ન્યૂઝ અપડેટ્સ
VTV / Tech & Auto / save your money in just 5 steps from OTP frauds
ADVERTISEMENT
ખાસ કરીને જે લોકો હજુ ડિજિટલ પેમેન્ટ શીખી રહ્યા છે તેમની સાથે ઠગાઈની ઘટનાઓ વધી રહી છે. આજે આપણે જાણીશું શું છે OTP ફ્રોડ અને તેનાથી કઈ રીતે બચી શકાય છે.
ADVERTISEMENT
શું છે OTP ફ્રોડ?
ઓનલાઈન કે ડિજિટલ પ્લેટફોર્મ પર પેમેન્ટ કરતા યૂઝર્સની તરફથી પેમેન્ટ થઇ રહ્યું છે તેની ખાતરી કરવા માટે તેમના ડિવાઈસ પર ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ) આપવામાં આવે છે. જેના ઉપયોગ બાદ જ તમે પેમેન્ટ કરી શકો છો. આ જ કારણ છે કે ઓટીપી કોઈની સાથે શેર ન કરવાની સલાહ આપવામાં આવે છે. ઓટીપી ટેક્સ્ટ મેસેજના રૂપે મળે છે અને તેને થોડી મિનિટો સુધી જ ઉપયોગમાં લઈ શકાય છે. ફ્રોડ કરનારાના ઓટીપી મેળવીને મોટી રકમ એકાઉન્ટથી ઉપાડી લેતા હોય છે. આવો જાણીએ કયા સ્ટેપ્સને ફોલો કરીને તમે તમારા એકાઉન્ટને સેફ રાખી શકો છો અને ફ્રોડથી બચી શકો છો.
ADVERTISEMENT
કોઈને પણ ન જણાવો ઓટીપી
ADVERTISEMENT
પેમેન્ટ કરતી સમયે મળતો ઓટીપી નંબર કોઈની પણ સાથે શેર ન કરો. કોલ, વોટ્સએપ કે ઈમેલ પર સામે કોઈ પણ હોય, બેંકના કર્મચારી હોય તો પણ ઓટીપી શેર કરવો નહીં. બેંક એકાઉન્ટ હોલ્ડર ક્યારેય ઓટીપી પૂછતા નથી. માટે કોઈ તમને મૂર્ખ ન બનાવે તેનું ધ્યાન રાખો.
પેમેન્ટ સોર્સ અને અમાઉન્ટ પર રાખો નજર
ADVERTISEMENT
ઓટીપી ફ્રોડથી બચવા જરૂરી છે કે જ્યારે ઓટીપી નાંખો ત્યારે ચેક કરો કે કેટલી અમાઉન્ટ તમારા એકાઉન્ટથી કપાશે. સાથે જ જો સોર્સ વિશ્વસનીય હોય તો જ પેમેન્ટ કરો અથવા પેમેન્ટ કેન્સલ કરો.
રૂપિયા રિસીવ કરવા ઓટીપી જરૂરી નથી
ADVERTISEMENT
યાદ રાખો કે પેમેન્ટ કરવા માટે જ ઓટીપી જરૂરી છે. પણ કોઈની પાસેથી રૂપિયા લેતી સમયે ઓટીપી જરૂરી રહેતો નથી. અનેક એવા કેસ બન્યા છે જેમાં ફ્રોડ કરનારા પોતે જ રૂપિયાની ખોટી વાતો કરીને ઓટીપી પૂછી લે છે અને એકાઉન્ટ ખાલી કરી દેતા હોય છે.

ADVERTISEMENT
ઓફિશ્યિલ એપનો કરો ઉપયોગ
ફ્રોડ કરનારા અનેક વાર સ્માર્ટફોન એપની મદદથી ઓટીપી અને કાર્ડની ડિટેલ્સ ચોરી લે છે. ટોર્ચ કે કેલ્ક્યુલેટર જેવા એપ્સ પણ ડિવાઈસનો ડેટા ચોરી શકે છે. આ ડેટા ફ્રોડ કરનારા સુધી પહોંચે છે. એવામાં પ્લે સ્ટો કે એપ સ્ટોરથી ડાઉનલોડ કરેલી ઓફિશ્યિલ એપ્સનો જ ઉપયોગ કરો.
ઓફિશ્યિલ કસ્ટમર કેર સર્વિસ નંબરનો કરો સંપર્ક
તમે બેંક એકાઉન્ટ કે પેમેન્ટ સાથે જોડાયેલી ફરિયાદ માટે ઓફિશ્યિલ કસ્ટમર કેર સર્વિસ નંબર પર ફોન કરો. ફ્રોડ કરનારા ફેક હેલ્પલાઈન નંબર અને વેબસાઈટ્સ બનાવીને ડેટા ચોરવાની કોશિશ કરે છે. સ્કૈમર ગૂગલ મેપ્સ પર પણ ખોટા નંબર અપલોડ કરીને લોકોને ઠગી લે છે. આવા ટ્રેકિંગમાં ક્યારેય ન ફસાઓ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો