ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / રશિયા-યુક્રેન યુદ્ધમાં ફરી કોમર્શિયલ જહાજ પર હુમલો, બે ભારતીય નાવિક લાપતા

World News / રશિયા-યુક્રેન યુદ્ધમાં ફરી કોમર્શિયલ જહાજ પર હુમલો, બે ભારતીય નાવિક લાપતા

Published By: Ajitsinh Jadeja

Last Updated: 03:36 PM, 26 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Russia Ukraine War: આ જહાજમાં ચાર ભારતીય નાવિક સવાર હતા. કિવ સ્થિત ભારતીય દૂતાવાસે રવિવારે એક નિવેદન જારી કરીને પુષ્ટિ કરી છે કે ચાર ભારતીય નાગરિકોમાંથી બે સુરક્ષિત છે, જ્યારે બાકીના બે ગુમ થયેલા ભારતીય ક્રૂ સભ્યોની શોધ ચાલુ છે.

ADVERTISEMENT

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે કાળા સમુદ્રમાં વ્યાપારી જહાજો પર હુમલાઓ સતત ચાલુ છે. યુક્રેનના મુખ્ય બંદર શહેર ઓડેસામાં શનિવારે (25 જુલાઈ) ના અન્ય એક વેપારી જહાજ 'MV AGN Ragnar' પર હુમલો કરવામાં આવ્યો હતો.

આ જહાજમાં ચાર ભારતીય નાગરિકો (નાવિક) સવાર હતા. કિવ સ્થિત ભારતીય દૂતાવાસે રવિવારે એક નિવેદન જારી કરીને પુષ્ટિ કરી છે કે ચાર ભારતીય નાગરિકોમાંથી બે સુરક્ષિત છે, જ્યારે બાકીના બે ગુમ થયેલા ભારતીય ક્રૂ સભ્યોની શોધ ચાલુ છે.

એક અઠવાડિયામાં બીજો મોટો હુમલો, દૂતાવાસની નજર

યુક્રેનમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, "25 જુલાઈના ઓડેસા બંદર પર વેપારી જહાજ એમવી એજીએન રાગનર પર થયેલા હુમલા બાદ ભારતીય દૂતાવાસે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યુ છે. જહાજ પર ચાર ભારતીય નાગરિકો હતા. નવીનતમ માહિતી અનુસાર બે ભારતીયો સુરક્ષિત છે અને અન્ય બે વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. સર્ચ અને બચાવ કામગીરી ચાલી રહી છે, અને દૂતાવાસે સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્ક કર્યો છે."

આ ઘટના ખાસ કરીને ચિંતાજનક છે કારણ કે થોડા દિવસો પહેલા 19 જુલાઈના ઓડેસા બંદરથી રવાના થતી કાર્ગો જહાજ એમવી ગોલ્ડન લીઓ પર થયેલા હુમલામાં ચાર ભારતીય ખલાસીઓ માર્યા ગયા હતા. તે ઘટના બાદ ભારતે સખત વાંધો ઉઠાવ્યો અને એક વરિષ્ઠ રશિયન રાજદ્વારીને સમન્સ પાઠવ્યું.

વિદેશ મંત્રાલયે કડક ટ્રાવેલ્સ એડવાઇઝરી જારી કરી

કાળો સમુદ્રમાં જહાજો પર વારંવાર થઇ રહેલા હુમલાઓમાં ઓછામાં ઓછા પાંચ ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ આ ક્ષેત્રમાં કાર્યરત તમામ ભારતીય નાવિકો અને વેપારી નૌકાદળના કર્મચારીઓ માટે વિગતવાર સુરક્ષા સલાહ જારી કરી છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ ભારત-નેપાળ સરહદ વિવાદ ફરી ગરમાયો! ₹1ના સિક્કા પર લિપુલેખ-કાલાપાની દર્શાવશે નેપાળ

વિદેશ મંત્રાલયે ચેતવણી આપતા કહ્યુ કે એપ્રિલથી કાળા સમુદ્રમાં કોમર્શિયલ જહાજો પર મિસાઇલ અને ડ્રોન હુમલાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ જોખમી દરિયાઈ માર્ગો પરથી પસાર થતા જહાજોએ સતર્ક રહેવાની જરૂર છે.

વિદેશ મંત્રાલયે નાવિકોને કોઈપણ શિપિંગ કંપની અથવા ભરતી એજન્સી સાથે કામ શરૂ કરતા પહેલા જહાજના રૂટ, રોકાવાનો પોર્ટ, વીમા કવર, સુરક્ષા વ્યવસ્થા અને ઇમરજન્સી રિસ્પોન્સ વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની સલાહ આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ukraine Russia War MV AGN Ragnar Black Sea

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ