ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ બોગસ દસ્તાવેજ કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા, સામે આવ્યું સબ રજીસ્ટ્રાર કચેરી કનેક્શન

ખુલાસો / રાજકોટ બોગસ દસ્તાવેજ કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા, સામે આવ્યું સબ રજીસ્ટ્રાર કચેરી કનેક્શન

Last Updated: 02:58 PM, 29 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટનાં બોગસ દસ્તાવેજ કૌભાંડમાં વધુ ખુલાસો થયો છે. સમગ્ર કૌભાંડમાં સબ રજીસ્ટ્રાર કચેરીનાં પ્યૂનની પણ સંડોવણી ખુલી છે.

ADVERTISEMENT

રાજકોટ બોગસ દસ્તાવેજ કૌભાંડમાં વધુ નવા ખુલાસા થવા પામ્યા છે. સબ રજીસ્ટ્રાર કચેરીનાં પ્યૂનની પણ સંડોવણી ખુલી છે. પ્યૂન મનિષ હેરમા પણ બોગસ દસ્તાવેજ કૌભાંડમાં સામેલ હતો. મનિષ હેરમા કોન્ટ્રાક્ટ બેઝથી કામ કરતો હતો. ઈડેક્સ રૂમની ડુપ્લીકેટ ચાવી મનિષે બનાવી હતી. પ્રદ્યુમનનગર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

ભૂમાફિયા સુધી તપાસ લંબાય તો નવાઈ નહી

રાજકોટ પોલીસે આરોપી હર્ષ સોનીનાં ફ્લેટમાંથી સ્ટેમ્પ કબ્જે કર્યા છે. દસ્તાવેજ બનાવવાનાં મશીન, સિલ્વર પેપર, સીપીયુ સહિતનું સાહિત્ય કબ્જે કર્યું છે. 2-2 લાખ રૂપિયામાં નકલી લેખ ભૂમાફિયાઓને વેચવામાં આવતા હોવાની વિગત સામે આવી છે. ભૂમાફિયા સુધી તપાસ લંબાય તો નવાઈ નહી.

રજીસ્ટ્રાર કચેરીનાં કરાર આધારીત કર્મચારીની સંડોવણી પણ આશંકા

રાજકોટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજકોટ સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ કૌભાંડની આશંકા સેવાઇ રહી છે. આ તરફ હવે આશંકાને આધારે રજીસ્ટ્રાર કચેરીએ પ્રદ્યુમ્નનગર પોલીસને જાણ કરી છે. જેને લઈ ખાનગી ફ્લેટના 9માં માળે આવેલા ફ્લેટમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ સાથે એવું પણ સામે આવ્યું છે કે, આ ખાનગી ફ્લેટના 9માં મળે કરવામાં આવેલ તપાસમાં અનેક શંકાસ્પદ દસ્તાવેજ મળ્યા છે. આ તરફ હવે રજીસ્ટ્રાર કચેરીના કરાર આધારીત કર્મચારીની સંડોવણીની પણ આશંકા છે.

વધુ વાંચોઃ ATS-SOG પોલીસનું મેગા ઓપરેશન: તપાસમાં ઝડપાયું ઇન્ટરનેશનલ કોલનું મસમોટું કૌભાંડ, જાણો

પોલીસે રહેણાંક ફ્લેટમાં તપાસ હાથ ધરી

આ તરફ સમગ્ર આશંકાને ગંભીરતાને જોતાં પોલીસ પણ એક્શનમાં આવી અને ખાનગી ફલેટના 9 માળે આવેલ રહેણાક ફ્લેટમાં તપાસ હાથ ધરાઇ હતી. જોકે આ તપાસ દરમિયાન અનેક દસ્તાવેજ મળ્યા હોવાની વિગત સામે આવી છે. આ સાથે શંકાસ્પદ દસ્તાવેજને લઇ બંધ બારણે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot News Fake Document Scam Disclosure
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ