બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તાલુકો જાહેર થયા બાદ પણ પ્રાથમિક સુવિધાનો અભાવ, રોડથી લઈને પાણીની સમસ્યાથી લોકો પરેશાન

સુવિધાઓથી વંચિત / તાલુકો જાહેર થયા બાદ પણ પ્રાથમિક સુવિધાનો અભાવ, રોડથી લઈને પાણીની સમસ્યાથી લોકો પરેશાન

Last Updated: 03:52 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર બોર્ડરની નજીક આવેલું આ ગીર ગઢડા ગામ તાલુકો જાહેર થયાના 10 વર્ષ પૂરા થયા પછી પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. ત્યારે ઘણી વખતે ગ્રામજનોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.

અહી ગીર ગઢડા ગામની આશરે 20,000 જેટલી વસ્તી છે. છેલ્લા ત્રણ વર્ષથી અહી ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઈ નથી. જેથી ઘણી વગરના ગામના અનેક સમસ્યાઓનો સામનો લોકોને કરવો પડે છે. વહીવટદારને ગીર ગઢડા ગામ સિવાય અન્ય ગામની જવાબદારી હોવાથી ગીર ગઢડા ગ્રામ પંચાયતના લોકોના પ્રશ્નોનુ નિરાકરણ આવતું નથી. તેમજ તલાટી કમ મંત્રીને પણ અન્ય ગામોની જવાબદારી હોવાથી અહી સમયસર હાજર મળી આવતા નથી. અરજદારોને ગ્રામ પંચાયતના કામ માટે રોજ ધક્કા ખાવા પડે છે.

vlcsnap-2024-05-10-14h49m56s262

vlcsnap-2024-05-10-14h50m08s372

પ્રાથમિક સુવિધાઓનો અભાવ

વસ્તી પ્રમાણે ગામમાં પીવાના પાણીની સુવિધા નથી. ગટરના પાણી રોડ ઉપર વહી રહ્યા છે તેમજ ખુલ્લી ગટર સાફ કરવામાં આવતી નથી. સ્ટ્રીટ લાઈટો અમુક વિસ્તારમાં છે નહિ અને જે છે એ ચાલતી નથી. શેરીઓમાં મુખ્ય રોડ બહુ ખરાબ હાલતમાં છે અને અમુક વિસ્તારમાં સીસી રોડ બન્યા જ નથી. આમ ગીર ગઢડા તાલુકો બન્યા બાદ પણ ગ્રામજનોને અનેક પ્રાથમિક સુવિધાઓ મળી નથી. ગ્રામજનો આ અંગે કોઈને ફરિયાદ કરે પણ યોગ્ય નિરાકરણ આવતું નથી.

vlcsnap-2024-05-10-14h51m09s616

પાણીનાં તળ ઊંડા જતા હોવાથી પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી

ગીર ગઢડા ગામ તાલુકો બન્યો. તેમ છતાં અહી પીવાનું પાણી ચોથા દિવસે આવે છે. જેથી લોકોને પાણીના ટાંકામાંથી પાણી ભરવાની ફરજ પડે છે. વળી આ ટાંકાની આજુબાજુ પણ ગંદકી જોવા મળે છે. ગામમાં નવો સંપ તો બન્યો પણ કૂવામાં પાણીના તળ ઊંડા જતાં રહ્યા હોવાથી પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી.

vlcsnap-2024-05-10-14h50m59s404

તંત્રએ સરકારી હોસ્પિટલ તો બનાવી પરંતું ર્ડાક્ટરોની ઘટ્ટ

અહી તાલુકાનું બસ સ્ટેન્ડ તો બન્યું પણ સુરત જેવા શહેરમાં જવા માટે અહીથી બસ મળતી નથી. જ્યારે રોજ ખાનગી બસ 4 થી 5 જાય છે. અહી તંત્ર એ સરકારી હોસ્પિટલ મોટી બનાવી છે. પણ ડોકટરોમાં માત્ર 3 MBBS ડોકટર છે. જેમાંથી 1 ડોકટર ક્યારેક જ આવે છે. હોસ્પિટલ માં ગાયનેક, એમડી અને અન્ય ડોક્ટરોની કાયમી ઘટ છે. પ્રસુતિને લાગતાં કામ માટે મહિલાઓએ 18 કિમી બાજુમાં આવેલ ઉના તાલુકા સુધી લંબાવું પડે છે. જ્યારે અહી ફાયર સેફ્ટી ને લઈને પણ કોઈ વ્યવસ્થા નથી. જેથી ગીર ગઢડા તાલુકામાં કે આજુબાજુમાં કોઈ આગ લાગવાની ઘટના બને તો ઉના તાલુકાથી ફાયર ફાઇટર મંગાવવા પડે છે. આમ આ ગીર ગઢડા તાલુકો તો છે પણ ગીર જંગલની બોર્ડર થી 4 કિમી દૂર હોવાના લીધે આ ગામનો ઔધોગિક વિકાસથી શકતો નથી. ગીર ગઢડા ગ્રામ પંચાયત ગંદકીથી ભરેલું છે. અહી ગ્રામ પંચાયતમાં જ શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા નથી. જેથી અહી પંચાયતના પટાંગણની દીવાલો ઉપર શૌચ કરીને ગંદકી ફેલાવે છે.

વધુ વાંચોઃ દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, તો બલવીર સિંહ બન્યા વાઈસ ચેરમેન

તાલુકાનો દરજ્જો મળ્યો પણ તાલુકા કક્ષાની સગવડતા ક્યારે મળશે?

આ 10 -10 જેટલા વર્ષો વીતી ગયા બાદ પણ આ ગીર ગઢડા ગામના લોકોને પાણી,ગટર અને રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટો જેવી પ્રાથમિક સુવિધાઓ ક્યારે મળશે? ઉના સિવાય અન્ય તાલાલા,કોડીનાર તાલુકાને જોડતા રોડ અતિ બિસ્માર હાલતમાં છે. આમ ગીર ગઢડાને તાલુકાનો દરજ્જો મળ્યો પણ તાલુકા કક્ષાની સગવડતા ક્યારે મળશે..?

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ