બ્રેકિંગ ન્યુઝ
VTV / RSS Teams will be formed to provide jobs to youth
ADVERTISEMENT
સંગમ નગરી પ્રયાગરાજમાં ચાલી રહેલી RSSની ચાર દિવસીય અખિલ ભારતીય કાર્યકારી બોર્ડની બેઠકમાં દેશમાં વધી રહેલી બેરોજગારી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. બેઠકમાં નિર્ણય લેવાયો છે કે સંઘ યુવાનોને રોજગારી અપાવવા માટે અભિયાન શરૂ કરશે. આ માટે સંઘ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ-વેપારીઓ અને અન્ય સક્ષમ લોકોની યાદી તૈયાર કરીને તેઓને વધુમાં વધુ લોકોને રોજગારી આપવાની અપીલ કરવામાં આવશે. આ માટે અનેક સ્તરે સંઘના સ્વયંસેવકોની ટીમ બનાવવામાં આવશે.
RSSના સ્વયંસેવકો લોકોને સ્વરોજગાર માટે પ્રેરિત કરશે
બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે સંઘ નાના સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે પણ અભિયાન ચલાવવામાં આવશે. એટલું જ નહીં RSSના સ્વયંસેવકો લોકોને સ્વરોજગાર માટે પણ પ્રેરિત કરશે. સરકારની સ્ટાર્ટઅપ યોજનાનો પણ જોરદાર પ્રચાર કરવામાં આવશે, જેથી લોકો પોતાનો રોજગાર શરૂ કરી શકે અને અન્યને નોકરી આપી શકે.
ADVERTISEMENT
વધતી બેરોજગારી પર ચિંતા
હકીકતમાં, સંઘની પ્રયાગરાજમાં ચાલી રહેલી ચાર દિવસની અખિલ ભારતીય કાર્યકારી બોર્ડની બેઠકમાં વધતી બેરોજગારી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે, એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોરોનાકાળ દરમિયાન સમગ્ર વિશ્વમાં ઘણા લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે.
પ્રયાગરાજમાં આરએસએસની બેઠકનો ત્રીજો દિવસ
બેઠકમાં એવી પણ માહિતી આપવામાં આવી હતી કે છેલ્લા એક વર્ષમાં બેરોજગારીનો દર ઘટ્યો છે. ઉલ્લેખનીય છે કે, 16 ઓક્ટોબરથી પ્રયાગરાજમાં સંઘના અખિલ ભારતીય કાર્યકારી બોર્ડની વાર્ષિક બેઠક ચાલી રહી છે. આજે એટલે કે મંગળવારે આરએસએસની બેઠકનો ત્રીજો દિવસ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.