ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / discussion on new topic

આચારસંહિતા / આચારસંહિતાઃ મતદાન કરવા જાઓ ત્યારે આ વાતનું ધ્યાન રાખજો નહીંતર ભારે પસ્તાશો

Published By: vtvAdmin

Last Updated: 07:50 PM, 25 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ચૂંટણી આયોગએ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. 7 તબક્કામાં થનારી લોકસભા ચૂંટણી 11 એપ્રિલથી શરૂ થઇને 19 મે સુધી ચાલશે, જ્યારે મતગણતરી 23મેના થશે. આ વખતે કુલ 90 કરોડ મતદાતાઓ ચૂંટણીમાં ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે અને સાથે જ સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગૂ થઇ ગઇ. આચાર સંહિતા લાગૂ થતા જ રાજનીતિ પાર્ટી, ઉમેદવારો અને સત્તાધારી પાર્ટીઓ અને મંત્રી-પ્રતિનિધિઓએ ચૂંટણી આયોગના તમામ આદેશોનુ પાલન કરવુ પડશે. આચાર સંહિતા લાગૂ થયા પછી દેશમાં અનેક પ્રકારના કાર્યો નથી કરી શકતા જેમાંથી એક સેલ્ફી લેવી કે ફોટો પાડવો. જી હા, જાણીને ચોક્કસથી આશ્ચર્ય થશે પરંતુ ટ્રેન્ડમાં રહેવા માટે લોકો સતત સોશ્યલ મીડિયા પર સેલ્ફી કે ફોટોઝ અપલોડ કરતા હોય છે પરંતુ આચાર સંહિતા લાગૂ થતા આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવુ પડે છે. 

ફોટો લેવા માટે આચાર સંહિતા:

- મતદાન સમયે મતદાન બૂથમાં જતા પહેલા મોબાઇલ ફોન લઇ જવા પર પ્રતિબંધ હોય છે જો કોઇ ચોરીછૂપે પણ ફોન અંદર લઇ જશે તો આચાર સંહિતાનો ભંગ થશે. 
- મતદાન બૂથની 100 મીટરની ત્રિજ્યામાં ફોટોગ્રાફી કરવા પર પ્રતિબંધ છે.

-મતદાતા કે ઉમેદવાર કોઇ પણ મતદાન બૂથની અંદર ફોટોગ્રાફી કરી શકાશે નહી.
- જો મતદાન બૂથની 1000 મીટરની ત્રિજ્યામાં સેલ્ફી પણ લીધી તો આચાર સંહિતાનો ભંગ થશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. 

આચાર સંહિત રાજનીતિક પાર્ટીઓ અને ઉમેદવારો માટે ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી કેટલીક સૂચનાઓ છે જેનું પાલન તમામ રાજનીતિક પાર્ટી તથા ઉમદેવારોએ કરવુ પડે છે. આ નિયમોનું પાલન ન કરવા પર ઉમદેવારો કે પાર્ટી પર ચૂંટણી આયોગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે શકે છે.

સામાન્ય રીતે ચૂંટણીની તારીખો નક્કી થાય તે જ દિવસથી જે તે વિસ્તારમાં આચાર સંહિતા લાગૂ થઇ જાય છે જેમાં રાજનીતિક પાર્ટી, સત્તાધારી પાર્ટી, ઉમેદવારોને એક અધિકાર ક્ષેત્રમાં જ રહીને કામ કરવાનું હોય છે જો લોકસભા ચૂંટણીની વાત કરીએ તો સમગ્ર દેશમાં તે લાગૂ થાય છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

aacharsanhita

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ