બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / હાઉસવાઈફ માટે ખાસ, રોજના માત્ર 20 રૂપિયા બચાવો અને બની શકો છો લખપતિ

તમારા કામનું / હાઉસવાઈફ માટે ખાસ, રોજના માત્ર 20 રૂપિયા બચાવો અને બની શકો છો લખપતિ

Jugal Shah

Last Updated: 03:01 PM, 21 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saving Tips For Housewife: જો તમે ગૃહિણી છો તો તમારે પૈસાની બચત કરવી ખૂબ જરૂરી છે. નોકરી કરતી મહિલાઓ તો તેમની કમાણીમાંથી બચત કરી શકે છે પરંતુ ગૃહિણીઓ ઘરમાંથી નાની બચત કરીને સારી એવી મુડી ભેગી કરી શકે છે. તમારી એક નાની બચતથી મોટું ફંડ ભેગુ કરી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે બચત કરવી...

આજના સમયમાં નિશ્ચિત આવકમાં બચત કરવી, તે સૌ કોઈ માટે કપરું બની જાય છે, પરંતુ નાણાકીય નિષ્ણાતો માને છે કે બચત એ એક આદત છે, જે ગમે તેવી ખરાબ પરિસ્થિતિ આવે ત્યારે તે બચત કરેલી મૂડી કામમાં આવે છે. આજના સમયમાં મહિલાઓ પર પુરુષ માફક કામ કરીને આવકનો સ્ત્રોત ઉભો કરીને બચત કરે છે. જો કે દેશમાં હજુ પણ એવી મહિલાઓ છે જે નોકરી કે વ્યવસાય નથી કરતી ફક્ત ગૃહિણી છે. જેને કોઈ નિશ્ચિત આવક હોતી નથી.

પૈસાનું સેવિંગ કરવાનું વિચારી રહ્યા છો?

આમ જો તમે ગૃહિણી છો અને પૈસાનું સેવિંગ કરવાનું વિચારી રહ્યા છો તો આ ટિપ્સ તમારા માટે સૌથી બેસ્ટ છે. તમે આ નાની-નાની વાતોને ફોલો કરીને પૈસાનું સેવિંગ કરો છો તો તમારા પૈસા બચે છે અને સાથે તમે લાઇફને ફુલ ટુ એન્જોય કરી શકો છો. ગૃહિણીને હંમૈશા મનમાં એવો સવાલ થતો હોય છે કે હું તો ઘર સંભાળું છું, કમાવવા નથી જતી તો મારી બચત શું? ત્યારે આ લેખથી ગૃહિણી ઘરેથી નાની બચત કરી શક્શે અને એ જ બચતથી લાંબા ગાળે સારી એવી રકમ એકઠી કરી શકે છે.

vtv app promotion

ફક્ત આટલા રુપિયાની કરો બચત

હવે ગૃહિણીએ આ માટે કોઈ મોટી રકમ નહીં પણ ફક્ત રોજના 10,20 કે 50 રુપિયાની બચત કરવાની છે. તો હવે તમે કહેશો કે આજના સમયમાં 10 કે 20 રુપિયામાં શું આવે? ત્યારે કહેવત છે ને કે ટીપે-ટીપે જ સરોવર ભરાય છે. આખું ઘર સંભાળતી સ્ત્રી જો રોજના 10,20 કે 50 રપિયાની બચત કરવાની શરુઆત કરી દે તો એ ફક્ત નાણા જ નહીં પણ પરિવારનું સુખ, ભવિષ્ય બધુ જ બચાવે છે. બચત કરેલા નાણાંને ઘરમાં ન રાખવા જોઈએ, તેનું રોકાણ કરવું જોઈએ.

રોકાણના અનેક વિકલ્પો ઉપલબ્ધ

આજે રોકાણના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે જેમાં પોસ્ટ ઓફિસમાં RD, દીકરીઓ માટે સ્કીમ છે. આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડને રોકાણ માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. જેમાં 10થી 12 ટકા સુધી રિટર્ન મળી શકે છે. આ સિવાય તમે ફાઇનાન્સ એડવાઈઝરની મદદ લઈને રોકાણ કરી શકો છો.

વધુ વાંચો : ઓફિસના સાથી કર્મચારી જેવા તેવા મેસેજ કરે, ખરાબ નજરે જુએ તો અહીં કરો ફરિયાદ, કાયદો આપશે સજા

નાની બચત, મોટી કમાલ

જો રોજના 20 રુપિયાની બજત કરો છો તો દર મહિને 600 રુપિયાની બચત થશે. આમ જો દસ વર્ષ સુધી 10 ટકા વ્યાજ સાથે આ રકમ ઈનવેસ્ટ કરો તો તમને એક લાખ સુધીનું રિટર્ન મળે છે. જો રોજના 50 રુપિયાની બચત કરો છે તો તમને 10 વર્ષમાં ચાર લાખ કરતા પણ વધુની બચત થઈ શકે છે.

દિવસની નાની બચતથી કેટલી મોટી રકમ બની શકે?

(દર મહિને રોકાણ અને દર વર્ષના વ્યાજથી ગણતરી)

Saving Tips For Housewife

અહીં નોંધવા જેવી બાબત છે કે આ મૂલ્યો અંદાજિત છે અને માસિક રોકાણ (SIP) અને વાર્ષિક વ્યાજ પ્રમાણે ગણવામાં આવ્યા છે. હકીકતમાં નફો બજારની સ્થિતિ અને પસંદ કરેલા ફંડ ઉપર આધાર રાખે છે.

વધુ વાંચો : ચોમાસામાં ટ્રેકિંગ, કેમ્પિંગ કરવું હોય, તો પહોંચી જાવ અહીં, 3 દિવસમાં થશે સ્વર્ગનો અનુભવ

આ રીતે ઘરમાં જ કરો બચત

  • બેફામ ખરીદી ટાળો
  • પાણી-વીજળી બચાવો
  • ખર્ચા પર થોડો કંટ્રોલ કરો
  • ગલ્લામાં થોડા-થોડા રુપિયા ભેગા કરો

શીલાબેનનું છોટું પિગી બેંક

અમદાવાદમાં રહેતા શીલાબહેનને તેના પતિ રોજના 500 રુપિયા આપે છે, જેમાંથી તેમણે 20 રુપિયાની પાંચ વર્ષ સુધી બચત કરીને લોન વગર જ દીકરાને સ્કૂટર લઈ આપ્યું છે. તેમણે બચત અંગે કહ્યું હતું કે, 'હું બીજી મહિલાઓની જેમ કમાવા જતી નથી, પણ નાની બચતથી જ મારી કમાણી થઈ ગઈ છે'. તો પછી વિચારો છો શું તમે પણ આજથી રોજના 20 રૂપિયા બચાવવાનો પ્લાન શરુ કરી દો.

(DISCLAIMER આ આર્ટિકલમાં લખેલા વિચારો લેખકના છે. એટલે કે કોઈ પણ જગ્યાએ રોકાણ કે કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Saving Tips For Housewife saving Scheme Saving Tips
Jugal Shah

Jugal Shah, CFA with over 11 years of experience in Financial Markets & he is owner at Sunrise Finserv.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ