બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સતત કમાણી કરતી કંપનીનો આવશે IPO, SEBIમાં કર્યું છે એપ્લાય

બિઝનેસ / સતત કમાણી કરતી કંપનીનો આવશે IPO, SEBIમાં કર્યું છે એપ્લાય

Nirav Kumar

Last Updated: 03:58 AM, 4 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kay Jay Forgings નામની કંપનીનો IPO આવશે. એના માટે તેને SEBIમાં DRHP ફાઇલ પણ કરી છે. આ કંપની ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી માટે કોમ્પોનેન્ટનું ઉત્પાદન કરે છે.

Kay Jay Forgings એ IPO માટે SEBI ને અરજી કરી છે. કંપનીએ નિયમનકાર સમક્ષ DRHP ફાઇલ કરી છે. કંપનીના ડ્રાફ્ટ પેપર્સ મુજબ કંપની 300 કરોડ રૂપિયાના નવા શેર ઈશ્યુ કરશે. હાલના રોકાણકારો ઓફર ફોર સેલ દ્વારા 60 કરોડ રૂપિયાના શેર વેચશે. જેમાં કંપની નવા ઇશ્યૂમાંથી ભેગા કરાયેલા ફંડનો ઉપયોગ મૂડી ખર્ચ અને દેવાની ચુકવણી માટે કરશે. જેમાં 118.80 કરોડ રૂપિયાનો ઉપયોગ નવા સેન્ટર માટે કરવામાં આવશે. 90.51 કરોડ રૂપિયાનો ઉપયોગ લોન ચૂકવવા માટે કરવામાં આવશે. બાકીના ફંડનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

આ કંપની પ્રી-IPO પ્લેસમેન્ટ પણ કરી શકે છે. આ હેતુ માટે લીડ મેનેજર સાથે ચર્ચા કરી રહી છે. પ્રી-IPO પ્લેસમેન્ટની સાઈઝ 40 કરોડ રૂપિયા હોઈ શકે છે. જો આવું થાય તો ફ્રેશ ઇશ્યૂની સાઈઝ એડજસ્ટ કરવામાં આવશે. PL કેપિટલ લિમિટેડને લીડ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

vtv app promotion
  • શું કરે છે કંપની?
    Kay Jay Forgings B2B મોડેલમાં કામ કરે છે. કંપની ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી માટે કોમ્પોનેન્ટનું ઉત્પાદન કરે છે. તે કૃષિ મશીનરી, ખાણકામના સાધનો અને ડોમેસ્ટિક ઉપયોગ માટે ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ જેવા નોન-ઓટોમોટિવ ઘટકોનું પણ ઉત્પાદન કરે છે.

અત્યારે કંપની પાસે 6 પ્રોડક્શન પ્લાન્ટ છે. તેના ગ્રાહકોમાં ટીવીએસ મોટર કંપની લિમિટેડ, મહિન્દ્રા અને મહિન્દ્રા, બજાજ સન્સ અને હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે.

વધુ વાંચો : હવાઈ મુસાફરોની આશા પર પાણી ફરી વળ્યું, 60% ફ્રી સીટ આપવાનો સરકારનો નિર્ણય અચાનક સ્થગિત

  • કંપનીની નાણાકીય સ્થિતિ
    નાણાકીય વર્ષ 2025 માં કંપનીની કાર્યકારી આવક 750.46 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2024 માં, આવક 672.31 કરોડ રૂપિયા હતી. જેમાં નેટ પ્રોફિટ 29.01 કરોડ રૂપિયા હતો. નાણાકીય વર્ષ 2024 માં કે જે ફોર્જિંગ્સનો પ્રોફિટ 24.12 કરોડ રૂપિયા હતો. તમને જણાવી દઈએ કે, ગયા નાણાકીય વર્ષના સપ્ટેમ્બર સુધીમાં આ કંપનીનો નેટ પ્રોફિટ 21.35 કરોડ રૂપિયા  હતો.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO Kay Jay Forgings Draft Papers
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ