ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / નાઇજીરિયામાં હિંસા કેમ નથી અટકતી? ગામ પર હુમલો કરી 30 લોકોની નિર્દયી હત્યા

ભયાનક / નાઇજીરિયામાં હિંસા કેમ નથી અટકતી? ગામ પર હુમલો કરી 30 લોકોની નિર્દયી હત્યા

Published By: Nirav Kumar

Last Updated: 11:32 PM, 27 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાઇજીરિયાના કડુના રાજ્યમાં બંદૂકધારીઓના હુમલામાં 30થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે અનેક ઘાયલ પણ થયા છે. જેમાં સરકારની અકર્મણ્યતા અને વારંવારના હુમલાઓને કારણે સ્થાનિકોમાં આક્રોશ અને અસુરક્ષાની લાગણી વધી રહી છે.

ADVERTISEMENT

નાઇજીરિયાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં એક વખત ફરીથી બંદૂકધારીઓના હુમલાએ આખા વિસ્તારને હચમચાવી દીધો છે. જેમાં કડુના રાજ્યના કાઉરા વિસ્તારમાં આવેલા નારીડોન ગામમાં રવિવારે મોડી રાત્રે આ ઘટના બની હતી. જેમાં સ્થાનિકોના જણાવ્યા મુજબ આ હુમલામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.આ હુમલા બાદ આખા ગામમાં ભય અને દહેશતનો માહોલ છવાઈ ગયો છે.

  • સ્થાનિક સંગઠનનો આરોપ

આ અંગે સદર્ન કડુના પીસ એન્ડ સિક્યોરિટી નેટવર્કના અધ્યક્ષ ડેરેક ક્રિસ્ટોફરે જણાવ્યું કે, આ હુમલો રવિવારે મોડી રાત્રે થયો હતો. જેમાં તેમને કહ્યું કે આ જ ગામ પર પાછલા વર્ષે પણ આ સમયે હુમલો થયો હતો. તેમનો આરોપ છે કે સરકાર આ વિસ્તારને સશસ્ત્ર હુમલાઓથી બચાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે. તેમનો આરોપ છે કે સરકાર દ્વારા આ સમુદાયની સુરક્ષા માટે કોઈ ગંભીર પ્રયાસ જ થતો નથી.

  • હુમલા બાદની સ્થિતિ

આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે મૃતદેહોને નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને ઘાયલોની સારવાર ચાલુ છે. મૃતકોના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ હુમલા બાદ આખા ગામમાં ભય અને તણાવનું વાતાવરણ ઉભું થયું છે. જેમાં અનેક પરીવારોએ તેમના સભ્યોને ગુમાવ્યા છે અને લોકો ભવિષ્ય અંગે ચિંતામાં છે.

  • કોણે લીધી હુમલાની જવાબદારી ?

આ હુમલાની જવાબદારી અત્યાર સુધી કોઈ સંગઠને લીધી નથી. તેમ છતાં નાઇજીરિયાના ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-મધ્ય વિસ્તારોમાં 'બેન્ડિટ' તરીકે ઓળખાતા સશસ્ત્ર ગિરોહો નિયમિતપણે આવા હુમલા અને અપહરણ કરતા રહે છે. આ ગિરોહોમાં મોટા ભાગે એવા પૂર્વ પશુપાલકોનો સમાવેશ થાય છે જેઓ ખેડૂતો સાથેના સંઘર્ષ બાદ હથિયારો ઉઠાવી લીધા છે.

વધુ વાંચો : રશિયા-યુક્રેન યુદ્ધમાં ફરી કોમર્શિયલ જહાજ પર હુમલો, બે ભારતીય નાવિક લાપતા

  • નાઇજીરિયામાં હિંસાનું મુખ્ય કારણ

નાઇજીરિયા માત્ર બેન્ડિટથી જ પરેશાન નથી પણ બોકો હરામ અને ઇસ્લામિક ટેસ્ટ વેસ્ટ આફ્રિકા પ્રોવિન્સ જેવા સંગઠનોથી પણ પ્રભાવિત છે. આ તમામ હિંસક પ્રવૃત્તિઓને કારણે સામાન્ય નાગરિકોની સુરક્ષા એક મોટી ચિંતાનો વિષય બની ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bandits attacks Nigeria

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ