ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'રૂપાલાએ માફી માંગી છે, અમે ભાજપને સપોર્ટ કરીશું', રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ

ચૂંટણી 2024 / 'રૂપાલાએ માફી માંગી છે, અમે ભાજપને સપોર્ટ કરીશું', રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ

Last Updated: 08:18 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજનો રોષ શાંત કરવા ગાંધીનગરના કમલમ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે બેઠક યોજી

ADVERTISEMENT

રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજના વિરોધને શાંત કરવા ભાજપ અનેક પ્રયાસો કરી રહી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વિવિધ લોકસભા બેઠક પર જઈને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી વિરોધ ઠારવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તો બીજી તરફ હવે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ મેદાને આવ્યા છે. જેમણે દક્ષિણ ગુજરાત બાદ હવે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ગાંધીનગરના કમલમ ખાતે બેઠક યોજી છે.

સી આર પાટીલની ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ બેઠક યોજી છે. ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમ ખાતે બંધ બારણે યોજાયેલી બેઠકમાં કારડીયા, નાડોદા રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. વિગતો મુજબ આ બેઠકમાં ભાજપ તરફી વધુમાં વધુ મતદાન થાય તેને લઈ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ક્ષત્રિય સમાજમાં પ્રસરેલા રોષને શક્ય હોય તેટલો શાંત કરવાનો પ્રયાસ કરવા ચર્ચા કરાઈ છે.

વાંચવા જેવું: 'RSS અને BJP સંવિધાન ખતમ કરવા માંગે છે',દમણમાં રાહુલ ગાંધીના ચાબખા

લક્ષ્મણસિંહ યાદવનું નિવેદન

રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ લક્ષ્મણસિંહ યાદવની આગેવાની હેઠળ કારડીયા અને નાડોદા રાજપૂત સમાજના આગેવાનો બેઠકમાં જોડાયા હતા. બેઠક બાદ લક્ષ્મણસિંહ યાદવે જણાવ્યુ હતુ કે, દેશ હિત ખાતર અમે ભાજપને સમર્થન કરીશું. પરષોત્તમ રૂપાલાએ અગાઉ માફી માગી હોવાથી તે મુદ્દો હવે રહેતો નથી. વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજ પાસે જઈ સમજાવવાનો પ્રયાસ કરીશું. ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી મામલો થાળે પાડવાના પ્રયત્નો કરીશું. મહત્વપૂર્ણ છે કે, સી.આર.પાટીલે સુરત ખાતે પણ કારડીયા રાજપૂત સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Parashottam Rupala controversy Election 2024 લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ