બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં એકાએક થંભી ગયા BRTS અને સિટીબસના પૈડાં, મુસાફરો મુશ્કેલીમાં, કહ્યું 'પછી રિક્ષાવાળા ભાડા...'

વિરોધ / રાજકોટમાં એકાએક થંભી ગયા BRTS અને સિટીબસના પૈડાં, મુસાફરો મુશ્કેલીમાં, કહ્યું 'પછી રિક્ષાવાળા ભાડા...'

Last Updated: 01:26 PM, 13 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં બીઆરટીએસ અને સિટી બસનાં ચાલકો આજે હડતાળ કરી હતી. બીઆરટીએસ પર મુસાફર કરનાર લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

રાજકોટમાં BRTS તેમજ સીટીબસનાં ચાલકો આજે હડતાળ પર ઉતર્યા હતા તો બીજી તરફ BRTS રૂટ પરની પણ તમામ બસો બંધ રહેવા પામી હતી. BRTS તેમજ સીટી બસ ચાલકો દ્વારા તેઓની પડતર માંગોને લઈ હડતાળ કરી છે. હડતાળથી BRTS માં મુસાફરી કરતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

RAJKOT CITY BUS

BRTS પર મુસાફરી કરનાર લોકોને પડી રહી છે મુશ્કેલી

રાજકોટમાં બીઆરટીએસ અને સીટી બચનાં કર્મચારીઓ હડતાળ પર ઉતરતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. હડતાળથી BRTS રૂટની પણ તમામ બસો બંધ રહેવા પામી હતી. જેથી BRTS માં મુસાફરી કરનાર લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

vlcsnap-2024-05-13-11h24m16s029

કંપની દ્વારા રેગ્યુલર પગાર ચૂકવવામાં આવતો નથી

આ બાબતે બીઆરટીએસનાં કર્મચારી હિતેશ કે. કારીયાએ જણાવ્યું હતું કે, અમારી પાસે રેગ્યુલર રાબેતા મુજબની ગાડી રોજની ગાડીઓ 65 થી 70 છે. જે બીઆરટીએસ તેમજ સીટી બસ મળીને 70 જેટલી ગાડીઓનાં પૈડા થંભી જવા પામ્યા છે. માંગણી બાબતે તેઓએ જણાવ્યું હતું કે, કંપની સામે અમારો કોઈ રોષ નથી. અમારી કોઈ બીજી માંગણી નથી. કંપની પણ અમારી નોકરીને લઈ સંતોષ છે. અમને પગાર 7 થી 10 દરમ્યાન મળી જાય તે અમારી માંગણી છે. કંપનીનાં આયોજન પ્રમાણે ક્યારે 15 અથવા તો ક્યારેક 17 તારીખે પગાર ચૂકવવામાં આવે છે. તો ક્યારેક 11 થી 12 તારીખ સુધી મળી જાય છે. છેલ્લા પાંચ છ મહિનાથી આવી તકલીફ પડે છે.

રાજકોટવાસીઓને જે તકલીફ પડી રહી છે તે બદલ માફી માંગુ છુંઃ હિતેશ કારીયા

આવતા મહિનાથી 7 થી 10 વચ્ચે અમારો પગાર થઈ જશે. તે બાબતે કોઈ અધિકારી દ્વારા આ બાબતે વાતચીત કરી લે. તેમજ રાજકોટની ધર્મ પ્રેમી જનતાને જે તકલીફ પડી રહી છે તે બાબતે દરેક ડ્રાયવર તરફથી માફી માંગું છું.

rajkot hadtal

વધુ વાંચોઃ આજે સાબરકાંઠા, મહીસાગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં માવઠું પડે તેવી શક્યતા, જાણો શું કહે છે આગાહી

રીક્ષા ચાલકો દ્વારા વધુ ભાડુ લેવામાં આવ્યું

આ બાબતે મુસાફરોને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, અચાનક બીઆરટીએસ તેમજ સીટી બસનાં કર્મચારીઓ દ્વારા એકાએક હડતાળ પાડી દેતા રાજકોટવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. તો બીજી તરફ રક્ષા ચાલકો દ્વારા પણ આ બાબતનો લાભ લઈ મુસાફરો પાસેથી વધુ ભાડુ વસુલ કરવામાં આવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ