ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
હવે વાત કરવી છે ભારતીય ક્રિકેટ ટીમમાં રફ્તારના માસ્ટર અને ગુજરાતની શાન એવા ચેતન સાકરિયાની. કારણ કે, હવે ચેતન ન માત્ર આઈપીએલમાં જ પરંતુ ભારતીય ક્રિકેટ ટીમમાં પણ પોતાની બોલિંગનો પાવર બતાવશે. અનેક સંઘર્ષો અને દુખોનો સામનો કરીને આઈપીએલ સુધી પહોંચેલા ચેતન સાકરિયાનું અંતે ભારતીય ટીમમાં પણ સિલેક્શન થયું છે. ત્યારે કેવી છે ચેતનની સામાન્ય પરિવારથી આઈપીએલ અને હવે ભારતીય ક્રિકેટ ટીમ સુધીની સંઘર્ષ ભરી સફર જુઓ આ ખાસ રિપોર્ટમાં
ADVERTISEMENT
ભાવનગર જિલ્લાના વરતેજ ગામના સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરિયા પરિવારનો ચેતન બાળપણથી ક્રિકેટનો જબરો શોખ ધરાવતો હતો. પરંતુ એક તબક્કે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઊભા થયા હતા. પરંતુ ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રખાવ્યું. બસ, અહીંથી ચેતને પાછું વળીને જોયું નથી. તેની મહેનત રંગ લાવી.

ADVERTISEMENT
ચેતનાના પરિવારમાં તેઓ બે ભાઈ અને 1 બહેન છે. પરંતુ તાજેતરમાં ચેતનના નાના ભાઈએ કોઈ અકળ કારણોથી આત્મહત્યા કરી લેતા પરિવાર માથે આભ તૂટી પડ્યું છે. ચેતન રણજી ટ્રોફી મેચ રમતો હતો. ત્યારે આ કરુંણ ઘટના બની હતી. પરંતુ તે ડિસ્ટર્બ ન થાય માટે પરિવારમાં પરત આવ્યો ત્યારે જ તેને આ વાતની જાણ કરાઈ હતી. ચેતને પોતાની હિંમત દાખવી પરિવારને પણ સંભાળ્યો હતો. જે બાદ ચેતન પરફોન્સ માટે મુંબઈ ગયો અને આખરે પસંદગીકારોનું ધ્યાન તેના તરફ ખેંચ્યું. જે બાદ 1.20 કરોડમાં રાજસ્થાનની ટીમે ખરીદી લેતા હવે ચેતનનું ભવિષ્ય ઉજ્વળ બન્યું હતું.

ADVERTISEMENT
ચેતન સાકરીયા ભાવનગરની બી.એમ હાઈસ્કૂલમાં 11 અને 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. ત્યારે તે અંદર-16માં પસંદ થયો અને તેમને અભ્યાસની સાથે રમતને પણ પ્રાધાન્ય આપવાની વાત કરતા શાળાના સઁચાલકોએ પણ તેને પ્રોત્સાહન આપ્યું હતું. ચેતન આજે એક મોટો ખેલાડી બની ગયો છે. તેમ તેની શાળાના આચાર્યનું કહેવું છે.
સંકળાયેલા મુદ્દાઓ