ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઝાકમઝોળ અને ફેન્સી ટ્રેન્ડ વચ્ચે માત્ર દીવડાના પ્રકાશે યોજાયા અનોખા ગરબા, જુઓ સુંદર વીડિયો
Last Updated: 06:18 PM, 19 October 2024
ADVERTISEMENT
શરદપૂનમની રાત્રે ફલક કોમ્યુનિટી દ્વારા 'શૂન્યમ ગરબા'નું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં પ્રથમવાર એવા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ કે જેમાં કોઇ પણ પ્રકાના ઇલેક્ટ્રિક ઉપકરણો, સાઉન્ડ સિસ્ટમ અને સ્પીકરનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. ચંદ્રમાના અજવાળે અને 2000 થી વધારે દિવડાંના પ્રકાશે ખેલૈયાઓ ઝૂમ્યા હતા. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ પરંપરાગત ગરબા ઉત્સવને તેના મૂળ સ્વરૂપમાં ઉજવવા સાથે પર્યાવરણને સુરક્ષિત રાખવાનો હતો.
ADVERTISEMENT
'શૂન્યમ' ગરબા કાર્યક્રમમાં આશરે 300 થી વધુ ગરબાપ્રેમી જોડાયા હતા. જેમણે કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો વિના આધ્યાત્મિક સૂરના તાલે ગરબા રમવાનો આનંદ માણ્યો હતો. અહીં માત્ર હાથથી તાલ , શાસ્ત્રીય વાજીંત્રો, પરંપરાગત ઢોલી અને મંજીરા જેવા વાદ્યો સાથે લોકો ગરબે ઝૂમ્યા હતા. આ રીતે શરદપૂનમના ચન્દ્ર રોશનીમાં કુદરતના ખોળે શાસ્ત્રીય અવાજો સાથે સંગીતનો અનુભવ અને સાદગીપૂર્ણ ગરબાનો આલોક અનોખો અનુભવ હતો.
ADVERTISEMENT
પરંપરાગત ગરબા કલા અને સંગીતને ફરી જીવંત કરવાનો હેતુ
આ અંગે આયોજક મીતભાઇ દવેએ જણાવ્યું હતુ ફલક કોમ્યુનિટી દ્વારા આયોજિત આ શૂન્યમ ગરબાનો ઉદ્દેશ મનોરંજનનો ન હતો. પરંતુ પર્યાવરણની જાળવણી, ધ્વનિ પ્રદૂષણને અટકાવવું અને આપણી ઓગળી જતી પરંપરાગત ગરબા કલા અને સંગીતને ફરી જીવંત કરવાનો મુખ્ય હેતુ હતો. આ પ્રસંગે લોકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યાં અનાવશ્યક ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ ટાળી આયોજનને કેવી રીતે સુંદર બનાવી શકીએ તે અમારો મુખ્ય હેતું હતો. ગરબાના આયોજન બાદ શાસ્ત્રીય વાજીંત્રો અને આ પ્રકારના વાજીંત્રો સાથે જોડાયેલ કોમ્યુનિટી લોકોને બોલાવામાં આવ્યા હતા.
ADVERTISEMENT

ભારતીય સંગીતના એવા વાંજીત્રો જેવા કે રામસાગર, મોરચંગ અને ડફને ફરીથી લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં કાલબેલિયા કોમ્યુનિટીના લોકોને બોલાવવામાં આવ્યા હતા. જેઓ વિણા, એકતારા, ઠોલક અને મંજીરા સાથે રાજસ્થાની અસલ ગીતો ગાય છે. આ ઉપરાંત ડાકલાની ટીમને પણ બોલાવવામાં આવી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો: પ્રસુતા માતાઓ અહીં ચઢાવે છે દૂધ, કેવા છે મંદિરના ચમત્કારો, કેમ અહીં પુરુષોને પ્રવેશ નથી?
આજના યુથને કહેવા માંગીશ કે જીવનનિર્વાહ કરવા માટે કામ કરવું જરૂરી છે. પરંતુ આ કારણે પોતાના શોખ ન છોડતા. જો આપની કોઇ કળામાંથી આવક મળતી નથી એ કારણે પોતાની કળાને ત્યાગી ના દેશો અને સાથે સાથે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવાનો બને એટલો પ્રયાસ કરજો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો