બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જાહેરમાં સ્ટંટ, ડ્રિંક એન્ડ ડ્રાઇવ કે રોમિયોગીરી કરનારા બચીને રહેજો, 31stને લઇ અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન તૈયાર
Last Updated: 05:14 PM, 30 December 2024
31 ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. શહેર પોલસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. લીસ્ટેડ બુટલેગરો સુધી વધુમાં વધુ કેસ કરવાની સૂચના આપવામાં આવી છે. તેમજ મહત્વની જગ્યાઓ પર નાકા પોઈન્ટ બનાવાયા છે. તેમજ સીજી રોડ તથા એસજી હાઈવે, રિવરફ્રન્ટ, સિંધુ ભવન રોડ બંદોબસ્ત, તેમજ પાર્ટી પ્લોટ, ક્લબનાં આયોજકો સાથે પોલીસે બેઠક કરી છે. તેમજ નશીલા દ્રવ્યોનુ સેવન ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. તેમજ મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ અને મહિલા ક્રાઈમની ટીમ તૈનાત રહેશે. સ્ટંટ કરનાર નબીરાઓ પર પણ ખાસ નજર રાખવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં પણ ખાસ બંદોબસ્ત રખાશે.
ADVERTISEMENT

આયોજકો માટે ગાઇડલાઇન્સ
ADVERTISEMENT
31 મી ડિસેમ્બરની ઉજવણી માટે અમદાવાદમાં 16 અરજી મળી છે. ખાનગી આયોજકોએ ખાસ ગાઈડ લાઈન્સનું પાલન કરવું પડશે. તેમજ મનોરંજનને લગતી 13 ગાઈડ લાઈન્સનો અમલ કરવાનો રહશે. નિયમનું પાલન કરશે તેમને મંજુરી આપવામાં આવશે. સીસીટીવી, ફાયર સેફ્ટી, પ્રેક્ષકો માટે સિક્યુરિટીનું ધ્યાન રાખવું પડશે. મહિલા સિક્યુરીટી ગાર્ડ, મેટલ ડિરેક્ટર સહિતનું પાલન કરવાનું રહેશે.

ADVERTISEMENT
પોલીસનો એક્શન પ્લાન
ADVERTISEMENT
અમદાવાદમાં 31 મી ડિસેમ્બરને લઈ 6 હજારથી વધુ પોલીસ રસ્તાઓ પર ખડે પગે રહેશે. જેમાં ચાર BDDS ટીમો પણ તૈનાત રહેશે. પોલીસ સ્ટેશન દીઠ બે વાહન ચેકિંગ માટે પોઈન્ટ પર રહેશે. શહેરમાં કુલ 100 વાહન ચેકિંગ પોઈન્ટ રહેશે. તેમજ 2 હજારથી વધુ બોડીવોર્ન કેમેરાનો તથા 500 જેટલા બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ થશે. તેમજ 9 QRT વાન, 29 સ્પીડગન કેમેરા, 34 ક્રેઈન, 93 પીસીઆર વાન ખડેપગે રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.