બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / coronavirus new strain uk australia south africa nigeria update what is covid mutation

ચિંતા / બ્રિટન બાદ આ 2 જગ્યાઓએ આવ્યા સ્ટ્રેનના કેસ, જાણો શું નવા સ્ટ્રેનને રોકી શકશે કોરોનાની વેક્સીન?

Published By: Bhushita

Last Updated: 10:04 AM, 26 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટન બાદ હવે દક્ષિણ આફ્રિકા અને નાઈજીરિયામાં પણ કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળી રહ્યો છે. ભારતે બ્રિટનથી આવેલા મુસાફરોને માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કર્યો છે. બ્રિટનમાં જે નવા વેરિએન્ટ મળ્યા છે તેને VUI 202012/01 નામ આપવામાં આવ્યું છે. નવો સ્ટ્રેન કોરોના વાયરસ કરતાં પણ 70 ટકા વધારે ખતરનાક છે.

  • કોરોનાના નવા પ્રકારનો કહેર
  • દક્ષિણ આફ્રિકા અને નાઈજીરિયામાં કોરોનાના નવા સ્ટ્રેન
  • નવા પ્રકારને રોકવાને લઇ એક્શન પ્લાન

દુનિયામાં અનેક જગ્યાઓએ ખાસ કરીને બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થતાં જ તમામ દેશની સરકાર સતર્ક બની છે. અનેક દેશોએ અહીંથી આવતી ફ્લાઈટ્સ બંધ કરી છે તો સાથે જ ભારતે અહીંથી આવી રહેલા નાગરિકો માટે RT-PCR  ટેસ્ટ ફરજિયાત કર્યો છે. આ સમયે સવાલ એ છે કે શું કોરોનાની રસી આ સ્ટ્રેનના માટે અસરકારક રહેશે?

શું આ ફેરફારની વેક્સીન પર અસર થશે..

હાલમાં તો આ સવાલનો જવાબ ના છે. આઈસીએમઆરના પૂર્વ સાયન્ટિસ્ટ ડો. રમન ગંગાખેડેકરે કહ્યું કે જે વેક્સીન બની રહી છે તે  સ્પાઈક પ્રોટીનને ધ્યાનમાં રાખીને બનાવાઈ છે. આ સમયે વાયરસના એક ભાગમાં ફેરફાર આવ્યો છે. તેના કારણે એમ ન કહી શકાય કે નવી વેક્સીનની જરૂર રહેશે.

જે વેક્સીન બની રહી છે તે જ ઉપયોગી રહેશે?

હા, દેશની ટોપ વેક્સીન સાયન્ટિસ્ટ વેલ્લોરના ક્રિશ્ચિન મેડિકલ કોલેજમાં પ્રોફેસર ડો. ગગનદીપ કંગનું કહેવું છે કે જે વેક્સીન બની રહી છે તે સ્પાઈક પ્રોટીનના અલગ અલગ ભાગને ટારગેટ કરે છે. વાયરસની વિરુદ્ધમાં ન્યૂટ્રલાઈઝિંગ એન્ટીબોડી બનાવે છે. આ સમયે વાયરસમાં કેટલાક ફેરફાર આવે છે જેનાથી વેક્સીનની એફિકેસી પર અસર ન થવી જોઈએ. 
  

વેક્સીન બનાવનારી કંપનીઓ શું કહે છે

વેક્સીન બનાવનારી ફાઈઝર, મોર્ડના અને અનેક કંપનીનો દાવો છે કે તેમની વેક્સીન આ સ્ટ્રેન પર પણ કામ કરશે. બદલાતા વાયરસની તેમની વેક્સીનની ઇફેક્ટિવનેસ પર અસર થશે નહીં. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના અનુસાર વાયરસને નેચરલ ઈન્ફેક્શન કે વેક્સીનની અસરથી બચાવવું છે તો તેના સ્પાઈક પ્રોટીનને અનેક મ્યુટેશનમાંથી પસાર થવું પડશે. WHOએ પણ કહ્યું કે લેબોલેટરી સ્ટડી ચાલી રહ્યો છે. તેમાં જોવા મળ્યું છે કે આ નવા વાયરસના જૈવિક ગુણોમાં કોઈ ફેરફાર  નથી. આ સમય વેક્સીનની ઇફેક્ટિવનેસ પર સ્ટ્રેન સાથે જોડાયેલી જાણકારી નથી. 

કોરોનાના નવા પ્રકારનો કહેર  

  • બ્રિટન બાદ દક્ષિણ આફ્રિકા અને નાઈજીરિયામાં સામે આવ્યો કોરોનાનો નવો પ્રકાર
  • ભારતે બ્રિટનથી આવેલા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કર્યો
  • કોરોનાના નવા પ્રકારને રોકવાને લઇ તમામ તૈયારીઓ
  • બ્રિટનમાં જે વેરિએન્ટ મળ્યા છે તેને VUI 202012/01 નામ આપવામાં આવે છે
  • નવા સ્ટ્રેનની ટ્રાન્સમિશનની ક્ષમતા જૂના વાઈરસની તુલનામાં 70 ટકા વધારે
  • વધારે ઉંડાણપૂર્વકના સંશોધનથી જાણવા મળ્યુ કે 14 જેટલા પરિવર્તન આવ્યા છે
  •  જૂના વાઈરસની તુલનામાં જીનેટીક મટેરીયલમાં 3 વસ્તુ ઓછી છે અથવા તે હટી ચુક્યા છે 
  • કોરોનાના નવા પ્રકારમાં ટેસ્ટિંગ અને વેક્સિનનેશનની અસરને લઇ સંશોધન
  • કોરોનાના નવા પ્રકારમાં પણ વેક્સિન અસરકારક રહે તેવો દાવો
  • ફાઇઝર અને મોડર્ના સહિતની કંપનીઓએ દાવો કર્યો
  • ''વેક્સિન નવા પ્રકાર પર પણ અસરકારક રહેશે''
  • એક મ્યુટેશન N501Yને લઈ વૈજ્ઞાનિકો મુશ્કેલીમાં છે
  • ટેસ્ટિંગ અને વેક્સિનેશન રિઝલ્ટ્સને અસર કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરાઇ રહ્યું છે

સંકળાયેલા મુદ્દાઓ

Australia New Strain Nigeria UK mutation અસરકારક કોરોના નાઈજીરિયા બ્રિટન વેક્સીન સ્ટ્રેન coronavirus new strain

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ