બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:15 PM, 27 October 2025
જ્યાર હવાનો AQI(એર ક્વોલિટી ઈન્ડેક્સ) 300થી ઉપર પહોંચી જાય છે,આ બધા માટે ખતરનાક બની જાય છે. તેની અસર સૌથી વધુ બાળકો, વૃદ્ધ, પ્રેગનેન્ટ મહિલાઓ અને હાર્ટ અને શ્વાસ સાથે જોડાયેલી બિમારી વાળા લોકો થાય છે. બાળકોના ફેફસાં પુરી રીતે વિકસીત થતા નથી,જેથી અન્ય લોકોની તુલનામાં વધુ અસર થાય છે. સાથે જ અસ્થમા, હાર્ટના રોગમાં ખાંસી, ગળામાં બળતરા, શ્વાસ ફુલવો અને થાક જેવી પરેશાનીઓ વધી જાય છે.
ADVERTISEMENT
સવાર સાંજના સમયે ખુલ્લી હવામાં એક્સરસાઈઝ ન કરશો, કારણ કે હાલ પ્રદુષણનું લેવલ સૌથી ઊંચુ હોય છે. બહાર નીકળતી વખતે હંમેશા N95કે N99 માસ્ક પહેરવા અને કોશિશ કરો કે ટ્રાફિક અથવા ભીડભાડ વાળા વિસ્તારમાં વધુ સમય ન રોકાશો. ઘરે પાછા ફર્યા પછી ચહેરા અને હાથ સારી રીતે ધોવો અને શરીરને ડિટોક્સ કરવા માટે પૂરતુ પાણી પીવો. જમવામાં વિટામિન સી અને એન્ટીઓકિસડેન્ટથી ભરપૂર વસ્તુ જેવા લીંબુ, સંતરા, જામફળ, ટામેટા અને લીલી શાકભાજીને સામેલ કરો. શરીરને પ્રદુષણના દુષ્પ્રભાવ સામે લડવામાં મદદ કરે છે.

ADVERTISEMENT
ઘણા લોકો માને છે કે ઘરની અંદર પ્રદુષણની અસર થતી નથી પણ ઈન્ડોર એર પોલ્યુશન પણ એટલું જ જોખમી છે. હવાને શુદ્ધ રાખવા માટે સ્નેક પ્લાન્ટ, એલોવેરા, મીન પ્લાન્ટ જેવા છોડ વાવો. મીણબત્તી, ધુપ કે અગરબત્તીનો વધુ ઉપયોગ ન કરશો. કારણ કે તે હવામાં હાનિકારક કણ છોડે છે. બારી દિવસમાં માત્ર ત્યારે જ ખોલો જ્યારે બહારની હવા સાફ હોય. સાથે જ AC અને પંખાના ફિલ્ટર નિયમિત રીતે સાફ કરો અને ઘરમાં ધૂળ જમા ન થવા દેશો.
ADVERTISEMENT

ADVERTISEMENT
અસ્થમા, બ્રોન્કાઈટિસ અને COPDના દર્દીઓ ઈનહેલર અને દવાઓ નિયમિત રીતે લેવી જોઈએ. બહાર નીકળતા પહેલા AQIની તપાસ કરો અને જો લેવલ વધારે ખરાબ હોય તો ઘરમાં જ રહો. બહાર જતી વખતે નાક અને મોઢું ઢાંકીને રાખો જેથી પ્રદુષણ ફેફસાને અસર ન કરે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ દિવાળી ટાણે અમદાવાદનાં પણ દિલ્હી જેવા હાલ, પ્રદૂષણ ભયાનક હદે પહોંચ્યું, શ્વસનનાં 1100 ઇમરજન્સી કેસ
દિવસમાં એક બે વખત સ્ટીમ લો, આનાથી શ્વાસની નળીઓ સાફ રહે છે. સ્કીનના દર્દીઓ રોજ મોસ્ચરાઈઝર અને સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. જેથી પ્રદુષણથી થતી સ્કીનની તકલીફોથી બચી શકાય. સાથે જ હાર્ટના દર્દીઓને છાતીમાં દબાણ કે થાક લાગે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
ADVERTISEMENT
Disclaimer આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.