ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / VTV વિશેષ / અન્ય જિલ્લા / પ્રસુતા માતાઓ અહીં ચઢાવે છે દૂધ, કેવા છે મંદિરના ચમત્કારો, કેમ અહીં પુરુષોને પ્રવેશ નથી?

આસ્થા અડિખમ / પ્રસુતા માતાઓ અહીં ચઢાવે છે દૂધ, કેવા છે મંદિરના ચમત્કારો, કેમ અહીં પુરુષોને પ્રવેશ નથી?

Published By: Nidhi Panchal

Last Updated: 05:24 PM, 17 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઢડાના લક્ષ્મીવાડી મંદિરે મોટી બા સ્મૃતિ મંદિર , પ્રસુતા માતાઓ અહીં ચઢાવે છે દૂધ જાણો આ મંદિરનો ઇતિહાસ

ADVERTISEMENT

ગુજરાતમાં એવા અનેક 100 વર્ષ જૂના ઇતિહાસ ધરાવતા મંદિરો છે, જે મંદિરોની પોતાની અલગ પ્રથા છે. અમુક મંદિરમાં એવું પણ તમે સાંભળું હશે કે ફક્ત પુરૂષો જઇ શકે છે. ઘણા મંદિરોમાં એવું પણ હોય છે કે તમારે આ જ રંગના કપડા પહેરીને જવાનું હોય છે, તો આજે તમને આવા જ એક અનોખી પ્રણાલી ધરાવતા મંદિરની મુલાકાત કરાવીશ. આ મંદિર 150 વર્ષ જૂનૂ છે અને બોટાદના ગઢડા શહેરના લક્ષ્મીવાડી મંદિરે મોટી બા સ્મૃતિ મંદિર આવેલું છે. આ મંદિર સાથે અનોખી લોકવાયકા જોડાયેલી છે. એવું કહેવામાં આવે છે કે ધાવણ ન આવતું હોય તેવી માતાઓ અહીં આવીને માનતા રાખે છે, સાથે આ મંદિરમાં ફક્ત મહિલાઓને જ જવાની મંજૂરી છે. તેની પાછળનું કારણ શું છે? ચાલો જાણીએ...

1

બોટાદનું ગઢડા શહેર સ્વામિનારાયણ ધામ તરીકે પ્રખ્યાત છે. સ્વામિનારાયણ ભગવાને ગઢડાને પોતાની કર્મભૂમિ બનાવી હતી. ગઢડાના દાદા ખાચર અને તેમનો પરિવાર ભગવાન સ્વામિનારાયણનો ભક્ત હતો, તેથી ભગવાન સ્વામિનારાયણ અહીં 29 વર્ષ સુધી રહ્યા હતા અને મંદિર પણ બનાવ્યું હતું. લક્ષ્મીવાડી મંદિરે આવેલા મોટી બા 'સ્મૃમિ મંદિર'માં એવી પ્રથા છે કે ફક્ત સાધવી બહેનો જ આ મંદિરની દેખરેખ અને અહિંયા પૂજા કરે છે. જો કે આ મંદિરમાં માત્ર મહિલાઓ જ દર્શનાર્થે જતી હોય છે. તેથી અહીં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે

2

મોટી બા સ્મૃતિ મંદિરની સ્થાપના કઇ રીતે થઈ ?

VTV એ મંદિરના સાધ્વી ઉર્મિલાબેન સાથે વાત કરી હતી. તેઓ કહે છે કે, '150 વર્ષ પહેલાં, જ્યારે સ્વામિનારાયણ ભગવાન હયાત હતા, ત્યારે મોટી બા પણ હયાત હતા અને તેમને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. તે એક દિવ્ય આત્મા છે તે પાંચ વર્ષની ઉંમરે તેમને સમજાઈ ગયું હતું. તેમના વિશેની એક લોકકથાઓ જણાવે છે કે એક દિવસ, મોટી બાના પિતાએ જાહેર કર્યું કે જો તેમના ભગવાન સાચા હોય, તો તેમણે ચમત્કાર આપવો પડશે નહિંતર, તે તલવાર વડે મોટી બાનું માથું કાપી નાખશે. જવાબમાં, મોટી બાએ કૃષ્ણના અવતાર લાલા ભગવાનને ખીર અર્પણ કરી અને "સ્વીકારજો" ની પ્રાથના કરી. ભગવાને પ્રાર્થના સાંભળી અને આ ખીરનું સેવન કર્યું. આ ઘટનાએ તેમના પિતા સહિત દરેકને લક્ષ્મીના અવતાર તરીકે તેમના દેવત્વમાં વિશ્વાસ કરાવ્યો હતો. જેના કારણે તેમના મૃત્યુ પછી, તેમના માટે એક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, જેનું નામ મોટી બા સ્મૃતિ મંદિર રાખ્યું છે'

3

'મોટી બા' મંદિરના ચમત્કારો અને માન્યતાઓ

ગઢડાના લક્ષ્મીવાડી ખાતે ભગવાન સ્વામિનારાયણની અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી હતી. એટલે જ મોટી બા સ્મૃતિ મંદિર તેની બાજુમાં આવેલું છે. આ મંદિર સાથે અનોખી માન્યતા જોડાયેલી છે. જેમ કે આ મંદિરે પ્રસુતિ બાદ જે માતાઓને ધાવણ ન આવતું હોય તેવી માતાઓ મોટી બા સ્મૃતિ મંદિરે આવીને માનતા રાખે છે, જે બાદ માતાને ધાવણ આવવાનું શરૂ થઇ જાય છે. એવી પણ લોકવાયકો પ્રચલિત છે કે માનતા પૂરી થતાં પ્રસુતા માતાઓ અહીં દૂધ ચઢાવે છે.

વધુ વાંચો : સુરતના શાહ પરિવારની પ્રેરણાદાયી પ્રવૃત્તિ, 30 દીકરીઓ લીધી દત્તક, આવી રીતે જન્મ થયો 'લાડકી'નો...

આ સિવાય બાળકોને ઉધરસ આવતી હોય તો માતા અહીં ગાંઠિયાનો પ્રસાદ પણ ધરાવે છે અને બાળક નિરોગી રહે તેવી પ્રાર્થના કરે છે. જો કે ગઢડાના દાદા ખાચર પરિવારના પુરૂષો અહિંયા દર્શન કરવા માટે આવી શકે છે. જેનું કારણ છે કે તેમના પરિવારને મોટી બા અને સ્વામિનારાયણ ભગવાનના આર્શિવાદ છે. એવું પણ માનવામાં આવે છે કે આજના સમયે પણ મોટી બા લોકો ને પરચા આપે છે, સાથે કોઇ રુપમાં દર્શન પણ આપતા હોય છે , ખાસ કરીને આ પરિવારને. જો કે મોટી બા મંદિર સિવાય અહીં માણકી ઘોડીની સમાધિ, નિષ્કુળાનંદ સ્વામીનો ઓરડો જેવા સ્થળો પણ આવેલા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Temple Religious Botad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ