ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Security at Rajkot airport will be beefed up, More than 300 CISF personnel will be deployed
ADVERTISEMENT
ADVERTISEMENT
રાજકોટ-મુંબઇ વચ્ચે સ્પાઇસ જેટ વધુ એક ફ્લાઇટ ઓપરેટ કરશે. 27મી માર્ચથી સ્પાઇસ જેટની રાજકોટ-મુંબઇ વચ્ચેની ફ્લાઇટ શરુ થશે. ત્યારે ઉનાળુ વેકેશનને પગલે આગામી તા.27 માર્ચથી રાજકોટ એરપોર્ટ પર દૈનિક 12થી વધુ ફલાઈટોનું આવાગમન થવાનું છે. જેથી 300થી વધુ CISFના જવાનો એરપોર્ટની સુરક્ષામાં તેમજ ચેકિંગના કામકાજમાં બંદોબસ્તમાં રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. 28 માર્ચે દિલ્લીથી સુરક્ષા વિભાગના અધિકારીઓ પણ સમીક્ષા બેઠક કરશે.
કોરોના કાળમાં બંધ કરાયેલી ફ્લાઈટો શરૂ થશે
રાજકોટથી હવાઇ મુસાફરી કરનારા લોકો માટે આનંદના સમાચાર એ છે કે રાજકોટ-મુંબઇ વચ્ચે સ્પાઇસ જેટ વધુ એક ફ્લાઇટ ઓપરેટ કરશે. 27મી માર્ચથી સ્પાઇસ જેટની રાજકોટ-મુંબઇ વચ્ચેની ફ્લાઇટ શરુ થશે. બપોરે 3-30 કલાકે મુંબઇથી અને સાંજે 5 વાગ્યે રાજકોટથી ઉડાન ભરશે.રાજકોટથી મુંબઇ જનારા મુસાફરોને ધ્યાને રાખી નવી ફ્લાઇટ શરૂ કરાઇ છે.
ADVERTISEMENT
ઔદ્યોગિક ક્ષેત્રે રાજકોટ જાણીતું શહેર
ઔદ્યોગિક ક્ષેત્રે રાજકોટ જાણીતું શહેર છે. ખાસ કરીને સબમર્સીબલ પંપ તથા બેરિંગ ઉદ્યોગ માટે જાણીતું છે. આ કારણોસર રાજકોટના વેપારીને મુંબઇ વારંવાર જવું પડતું હોય છે તો વળી મુંબઇના વેપારીઓને પણ રાજકોટ આવવાનું થતું હોય છે. બીજી તરફ સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટ યાર્ડ પાટનગર તરીકે જાણીતુ રહ્યું છે. ત્યારે રાજકોટથી મુંબઈનો ટ્રાફિક વધુ હોવાના કારણે વિમાની સેવા શરૂ કરવાની ડિમાન્ડ લાંબા સમયથી કરવામાં આવી હતી. જે બાદ રાજકોટ-મુંબઈ અને રાજકોટ દિલ્હીની હવાઈ સેવા ચાલુ કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT