ન્યૂઝ અપડેટ્સ
VTV / Politics / sharad pawar attacks rahul gandhi for his remarks against modi sarkar on india china tension
ADVERTISEMENT
મહત્વનું છે કે છેલ્લાં કેટલાંક દિવસોથી રાહુલ ગાંધી ભારત-ચીન વચ્ચેના તણાવને લઈને કેન્દ્ર સરકાર પર સતત નિશાન સાધી રહ્યાં છે. લદ્દાખમાં ચીની સૈનિકોની ઘૂસણખોરી અંગે રાહુલે શુક્રવારે એમ પણ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિશે સત્ય બોલવું જોઈએ અને આપણી જમીન પરત લેવાની કાર્યવાહી કરવી જોઈએ, અને આ માટે આખો દેશ તેની સાથે ઉભા રહેશે. જો કે, આ મુદ્દે કોંગ્રેસના સાથી પક્ષ NCPના વડા શરદ પવારે તેમને સંભળાવ્યું છે.
ADVERTISEMENT
શરદ પવારે રાહુલ ગાંધીના સતત ચીન વિશેના નિવેદનો પર કહ્યું હતું કે '1962 માં જે બન્યું તે આપણે ભૂલી શકતા નથી. કારણ કે એ સમયે ચીને આપણી 45 હજાર ચોરસ કિલોમીટર જમીન પર કબજો કર્યો હતો. હાલમાં મને ખબર નથી કે ચીને આ જમીન લીધી છે કે નહીં, પરંતુ આપણે તે વિશે વાત કરતી વખતે ઇતિહાસ યાદ રાખવો જોઈએ. નેશનલ સિક્યોરિટીને લઈને રાજકારણ ન થવું જોઈએ.
પવારે કહ્યું, યુદ્ધની કોઈ સંભાવના નથી
ADVERTISEMENT
પીવી નરસિંહરાવ સરકાર દરમિયાન સંરક્ષણ પ્રધાન રહેલા શરદ પવારે કહ્યું હતું કે 'મને હમણાં યુદ્ધની કોઈ સંભાવના દેખાતી નથી. જો કે, દેખીતી રીતે જ ચીને એક મૂંઝવણ અનુભવી છે. ગલવાનમાં ભારતીય સેનાએ જે પણ બાંધકામ કામ કર્યું છે તે તેની મર્યાદામાં જ કર્યું છે. '
રાહુલ ગાંધીનો દાવો, ચીને ત્રણ જગ્યાએ આપણી જમીન હડપી
ADVERTISEMENT
અગાઉ, મોદી સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, એક મહત્વપૂર્ણ સવાલ ઉભો થાય છે. થોડા દિવસો પહેલા આપણા પ્રધાનંત્રીએ કહ્યું હતું કે ભારતમાં કોઈએ એક ઇંચની જમીન લીધી નથી, ભારતની અંદર કોઈ આવ્યું નથી. સેટેલાઇટથી લેવામાં આવેલી તસવીરો બતાવે છે, લદ્દાખના લોકો કહે છે અને નિવૃત્ત સૈન્ય અધિકારીઓ પણ એમ કહી રહ્યા છે કે ચીને આપણી જમીન ત્રણ જગ્યાએ લઈ લીધી છે.
"ગભરાવાની જરૂર નથી, સાચું બોલે પ્રધાનમંત્રી"
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ કહ્યું, 'પ્રધાનમંત્રીજી, તમારે સાચું બોલવું પડશે, તમારે દેશને કહેવું પડશે. ગભરાવાની જરૂર નથી. જો તમે કહો છો કે જમીન ગઈ નથી, પરંતુ જમીન ગઈ હશે, તો તેનો ફાયદો ચીનને થશે. આપણે તેમની સામે મળીને લડવું પડશે. તેઓને ઉઠાવીને પાછા ફેંકી દેવા પડશે. તમે કહો કે ચીને આપણી જમીન લીધી છે અને આપણે કાર્યવાહી કરવા જઈ રહ્યાં છીએ. આખો દેશ તમારી પડખે ઊભો છે.
સંકળાયેલા મુદ્દાઓ