ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Samsungના 2 ધમાકેદાર ફોન લોન્ચ, 6000mAh બેટરી અને 50MP કેમેરાથી મચાવશે ધૂમ!

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / Samsungના 2 ધમાકેદાર ફોન લોન્ચ, 6000mAh બેટરી અને 50MP કેમેરાથી મચાવશે ધૂમ!

Last Updated: 04:32 PM, 1 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સેમસંગે ભારતીય માર્કેટમાં પોતાના બજેટ સ્માર્ટફોન પોર્ટફોલિયોનો વિસ્તાર કરતા બે નવા સ્માર્ટફોન Galaxy M08 અને Galaxy F08 લોન્ચ કર્યા છે.

1/5

photoStories-logo

1. Samsungના 2 ધમાકેદાર ફોન લોન્ચ, 6000mAh બેટરી અને 50MP કેમેરાથી મચાવશે ધૂમ!

દક્ષિણ કોરિયન ટેક જાયન્ટ સેમસંગ ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં એન્ટ્રી-લેવલ અને બજેટ સેગમેન્ટના ગ્રાહકોને આકર્ષવા માટે પોતાના બે નવા સ્માર્ટફોન Galaxy M08 અને Galaxy F08 સત્તાવાર રીતે રજૂ કર્યા છે. સેમસંગની અધિકૃત વેબસાઇટ પર આ બંને ડિવાઇસને 'Coming Soon' ટેગ સાથે લિસ્ટ કરવામાં આવ્યા છે. ઓછી કિંમતમાં શ્રેષ્ઠ સ્પેસિફિકેશન્સ અને લાંબા ગાળા સુધી સોફ્ટવેર સપોર્ટ શોધતા ગ્રાહકો માટે આ બંને ફોન ઉત્તમ વિકલ્પ સાબિત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ડિસ્પ્લે, ડિઝાઇન

Galaxy M08 અને Galaxy F08 માં 6.7 inch ની HD+ PLS LCD ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 720x1600 pixels છે. આ સ્માર્ટફોનનું વજન માત્ર 197 grams અને મોટાઈ 8.0mm છે, જેના કારણે તે હાથમાં પકડવામાં ખૂબ અનુકૂળ રહે છે. ધૂળ અને પાણીના છાંટાથી રક્ષણ મેળવવા માટે તેમાં IP64 રેટિંગ સાથે સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. પરફોર્મન્સ

પરફોર્મન્સની વાત કરીએ તો, બંને ડિવાઇસમાં 2.2GHz સુધીની ક્લોક સ્પીડ ધરાવતું MediaTek Helio G99+ ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન 4GB RAM અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ ઓપ્શનમાં લિસ્ટ થયા છે, જેને માઇક્રોએસડી કાર્ડની મદદથી 2TB સુધી વધારી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કેમેરા અને બેટરી લાઈફ

ફટોગ્રાફી માટે બંને ફોનના રિયરમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ મળે છે, જેમાં 50MP નો પ્રાઇમરી કેમેરા અને 2MP નો સેકન્ડરી કેમેરા સામેલ છે. પ્રાઇમરી કેમેરા ઓટોફોકસ અને 10x ડિજિટલ ઝૂમ સપોર્ટ સાથે આવે છે, જેનાથી Full HD 30fps સુધીનું વિડીયો રેકોર્ડિંગ કરી શકાય છે. સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે ફ્રન્ટમાં 8MP નો કેમેરા આપવામાં આવ્યો છે. આ બંને મોડેલમાં 6,000mAh ની વિશાળ બેટરી લાઈફ મળે છે, જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. જોકે, ગ્રાહકોને રિટેલ બોક્સમાં ચાર્જર અલગથી નહીં મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. 6 વર્ષ સુધી સોફ્ટવેર અપડેટ્સ અને સ્માર્ટ ફીચર્સ

આ બંને સ્માર્ટફોન Android 17 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. સેમસંગે આ મોડેલ્સ સાથે 6 જનરેશન સુધી OS અપગ્રેડ અને 6 વર્ષ સુધીના સિક્યોરિટી અપડેટ્સ આપવાની જાહેરાત કરી છે, એટલે કે આ ફોનને 2032 સુધી સત્તાવાર અપડેટ્સ મળતા રહેશે. આ ઉપરાંત, તેમાં Circle to Search, Quick Share, Knox Vault અને SmartThings જેવા પ્રીમિયમ ફીચર્સ પણ શામેલ કરાયા છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, ડ્યુઅલ સિમ, Wi-Fi 5, Bluetooth 5.3, GPS અને USB Type-C પોર્ટ આપવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

GalaxyM08 GalaxyF08 SamsungGalaxy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ