બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sabarkantha polo forest snow fall view

હિમ વર્ષા / સાબરકાંઠાના મીની કાશ્મીરમાં બરફની ચાદર, જુઓ અદ્ભૂત નજારો

Published By: Gayatri

Last Updated: 11:05 AM, 29 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં શિયાળો જામ્યો છે ત્યારે સાબરકાંઠામાં એક અનોખો માહોલ સર્જાયો છે મીની કાશ્મીર ગણાતા પોલો ફોરેસ્ટમાં બરફની ચાદર છવાઈ છે.

  • સાબરકાંઠામાં મિની કશ્મીર જેવો નજારો
  • વિજયનગર પોલો ફોરેસ્ટના ગામોમાં બરફની ચાદર
  • પોલો ફોરેસ્ટની આસપાસના ખેતરોમાં બરફની ચાદર

સાબરકાંઠામાં મિની કશ્મીર જેવો નજારો સર્જાયો છે. વિજયનગર પોલો ફોરેસ્ટના ગામોમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી.  પોલો ફોરેસ્ટની આસપાસના ખેતરોમાં બરફની ચાદર જોવા મળી હતી. ધોલીવવા કંપા આંતરિયાળ વિસ્તારોમાં હિમવર્ષા જેવો માહોલ સર્જાયો છે. 

તાપમાન ગગડ્યુ

સરેરાશ કરતા 10થી 12 ડિગ્રી તાપમાન ઘટયું છે. રાત્રી બાદ વહેલી સવારે બરફની ચાદર પથરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. 

હવામાન વિભાગ મુજબ આગામી 3 દિવસ માટે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાન 7 ડિગ્રી સુધી ગગડી શકે છે. રાજ્યના કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટમાં ઠંડી વધુ પડવાની આગાહી કરવામાં આવી છે. 
 



હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 72 કલાક હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતાં આગામી 48 કલાક રાજ્યના તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. 

ઉત્તર ભારતમાં પડેલી હિમવર્ષના પગલે રાજ્યમાં આગામી 72 કલાક સુધી હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. આમ રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. 

કડકડતી ઠંડીએ ભરૂચના લોકોને ધ્રુજાવ્યાં

રાજ્યના મોટા ભાગના શહેરો ઠંડાગાર જોવા મળ્યાં છે. કડકડતી ઠંટીએ ભરુચના લોકોને પણ ધ્રુજાવી દીધા છે. શીતલહેર વચ્ચે વાતાવરણ ઠંડુગાર બન્યું છે. લોકો ગરમ કપડા પહેરી તાપણા કરતાં દેખાયા છે. 

ડિસામાં કાતિલ ઠંડીનો અહેસાસ

રાજ્યમાં પડી રહેલી છેલ્લા 2 દિવસની કડકડતી ઠંડીના કારણે ડીસામાં પારો 5 ડિગ્રી આસપાસ પહોંચી ગયેલો જોવા મળ્યો. જેના કારણે ઠંડીમાં લોકો સવારે યોગ-કસરતો કરતા નજરે પડ્યા. 
રાજ્યના શહેરોના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 7 ડિગ્રી, નલિયામાં 2 ડિગ્રી, ભુજમાં 8 ડગ્રી, ડીસામાં 5 ડીગ્રી, ગાંધીનગરમાં 7 ડિગ્રી, રાજકોટમાં 7 ડિગ્રી જ્યારે જૂનાગઢમાં 8 ડિગ્રી નોંધાયું છે. 

હિમાચલ પ્રદેશના 9 જિલ્લામાં ભારે હિમવર્ષા થઇ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ 2 દિવસ કોલ્ડ વેવની આગાહી કરી છે. શિમલામાં સિઝનનો સૌથી ઠંડો દિવસ જોવા મળ્યો હતો. શિમલાથી ઉપરના વિસ્તારોમાં તમામ માર્ગો  બ્લોક થઇ ગયેલા જોવા મળ્યાં છે. 

જ્યારે બીજી તરફ જમ્મૂ-કાશ્મીરના રામબનમાં પણ ભારે હિમવર્ષાના કારણે ચોતરફ બરફની ચાદર છવાઇ ગયેલી જોવા મળી છે. સનાસર, પટનીટોપ સહિતના વિસ્તારોમાં વાહનો અને હોટલો પર બરફના થર જામેલા જોવા મળ્યાં છે. 
હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં 4 ફૂટ હિમવર્ષા જોવા મળી. હિમવર્ષાના કારણે 100 પર્યટકો ફસાયા હતા. રેસ્કયૂટીમ દ્વારા 15 કિમી પગપાળા ચાલીને પર્યટકોનું રેસક્યું કરવામાં આવ્યું. 

સંકળાયેલા મુદ્દાઓ

Polo Forest Snow Winter cold sabarkatnha ઠંડી પોળો સાબરકાંઠા polo forest

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ