ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ભારત-નેપાળ સરહદ વિવાદ ફરી ગરમાયો! ₹1ના સિક્કા પર લિપુલેખ-કાલાપાની દર્શાવશે નેપાળ

અવળચંડાઇ / ભારત-નેપાળ સરહદ વિવાદ ફરી ગરમાયો! ₹1ના સિક્કા પર લિપુલેખ-કાલાપાની દર્શાવશે નેપાળ

Published By: Priykant Shrimali

Last Updated: 01:45 PM, 26 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nepal One Rupee Coin Controversy : નેપાળના ₹1ના નવા સિક્કા પર વિવાદિત નકશો હશે, ભારતે અગાઉ પણ નોંધાવી હતી આપત્તિ

ADVERTISEMENT

Nepal One Rupee Coin Controversy : ભારત અને નેપાળ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો સરહદી વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. વાસ્તવમાં નેપાળ સરકારે ₹1નો નવો સિક્કો બહાર પાડવાનો નિર્ણય લીધો છે, જેમાં લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાનીને નેપાળના ભાગ તરીકે દર્શાવતા વિવાદિત નકશાનો સમાવેશ કરવામાં આવશે. ભારત આ ત્રણેય વિસ્તારોને ઉત્તરાખંડનો ભાગ માને છે અને અગાઉ પણ આ મુદ્દે પોતાની આપત્તિ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી ચૂકી છે.

નવા સિક્કા પર રહેશે વિવાદિત નકશો ?

નેપાળ રાષ્ટ્ર બેંક (NRB)ના પ્રવક્તા ગુરુ પ્રસાદ પૌડેલે જણાવ્યું કે, ટૂંક સમયમાં ₹1નો નવો સિક્કો જારી કરવામાં આવશે. સિક્કાની અંતિમ ડિઝાઇન હજુ સત્તાવાર રીતે જાહેર થઈ નથી, પરંતુ તેમાં નેપાળના સત્તાવાર નકશાનો જ ઉપયોગ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ નકશામાં લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાનીને નેપાળના વિસ્તાર તરીકે દર્શાવવામાં આવ્યા છે.

2020થી વિવાદ વધુ ચર્ચામાં

આ સરહદી વિવાદ મે 2020માં વધુ ચર્ચામાં આવ્યો હતો. તે સમયે નેપાળની તત્કાલીન સરકારના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ નવો સત્તાવાર નકશો જાહેર કર્યો હતો, જેમાં આ ત્રણેય વિસ્તારોને નેપાળના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ભારતે તે સમયે પણ આ પગલાનો વિરોધ કર્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે આ વિસ્તારો ઉત્તરાખંડનો અભિન્ન ભાગ છે.

મઠની તસવીરનો નિર્ણય બદલાયો

તાજેતરમાં નેપાળ સરકારે એક નિર્ણય કર્યો હતો કે ₹1ના સિક્કા પરનો નકશો હટાવી તેના સ્થાને બૌદ્ધ મઠ (મોનાસ્ટ્રી)ની તસવીર મૂકવામાં આવશે. જોકે, આ નિર્ણયનો વિરોધ પક્ષો અને સામાન્ય નાગરિકોએ વિરોધ કર્યો હતો. વધતા દબાણને ધ્યાનમાં રાખીને સરકારે પોતાનો નિર્ણય બદલી દીધો અને હવે ફરીથી વિવાદિત નકશા સાથે જ સિક્કો બહાર પાડવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : ટ્રમ્પનો મોટો નિર્ણય, ભારત સહિત 17 દેશોના આયાતી માલ પર 10% વધારાનો ટેરિફ લાગુ

નવો સિક્કો કદમાં નાનો અને હળવો હશે

નેપાળ રાષ્ટ્ર બેંકના જણાવ્યા મુજબ, નવો ₹1નો સિક્કો હાલના સિક્કાની સરખામણીએ કદમાં નાનો અને વજનમાં હળવો હશે. જોકે તેની ડિઝાઇનમાં વિવાદિત નકશાને જ સ્થાન આપવામાં આવશે. ભારત સતત આ મુદ્દે સ્પષ્ટ વલણ રાખતું આવ્યું છે કે ભારત-નેપાળ વચ્ચેનો સરહદી વિવાદ સંવેદનશીલ છે અને તેનો ઉકેલ માત્ર બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય વાતચીત દ્વારા જ આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nepal Disputed Map India Nepal Border Dispute Nepal One Rupee Coin Controversy

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ