ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / mp cm shivraj singh chouhan warns mafias to leave madhya pradesh or he will bury them

ધમકી / અહીં CM ભડક્યાં : આજ કાલ ખરાબ મૂડમાં છું, જતા રહેજો નહીંતર જમીનમાં 10 ફૂટ અંદર દાટી દઈશ

Published By: Bhushita

Last Updated: 10:46 AM, 26 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે માફિયા તત્વોને પ્રદેશ છોડીને જતા રહેવાની ચેતવણી આપી છે. શુક્રવારે તેઓએ કહ્યું કે આવું નહીં કરાય તો જમીનમાં 10 ફૂટ ઉંડે દાટી દેવામાં આવશે અને સાથે જ કોઈને ખબર પણ નહીં પડે. મુખ્યમંત્રી ચૌહાણે સુશાસન દિવસના અવસરે હૌશંગાબાદ જિલ્લાના બાબઈ વિકાસખંડમાં આયોજિત કાર્યક્રમમાં આ ચેતવણી આપી હતી.

ADVERTISEMENT

  • હૌશંગાબાદમાં CM શિવરાજ ભડક્યાં
  • માફિયા તત્વોને પ્રદેશ છોડીને જતા રહેવાની ચેતવણી આપી
  • સુશાસન દિવસના અવસરે કહી આ વાત

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પોતાના અંદાજમાં કહ્યું કે આજકાલ હું ખરાબ મૂડમાં છું, ગરબડ કરનારાને છોડીશું નહીં. ફોર્મમાં છે મામા. એક તરફ માફિયાઓની વિરુદ્ધમાં અભિયાન ચાલી રહ્યું છે. રસૂખનો ઉપયોગ કરવા ક્યાંક અવૈધ હથિયાર જપ્ત કરી લેવાયા છે તો ક્યાંક ભવન તૈયાર કરાયા છે. ક્યાંક ડ્રગ માફિયા..સાંભળો, મધ્યપ્રદેશ છોડી દો, નહીં તો જમીનમાં 10 ફીટ અંદર દાટી દઈશ, કોઈને ખબર નહીં પડે. 

સુશાસન દિવસનો મતલબ પણ સમજાવ્યો શિવરાજ સિંહે

મુખ્યમંત્રી શિવરાજે કહ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જયંતિને અમે સુશાસન દિવસના રૂપમાં ઉજવીએ છીએ. અમારા માટે સુશાસનનો અર્થ એ છે કે જનતાને કોઈ લેન દેન વિના સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મળે. અહીં ફન્ને ખાં નહીં ચાલે. અહીં ફક્ત સુશાસન જ ચાલશે. 

સંકળાયેલા મુદ્દાઓ

CM MP Mafias Shivraj Singh Chouhan Warns ચેતવણી માફિયા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ mp cm shivraj singh chouhan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ