ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
આસપાસના લોકો માટે મનોરંજન
ADVERTISEMENT
જો કે, સ્થાનિકો માટે આ ઘટના મનોરંજનનું માધ્યમ બની છે. શિવ કેવટની આસપાસ રહેતા લોકો પોતાના ઘરની છત પર ચઢીને તેની રાહ જોઇ રહ્યા હોય છે જેથી કાગડાઓ શિવ પર હુમલો કરે અને લોકો તે જોઇ શકે.

ADVERTISEMENT
3 વર્ષથી કાગડાનું ટોળું લઇ રહ્યું છે બદલો
આ ઘટના અંગે શિવ કહે છે કે, ત્રણ વર્ષ પહેલા કાગડાનું એક બચ્ચુ લોખંડના તારમાં અટવાઈ ગયુ હતું. મેં તેને બચાવવાના પ્રયાસ કર્યા પરંતુ તે મારા હાથમાં જ મરી ગયુ. જોકે, કાગડાઓને એવુ લાગે છે કે, મેં જ તેમના બચ્ચાને મારી નાંખ્યુ હતુ. જેના કારણે હવે હું ઘરની બહાર નિકળુ છું અને કાગડાઓ મને ચાંચ મારવા દોડી આવે છે. 3 વર્ષથી આ સિલસિલો ચાલુ હોવાથી બહાર નીકળતી વખતે મારે જોડે એક લાકડી રાખવી પડે છે.
ADVERTISEMENT
કાગડા નિભાવી રહ્યા છે દુશ્મની
કાગડા દ્વારા વારંવાર કરવામાં આવેલ કેવટ પર હુમલાને પગલે તેના શરીર પર ઠેર ઠેર કાગડાઓએ મારેલી ચાંચના નિશાન પણ પડી ગયા છે. શિવ કહે છે કે, કાગડાઓ અચાનક હુમલો કરી બેસે છે. મારા માથા પર પણ ઈજાઓ થઈ છે. શરૂઆતમાં તો કાગડા ચાંચ મારતા હતા ત્યારે હું તેના પર બહુ ધ્યાન આપતો નહોતો પરંતુ ધીરે ધીરે મને ખબર પડી કે, કાગડા ખાલી મને જ નિશાન બનાવી રહ્યા છે. આ હુમલા એવી રીતે થાય છે કે, જાણે કોઇ ફિલ્મમાં વિમાન દ્વારા અટેક થતો હોય.
ADVERTISEMENT

કાગડો બદલાની ભાવના રાખે છે
ADVERTISEMENT
નોંધનીય છે કે, ભોપાલની બરકતુલ્લા યુનિવર્સિટીમાં જીનેટિક્સ વિષય ભણાવતા અશોક કુમાર મુંજલ કહે છે કે, કાગડાઓ અન્ય પક્ષીઓ કરતા વધુ બુદ્ધિશાળી હોય છે. તેઓ બદલાની ભાવના રાખે છે અને તે લોકોને યાદ રાખીને તેમની કનડગત કરનારને સમય આવ્યે નિશાન પણ બનાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ