ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / અઠવાડિયામાં બમણો થઈ ગયો શેર, 100 ટકાથી વધ્યો ભાવ, IPL ટીમની માલિક છે કંપની

બિઝનેસ / અઠવાડિયામાં બમણો થઈ ગયો શેર, 100 ટકાથી વધ્યો ભાવ, IPL ટીમની માલિક છે કંપની

Published By: Nirav Kumar

Last Updated: 05:39 PM, 6 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RPSG વેન્ચર્સ લિમિટેડના શેરમાં અચાનક ઉછાળો દેખાઈ રહ્યો છે. જેમાં તેના શેર છેલ્લા સાત દિવસમાં RPSG વેન્ચર્સના શેર 100% થી વધુ વધ્યા છે. આ શેરમાં થયેલા મોટા વધારા અંગે કંપની પાસેથી સ્પષ્ટીકરણ પણ માંગવામાં આવ્યું છે.

ADVERTISEMENT

આરપી સંજીવ ગોએન્કા ગ્રુપની કંપની RPSG વેન્ચર્સ લિમિટેડના શેરમાં મોટો ઉછાળો આવ્યો છે. સોમવારે BSE પર RPSG  વેન્ચર્સ લિમિટેડના શેર 8% થી વધુ ઉછળીને 1,127.60 રૂપિયા પર પહોંચ્યા હતા. જે શેર 52 અઠવાડિયાના નવા હાઈ લેવલ પર પહોંચ્યા હતા. છેલ્લા સાત દિવસમાં RPSG  વેન્ચર્સના શેર 100% થી વધુ ઉછળ્યા છે, જેનું વેલ્યુ બમણું થયું છે. RPSG  વેન્ચર્સ આઈપીએલ ટીમ લખનૌ સુપર જાયન્ટ્સની માલિકી ધરાવે છે. જેમાં અનુભવી રોકાણકાર આશિષ ધવન પણ આરપીએસજી વેન્ચર્સમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.

  • 7 દિવસમાં 100% થી વધુ ઉછાળો
    છેલ્લા સાત ટ્રેડિંગ સત્રોમાં RPSG  વેન્ચર્સના શેર 100% થી વધુ ઉછળ્યા છે.  જેમાં 23 માર્ચ 2026 ના રોજ કંપનીના શેર 557.25 રૂપિયા પર હતા. તો 6 એપ્રિલ 2026 ના રોજ RPSG વેન્ચર્સના શેર 1127.60 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. કંપનીના શેર માત્ર સાત દિવસમાં બમણા થઈ ગયા છે.
vtv app promotion
  • કેમ આવ્યો ઉછાળો?
    RPSG વેન્ચર્સના શેરમાં આ ઉછાળો યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ (USL) ની જાહેરાતને પગલે આવ્યો છે. યુનાઇટેડ સ્પિરિટ્સે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની IPL ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 16,600 કરોડ રૂપિયાથી વધુમાં વેચવાની જાહેરાત કરી છે. RPSG વેન્ચર્સનું માર્કેટ કેપ સોમવાર 6 એપ્રિલના રોજ 3670 કરોડ રૂપિયાને વટાવી ગયું છે.

ઉલ્લેખનીય છે કે શેર માર્કેટના દિગ્ગજ રોકાણકાર આશિષ ધવન RPSG વેન્ચર્સમાં મોટો હિસ્સો ધરાવે છે. તેમની પાસે RPSG વેન્ચર્સના 12,34,286  શેર છે જે કંપનીમાં 3.73 % હિસ્સો દર્શાવે છે. આ શેરહોલ્ડિંગ ડેટા ડિસેમ્બર 2025 ના ક્વોર્ટરનો છે. કંપનીના પ્રમોટર્સ પાસે કંપનીનો હિસ્સો 63.51% છે, જ્યારે પબ્લિક શેરહોલ્ડિંગ 36.49% છે.

વધુ વાંચો : સતત કમાણી કરતી કંપનીનો આવશે IPO, SEBIમાં કર્યું છે એપ્લાય

એક્સચેન્જે RPSG વેન્ચર્સના શેરમાં થયેલા મોટા વધારા અંગે કંપની પાસેથી સમજૂતી માંગી હતી. જેમાં RPSG વેન્ચર્સે એક્સચેન્જને જાણ કરી હતી કે તેના શેરના ભાવમાં થતી વધઘટ સંપૂર્ણ રીતે માર્કેટ બેસ્ડ છે. કંપની અત્યારે  શેરનાભાવમાં થતી વધઘટ માટે કોઈ કારણ જણાવવાની સ્થિતિમાં નથી. RPSG વેન્ચર્સ RPSG સ્પોર્ટ્સમાં 51% હિસ્સો ધરાવે છે જે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ની માલિકી ધરાવે છે. RPSG સ્પોર્ટ્સમાં બાકીનો 49% હિસ્સો એક અનલિસ્ટેડ ગ્રુપ કંપની પાસે છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RPSG Ventures RP Sanjiv Goenka Share Market

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ