ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિસાવદર બેઠકના બંને પૂર્વ ધારાસભ્યો વચ્ચે ગજગ્રાહ વધ્યો, ભૂપત ભાયાણીએ કહ્યું 'ખેડૂતોના ખભે શરૂ થયું રાજકારણ'

જૂનાગઢ / વિસાવદર બેઠકના બંને પૂર્વ ધારાસભ્યો વચ્ચે ગજગ્રાહ વધ્યો, ભૂપત ભાયાણીએ કહ્યું 'ખેડૂતોના ખભે શરૂ થયું રાજકારણ'

Last Updated: 03:42 PM, 29 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢ ભાજપમાં આંતરિક મતભેદ ચરમસીમાએ છે. વિસાવદર બેઠકનાં બંને પૂર્વ ધારાસભ્યો વચ્ચે ગજગ્રાહ થયો છે. હર્ષદ રીબડીયા ઉપર પ્રહાર કરતા ભુપત ભાયાણીએ જણાવ્યું હતું કે, ઈકો ઝોનને લઈને ખેડૂતોનાં ખંભે રાજકારણ કરે છે.

ADVERTISEMENT

જૂનાગઢ ભાજપમાં આંતરિક મતભેદ ચરમસીમાએ છે. વિસાવદર બેઠકનાં બંને પૂર્વ ધારાસભ્યો વચ્ચે ગજગ્રાહ સર્જાયો છે. હર્ષદ રીબડીયા ઉપર પ્રહાર કરતા ભુપત ભાયાણીએ આક્ષેપ કર્યા હતા. ઈકો ઝોન મુદ્દે ખેડૂત સભામાં હર્ષદ રીબડીયા હાજર રહ્યા હતા. ભુપત ભાયાણીએ આડકતરો ઈશારો કર્યો હતો.

2017 થી ઈકો ઝોન છે ત્યારે કેમ વિરોધ ન કર્યો

ઈકો ઝોનને લઈને ખેડૂતોનાં ખભે રાજકારણ કરે છે. 2017 થી ઈકો ઝોન છે ત્યારે કેમ વિરોધ ન કર્યો. છેલ્લા એક વર્ષથી આ વિસ્તારનો વિકાસ રૂંધાયો છે. હાઈકોર્ટમાં પિટિશનને કારણે ચૂંટણી થઈ શકતી નથી. જો ખેડૂતો પ્રત્યે એટલી જ ચિંતા હોય તો પિટિશન કેમ પરત ખેંચતા નથી. કોણે પીટીશન કરી છે એ વિસ્તારવાસી સૌને ખબર છે.

વધુ વાંચોઃ રાજકોટ બોગસ દસ્તાવેજ કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા, સામે આવ્યું સબ રજીસ્ટ્રાર કચેરી કનેક્શન

ભાજપનાં નેતાએ શું કહ્યું

વિસાવદરનાં આમ આદમી પાર્ટીનાં પૂર્વ ધારાસભ્ય અને ભાજપનાં નેતા ભુપત ભાયાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી અમારા વિસ્તારમાં ઈકોઝોન મુદ્દે, સરકાર અને ભારતીય જનતા પાર્ટીને યેનક્રેન પ્રકારે બદનામ કરવાનાં ઈરાદાથી અમુક લોકો નીકળી પડ્યા છે. ત્યારે હું આ વિસ્તારનાં લોકોને પૂછવા માંગું છું કે ઈકોઝોન 2016 300 થી વધુ ગામોમાં જ લાગુ પડે છે. તેમજ નવી ગાઈડલાઈન મુજપ 196 ગામમાં ઈકોઝોન લાગુ થયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

junagadh news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ