે. કારણ કે બનાસકાંઠા જિલ્લો એ સૌથી વધુ ખેડૂતો અને પશુપાલકો મતદારો છે અને બનાસકાંઠા જિલ્લામાં તાલુકા વાઇસ પશુપાલકોને ડેરી બનાવી આપવામાં આવી છે જેના કારણે દર વખતે શહેરી વિસ્તાર કરતાં ગ્રામીણ વિસ્તારોમાં મતદાન પધાર થાય છે ત્યારે આ વખતે પણ વિવિધ વિકાસના મુદ્દાઓને લઈને અસહ્ય ગરમી હોવા છતાં પણ ગ્રામીણ વિસ્તારોમાં મતદાન નું પ્રમાણ વધ્યું હતું. ત્યારે મતદાનની ટકાવારીમાં થયેલો વધારો કોને ફાયદો કરાવશે અને કોને નુકશાન તે તો આગામી ચોથી જૂનના ખ્યાલ આવશે.

વધુ વાંચોઃ તાલુકો જાહેર થયા બાદ પણ પ્રાથમિક સુવિધાનો અભાવ, રોડથી લઈને પાણીની સમસ્યાથી લોકો પરેશાન

બનાસકાંઠા જિલ્લામાં થયેલ મતદાન

ડીસા....65.65

પાલનપુર....63.26

વાવ...69.49

થરાદ....78.67

ધાનેરા....67.66

દિયોદર....71.06

દાંતા...71.54

કુલ મતદાન....69.41

vlcsnap-2024-05-10-15h59m56s088

આમ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મતદાન થરાદમાં થયું છે જ્યારે સૌથી ઓછું મતદાન પાલનપુરમાં થયું છે

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ