ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / થર્ટી ફર્સ્ટની રાત્રે ધાબળા ઓઢીને ફરજો, હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે કરી ચમકારાવાળી આગાહી

હવામાન અપડેટ / થર્ટી ફર્સ્ટની રાત્રે ધાબળા ઓઢીને ફરજો, હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે કરી ચમકારાવાળી આગાહી

Last Updated: 04:48 PM, 30 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી સપ્તાહને લઇ હવામાન વિભાગે હવામાનની આગાહી કરી છે. જેમાં આગામી એક સપ્તાહ દરમ્યાન રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે તેમ જણાવ્યું હતું. અને વાતાવરણ શુષ્ક રહેશે.

ADVERTISEMENT

હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી સામે આવી છે. જેમાં આજે અમદાવાદમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે અમદાવાદમાં 14 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા રહેલી છે. જોકે અમદાવાદમાં 24 કલાકમાં 1.3 ડિગ્રી તાપમાન ઘટ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગાંધીનગરમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અને નલિયામાં સૌથી ઓછું 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

બહાર નીકળવાનું ટાળો

સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં તાપમાન વધતા ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો નથી. પરંતુ ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો દેખાઇ રહ્યો છે. ત્યારે વર્ષના અંતે વધતી જતી ઠંડીને લઇ લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. વામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા મુજબ ઉત્તરથી ઉત્તર પૂર્વ પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળશે.

આ પણ વાંચો: વિસાવદર બેઠકના બંને પૂર્વ ધારાસભ્યો વચ્ચે ગજગ્રાહ વધ્યો, ભૂપત ભાયાણીએ કહ્યું 'ખેડૂતોના ખભે શરૂ થયું રાજકારણ'

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં સૌરાષ્ટ્રના ભાગોમા માવઠાંની અસર જોવા મળશે નહીં. જોકે સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદ નહી વરસે. ત્યારે 29 ડિસેમ્બરથી 10 જાન્યુઆરીમાં વચ્ચે કડકતી ઠંડી પડી શકે છે. જેને લઇ ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે. ત્યારે આના કારણે કચ્છના નલિયામાં પારો ગગડી શકે છે. અંબાલાલ પટેલના વધુ જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા નહિવત છે. પરંતુ સૌરાષ્ટ્રમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે. જેમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી કલાકો માટે વરસાદની આગાહી કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Weather Update Cold Forecast Forecast Department
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ