બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વાપીમાં 17 ઈંચ વરસાદ, ઓરંગા નદીમાં પૂર, મધુબન ડેમના 10 દરવાજા ખોલાયા, 365 રસ્તા બંધ
Last Updated: 10:37 AM, 23 July 2026
વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 23 ઈંચ જેટલો વરસાદ નોંધાતા સમગ્ર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તેમાં પણ વાપીમાં એકલા 17 ઈંચ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર દૃશ્યો સર્જાયા છે. શહેરના હાર્દ સમા ગુંજન વિસ્તાર સહિત અનેક નીચાણવાળા રહેણાક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છરવાડા, અંબા માતા મંદિર અને નામધા વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતાં સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે.
ADVERTISEMENT

પટેલ સમાજની વાડી નજીક પાર્ક કરેલી અનેક કારોમાં પાણી ઘૂસી જતાં વાહનોને નુકસાન થયું છે. છરવાડાના કેટલાક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પણ અડધા સુધી પાણી ભરાઈ જતાં રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વાપીની સ્વામિનારાયણ સ્કૂલના પરિસરમાં પણ અંદાજે 7થી 8 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સમગ્ર સ્કૂલ કેમ્પસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જિલ્લા વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી રહ્યું છે.
ADVERTISEMENT
વલસાડમાં ઔરંગા નદીમાં પૂર, શહેરના અનેક રહેણાક વિસ્તારોમાં ઘૂસ્યા પાણી; જનજીવન પ્રભાવિત
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 23, 2026
વલસાડ જિલ્લામાં અવિરત ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ધરમપુર વિસ્તારમાં 20 ઈંચથી વધુ વરસાદ નોંધાતા ઔરંગા નદી ગાંડીતૂર બની છે અને તેના પાણી વલસાડ શહેરમાં ઘૂસી આવ્યા છે. ઔરંગા… pic.twitter.com/3p7bznZtkt
ધરમપુર વિસ્તારમાં 20 ઈંચથી વધુ વરસાદ વરસતાં ઓરંગા નદી ગાંડીતૂર બની છે. નદીના પૂરના પાણી વલસાડ શહેરમાં ઘૂસી જતાં શેઠીયાનગર સહિત અનેક રહેણાક વિસ્તારો જળમગ્ન બની ગયા છે. કેટલીક બિલ્ડિંગોમાં તો એક માળ સુધી પાણી ભરાઈ જવાના દૃશ્યો સામે આવ્યા છે. શહેરના અનેક માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી છે.
ADVERTISEMENT
વલસાડના મધુબન ડેમમાં 3 લાખ ક્યુસેક પાણીની રેકોર્ડબ્રેક આવક, 10 દરવાજા ખોલી દમણગંગામાં છોડાયું પાણી
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 23, 2026
વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદને કારણે જળાશયો છલોછલ થઈ ગયા છે. મધુબન ડેમમાં ઐતિહાસિક 3 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમનું જળસ્તર 75.65 મીટર સુધી પહોંચી ગયું છે. પરિસ્થિતિને… pic.twitter.com/Fv6ADKWHC6
વલસાડના દાણા બજાર વિસ્તારમાં પણ ભારે પાણી ભરાઈ જતાં અનેક કારો પાણીમાં ડૂબી ગઈ હતી. શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકો ઘરોમાં જ રહેવા મજબૂર બન્યા છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
વલસાડમાં ભારે વરસાદથી 365 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ, કોઝવે પાણીમાં ગરકાવ; તંત્રની મહત્વની અપીલ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 23, 2026
વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદને કારણે કુલ 365 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. અનેક કોઝવે પાણીમાં ગરકાવ… pic.twitter.com/EaWqd1lJFb
ઓરંગા નદીમાં આવેલા ઘોડાપૂરને પગલે કાશ્મીરાનગર અને બરૂડિયા વાળ વિસ્તારમાં રહેતા લોકોને અડધી રાતે સાયરન વગાડીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને સ્થાનિક ટીમોએ તાત્કાલિક સ્થળાંતરની કામગીરી હાથ ધરી હતી. સ્થળાંતર કરાયેલા તમામ લોકોને રામલલા મંદિરમાં આશ્રય આપવામાં આવ્યો છે. નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
વલસાડમાં ઓરંગા નદીમાં પૂર, શહેરના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા; દાણા બજારમાં કારો પાણીમાં ડૂબી
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 23, 2026
વલસાડ જિલ્લામાં અવિરત ભારે વરસાદને કારણે ઓરંગા નદીમાં પૂર આવ્યું છે, જેના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. ભારે જળભરાવને કારણે અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે… pic.twitter.com/3sad6MqTHF
અવિરત વરસાદને કારણે વલસાડ જિલ્લાના જળાશયો પણ છલોછલ થઈ ગયા છે. મધુબન ડેમમાં ઐતિહાસિક 3 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમનું જળસ્તર 75.65 મીટર સુધી પહોંચી ગયું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમના 10 દરવાજા 6 મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને 2.65 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે દમણગંગા નદી કાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્રએ નીચાણવાળા વિસ્તારોના લોકોને નદી કિનારે ન જવા અને સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ કરી છે.
ADVERTISEMENT
તાપીમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, હાઈવે પર પાણી ફરી વળ્યા; શાળા-કોલેજોમાં રજા જાહેર
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 23, 2026
તાપી જિલ્લામાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદે જનજીવનને અસર કરી છે. ડોલવણ તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં નદી-નાળાઓ બેકાંઠે વહેવા લાગ્યા છે. વ્યારા-ઉનાઈ નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે… pic.twitter.com/Fs5H1HlGp4
ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં કુલ 365 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. અનેક રસ્તાઓ અને કોઝવે પાણીમાં ગરકાવ થતાં અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં સંપર્ક માર્ગો ખોરવાઈ જતા અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. વહીવટી તંત્રએ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને માત્ર સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરવા અપીલ કરી છે.
વલસાડમાં 20 ઈંચ વરસાદે મચાવી તબાહી, કાશ્મીરાનગર-બરૂડિયા વિસ્તારના લોકોનું સ્થળાંતર
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 23, 2026
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ધરમપુરના જંગલ વિસ્તારમાં અંદાજે 20 ઈંચ વરસાદ વરસતા ઓરંગા નદી ગાંડીતૂર બની છે અને નદીએ પોતાના કિનારા વટાવી દીધા છે. પરિસ્થિતિ ગંભીર… pic.twitter.com/sJ3KAfNiVx
ડાંગ જિલ્લામાં પણ ધોધમાર વરસાદના કારણે અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓમાં પાણીની આવક સતત વધી રહી છે. અનેક નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન નોંધપાત્ર વરસાદને કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે અને કેટલાક માર્ગો પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે.
આજે નવસારીમાં ભારે વરસાદનો કહેર: ચંદનવન તળાવ ઓવરફ્લો, અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી#Navsari #HeavyRain #ChandanvanTalav #Flood #Monsoon #GujaratNews #VTVDigital pic.twitter.com/Sl3f6eeFhf
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 23, 2026
તાપી જિલ્લામાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદે પણ જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. ડોલવણ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ નદી-નાળાઓ બેકાંઠે વહેવા લાગ્યા છે. વ્યારા-ઉનાઈ નેશનલ હાઈવે તેમજ સ્ટેટ હાઈવે પર કોતરના ધસમસતા પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. ગડત ગામની સીમમાં નેશનલ હાઈવે-56 પર પાણી ભરાઈ જતાં કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી હતી. ઓવરટોપિંગને કારણે અનેક ગ્રામ્ય માર્ગો પણ બંધ કરવામાં આવ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લામાં શાળા-કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
આજે વાપીમાં આભ ફાટ્યું: 17 ઈંચ વરસાદથી સ્વામિનારાયણ સ્કૂલ જળબંબાકાર, બસ પણ પાણીમાં ડૂબી#Vapi #Valsad #HeavyRain #School #Flood #GujaratNews #VTVDigital pic.twitter.com/aOCgi6qoVB
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 23, 2026
બીજી તરફ નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. ચંદનવન તળાવ ઓવરફ્લો થતાં અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો : અડધી રાતે સુરતને વરસાદે ઘમરોળ્યું, છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ સુધીનો વરસાદ
દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે વલસાડ, વાપી, ધરમપુર, ડાંગ, તાપી અને નવસારીમાં સ્થિતિ ગંભીર બની છે. નદીઓમાં પૂર, રસ્તાઓ બંધ, રહેણાક વિસ્તારોમાં પાણી, વાહનોને નુકસાન અને સ્થળાંતરની સ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર સતત બચાવ અને રાહત કામગીરીમાં વ્યસ્ત છે તેમજ લોકોને સાવચેત રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.