ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / Samsungના ફોન-ટેબલેટ ખરીદનારા સાવધાન! સપ્ટેમ્બરથી ભાવ વધવાની શક્યતા, મેમરી ચિપના વધતા ભાવની અસર

photo-story

6 ફોટો ગેલેરી

ટેક / Samsungના ફોન-ટેબલેટ ખરીદનારા સાવધાન! સપ્ટેમ્બરથી ભાવ વધવાની શક્યતા, મેમરી ચિપના વધતા ભાવની અસર

Last Updated: 07:26 PM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સેમસંગ ભારતમાં સપ્ટેમ્બરથી બજેટથી લઈને ફોલ્ડેબલ સુધીના અનેક ફોનની કિંમત વધારી શકે છે. જેનું મુખ્ય કારણ મેમરી ચિપની વધતી કિંમત અને રૂપિયાની કમજોરી છે.

1/6

photoStories-logo

1. સેમસંગના સ્માર્ટફોન હવે વધુ થઈ શકે છે મોંઘા

સેમસંગના ફોન ખરીદનારા ગ્રાહકો માટે આવનારો મહિનો થોડો ભારે પડી શકે છે. રિપોર્ટ્સ અનુસાર કંપની ભારતમાં સપ્ટેમ્બરથી પોતાના અનેક સ્માર્ટફોનની કિંમત વધારવાની તૈયારી કરી રહી છે. આ વખતે માત્ર સસ્તા ફોન જ નહીં પણ પ્રીમિયમ અને ફોલ્ડેબલ મોડલ પણ મોંઘા થઈ શકે છે. નવી કિંમતો સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાથી લાગુ થવાની શક્યતા છે, જોકે કંપનીએ હજુ સુધી કોઈ ઓફીશીયલ જાહેરાત કરી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ફોલ્ડેબલ ફોન પર વધુ અસર થઈ શકે

તાજેતરમાં લોન્ચ થયેલા Galaxy Z Fold8 Ultra, Galaxy Z Fold8 અને Galaxy Z Flip8ની કિંમતમાં નોંધપાત્ર વધારાની ચર્ચા છે. આ ફોનની વર્તમાન કિંમત આશરે 1.25 લાખથી 2.60 લાખ રૂપિયા વચ્ચે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ફોલ્ડેબલ મોડલની કિંમતમાં 8થી 20 ટકા સુધીનો વધારો થઈ શકે છે. જો આવું થાય તો કેટલાક મોડલ ખરીદવા માટે ગ્રાહકોએ નોંધપાત્ર વધુ રકમ ખર્ચવી પડી શકે છે. સાથે જ Galaxy A અને M સિરીઝ જેવા બજેટ અને મિડ-રેન્જ ફોન પણ મોંઘા થવાની શક્યતા છે. એટલે કે કંપનીના સસ્તા ફોનથી લઈને મોંઘા ફોલ્ડેબલ સુધી ઘણા ડીવાઈઝની કિંમત બદલાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કિંમત વધવાનું મુખ્ય કારણ

કિંમત વધારાની પાછળ સૌથી મોટું કારણ સ્માર્ટફોનમાં વપરાતી મેમરી ચિપની વધતી કિંમત માનવામાં આવી રહ્યું છે. તે સિવાય ડોલર સામે રૂપિયાની કમજોરીએ પણ કંપનીઓની કિંમત વધારી છે. સેમસંગ પોતે મેમરી ચિપ બનાવતી મોટી કંપનીઓમાંની એક છે છતાં વધતી કિંમતનો અસર તેના પર પણ પડ્યો છે. અત્યાર સુધી કંપનીએ વધેલી કિંમતનો થોડો ભાગ પોતે ઉપાડવાનો પ્રયાસ કર્યો છે, પણ હવે આ દબાણનો અમુક હિસ્સો ગ્રાહકો પર પણ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બજેટ ફોન પહેલેથી જ થઈ રહ્યા છે મોંઘા

સેમસંગની કિંમત વધારાની ચર્ચા એવા સમયે આવી છે જ્યારે બજેટ સ્માર્ટફોનનું બજાર પહેલેથી જ દબાણ હેઠળ છે. રિપોર્ટ્સ અનુસાર ભારતમાં 15 હજાર રૂપિયાથી ઓછી કિંમતવાળા ફોનની માર્કેટ શેર ઝડપથી ઘટી રહી છે. બીજી કંપનીઓ પણ કિંમત વધારી ચૂકી છે. OnePlusએ છેલ્લા અમુક મહિનામાં અનેક વાર પોતાના ફોન મોંઘા કર્યા છે અને OPPOએ પણ કેટલીક સિરીઝની કિંમતમાં ફેરફાર કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મોંઘા ફોનની માંગ હજુ પણ મજબૂત

એક તરફ સસ્તા ફોનની વેચાણ પર દબાણ છે, તો બીજી તરફ પ્રીમિયમ સ્માર્ટફોનની માંગ સારી રહી છે. સેમસંગના નવા ફોલ્ડેબલ ફોનની લોન્ચિંગ પછી માત્ર 75 કલાકમાં આશરે 2.71 લાખ યુનિટની પ્રી-બુકિંગ થઈ હતી. જેમાં ગ્રાહકો હવે ઓછા ફોન ખરીદવાને બદલે વધુ સારા અને મોંઘા મોડલ પર વધુ પૈસા ખર્ચી રહ્યા છે. તેથી જ કુલ વેચાણ ઘટવા છતાં સ્માર્ટફોનની સરેરાશ કિંમત વધી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. તહેવારોમાં પણ ઓછી છૂટ મળી શકે

સપ્ટેમ્બર બાદ ભારતમાં ફેસ્ટિવ સીઝન શરૂ થશે. સામાન્ય રીતે આ સમયે કંપનીઓ મોટા ડિસ્કાઉન્ટ અને ઓફર આપે છે. પણ જો મેમરી ચિપ અને બીજા કોમ્પોનન્ટની કિંમત ઊંચી રહે તો આ વર્ષે વધુ છૂટ આપવાની ગુંજાઇશ ઓછી રહી શકે છે. હાલમાં સેમસંગે નવી કિંમતોની ઓફિશિયલ પુષ્ટિ કરી નથી. તેથી સપ્ટેમ્બરમાં કેટલો વધારો થશે તેની સ્પષ્ટ માહિતી કંપનીની જાહેરાત પછી જ જાણવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

expensive phones Samsung smartphones foldable phones
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ