બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદની ભારત ગ્લોબલ ડેવલપર્સ કંપની પર SEBIની કાર્યવાહી, રોકાણકારોના ફસાયા 100000000000 રૂપિયા
Last Updated: 05:37 PM, 30 December 2024
એક તરફ ગુજરાતમાં bz કૌભાંડ ની તપાસ ચાલી રહી છે. તેવામાં અમદાવાદમાં કાળા નાણાંને વ્હાઇટ કરવાનું 10000 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે. જે કંપનીની જાણ sebi ને થતા. તે કંપનીને શેર ટ્રેડિંગ કરવામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ શંકા એક વર્ષ પહેલાના કંપનીના શેરનો આંકડો વર્ષમાં 1700% ઉછળ્યા ત્યારે થઈ અને બાદમાં કંપની સામે કાર્યવાહી કરાઈ.
ADVERTISEMENT

આ વાત છે આશ્રમ રોડ અને સેટેલાઇટ વિતારમાં આવેલ ભારત ગ્લોબલ ડેવલપર્સ કંપનીની. જે કંપની અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં આવેલ BSE ઇન્વેસ્ટરની ઓફિસ માં લિસ્ટેડ કંપની છે. જે ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડ ના શેરમાં અભૂતપૂર્વ તેજી પાછળ કરોડોના કૌભાંડ નો પર્દાફાશ થયો છે. કંપનીના શેર્સમાં ટ્રેડિંગ મારફતે લગભગ 10000 કરોડ રૂપિયાના કાળા નાણાંને વ્હાઇટ કરવાનું કૌભાંડની આશંકા છે. જે કૌભાંડની શંકા sebi ને જતા સેબીએ ત્રણ દિવસ પહેલાં જ ભારત ગ્લોબલ ડેવલપર્સને સસ્પેન્ડ કરી હતી. જે કંપની હવે શેર ટ્રેડિંગ નહિ કરી શકે.
ADVERTISEMENT

ભારત ગ્લોબલ ડેવલપર્સ કંમ્પની વર્ષોથી કાર્યરત છે. જે ગ્રીન એનર્જી. એગ્રીકલચર. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત વિવિધ ક્ષેત્રે કામ કરે છે. જે કંપનીમાં 400 જેટલા વર્કર કામ કરે છે. કંપનીએ 300 ઉપર પ્રોજકેટ કમ્પ્લેટ કર્યા. 20 ઉપર એવોર્ડ મળ્યા છે. જે કંપની હાલ ચર્ચાનો વિષય બની છે. કેમ કે કંપની સામે કરોડોના કૌભાંડના આક્ષેપ ઉઠ્યા છે. આ અમે નહિ પણ sebi દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. જે કૌભાંડ આચરવામાં કંપની એ દેશ-વિદેશના ટોચના ઉદ્યોગગૃહો રિલાયન્સ, ટાટા, મેકેઇન અને યુપીએલ જેવી કંપનીઓ પાસેથી રૂ. 1500 કરોડના ઑર્ડર મેળવ્યા હોવાની ખોટી જાહેરાત કરી શેર્સમાં કૃત્રિમ તેજી સર્જી હતી. જ્યાં નવેમ્બર 2023થી નવેમ્બર 2024 વચ્ચે શેરના ભાવ 1700 ટકા વધ્યા હતા.
ADVERTISEMENT

શેરનો ભાવ છેલ્લા એક વર્ષમાં 16-14થી વધી 28 નવેમ્બર ના રોજ 1072.95 બંધ આવ્યો હતો. એટલું જ નહીં ઑક્ટોબરથી નવેમ્બરના એક જ મહિનામાં ભાવ 642થી વધી 1702.95 થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ સેબીએ સોમવારે એક ઇન્ટરિમ ઑર્ડરમાં કંપનીના શેર ટ્રેડિંગ ઉપર પ્રતિબંધ મૂકવા ઉપરાંત 41 જેટલા ઓપરેટર અને તેમના મળતિયા ઉપર પ્રતિબંધ મૂકી વઘુ તપાસ આદરી છે. આ વાત ની ખરાઈ કરવા vtv ની ટીમ ભારત ગ્લોબલ ડેવલપર્સ ની આશ્રમ રોડ ખાતે મીઠાખડી અંડર પાસ પાસે સન વેસ્ટ બેન્ક બિલ્ડીંગમાં a 707 ઓફિસ પર પહોંચી તો ઓફિસ બંધ મળી આવી...
ADVERTISEMENT

સેબીના ઇન્ટરિમ ઑર્ડર અનુસાર ઓપરેટર્સે રૂ. 271.58 કરોડની કમાણી આ શેરના ટ્રેડિંગમાં કરી ઘરભેગી કરી છે. સેબીના એક અહેવાલ અનુસાર 2012થી 2023 સુધી સામાન્ય ટર્નઓવર ધરાવતી આ કંપનીએ ઑક્ટોબર 2024માં અચાનક મોટા ઑર્ડર મેળવ્યા હોવાનું, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે જામનગરમાં ડેટાલિક ક્રેકર યુનિટનો રૂ. 120 કરોડનો પ્રોજેક્ટ મેળવ્યો હોવાની ખોટી જાણ કરી હતી. તેમજ ટાટા, મેકેઇન, યુપીએલ જેવા દેશના અગ્રણી ઉદ્યોગગૃહો પાસેથી રૂ. 1500 કરોડના કુલ સાત ઑર્ડરો મળ્યા હોવાની ખોટી જાહેરાતો કરી શેરના ભાવમાં તેજી લાવી હતી.
ADVERTISEMENT

એટલું ન નહિ પણ આ કંપનીએ કૌભાંડ આચરવા માટે અગાઉ ચાર વખત નામ પણ બદલ્યા હતા. વર્ષ 1992માં પરફેક્ટ વિવર્સ તરીકે નોંધાયેલી આ કંપનીએ ચાર વખત પોતાના નામ બદલાવ્યા છે. કંપનીએ ટેક્સટાઈલ્સના મૂળ ધંધાને બદલે બાંધકામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ન્યુએનર્જી જેવા પ્રોજેક્ટના ઉદ્દેશમાં પણ ફેરફાર કર્યો હતો. બીજી તરફ કાળા નાણાંને ધોળા કરવાના કાવતરા હેઠળ કાળા ઓપરેટર અને તેના મળતિયાને માર્ચ 2024માં રૂ. 10ના ભાવે અને ઓક્ટોબર 2024માં રૂ. 121ના ભાવે પ્રેફરન્સ શેર એલોટ કરી દીધા હતા. આ ઉપરાંત એક જ ઝાટકે પ્રમોટરના બદલે 99 ટકા જેટલા માત્ર ઓપરેટરોએ ફાળવી દીધા હતા. જેનાથી બજારમાં માત્ર જૂજ લોકો પાસે શેર હોય તો ભાવમાં વધઘટ કરવી સરળ બને છે. માર્કેટ એક્સપર્ટ નું માનવું છે કે જે લોકો વધુ ટેક્સ ભરવા નથી માંગતા તેઓ આવી રીતે રોકાણ કરી 30 ટકા ટેક્સ સામે 12 ટકા જ ટેક્સ ભરી 17 ટકા જેટલો ટેક્સ બચાવતા હોય છે. જેનો લાભ લઇ કંપની કૌભાંડ આચરતી હોય છે. અને બાદમાં માર્કેટના નીચા શેર ઊંચા કરી મળતીયાઓનો લાભ કરાવતી હોય છે. જોકે બાકી ના રોકાનકારો ની રોવાનો વારો આવતો હોય છે. જોકે આ કંપની કઇ કરે તે પહેલાં તેનો પર્દાફાશ થયો. અને sebi એ તેને સસ્પેન્ડ કરી દીધી.
ADVERTISEMENT
સેબીના પ્રાથમિક અહેવાલ અનુસાર શ્રેણીબદ્ધ જાહેરાતો, સુવર્ણ ભવિષ્યની વાતો કરી ઓપરેટરોએ અંદર-અંદર ખરીદ વેચાણ કરી શેરના ભાવ વધાર્યા હતા અને પછી ઊંચા ભાવે માલ વેચી રૂા. 271 કરોડની તગડી કમાણી કરી લીધી છે. અને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સૂત્રોનું માનવું છે કે આ કંપનીના શેરમાં એક વર્ષ માં આવેલી 1700 ટકાની તેજીમાં લગભાગ રૂા. 10,000 કરોડના કાળા નાણાંની હેરફેર થઇ અને ઓપરેટરોએ તેને નફારૂપે ઘરભેગા કરી દીધા છે. સેબીના ચોંકાવનારા પ્રાથમિક તપાસના રિપોર્ટ બાદ હવે આ કેસમાં આવકવેરા અને ઇડીએ તપાસ કરી સમગ્ર કૌભાંડ બહાર લાવવું જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.