બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દિવાળી ટાણે અમદાવાદનાં પણ દિલ્હી જેવા હાલ, પ્રદૂષણ ભયાનક હદે પહોંચ્યું, શ્વસનનાં 1100 ઇમરજન્સી કેસ

ભયાનક / દિવાળી ટાણે અમદાવાદનાં પણ દિલ્હી જેવા હાલ, પ્રદૂષણ ભયાનક હદે પહોંચ્યું, શ્વસનનાં 1100 ઇમરજન્સી કેસ

Krutarth Joshi

Last Updated: 09:19 PM, 20 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના તહેવાર આવે તે સાથે જ સમગ્ર રાજ્યનાં બજારોમાં ચહલ પહલ શરૂ થઇ જાય છે. નવરાત્રી સમયથી જ લોકો ખરીદી કરવાનું શરૂ કરે છે.

Ahmedabad News : દિવાળીનો તહેવાર આનંદ અને ઉલ્લાસનું પર્વ છે. લાખો લોકો ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરે છે. જો કે ફટાકડાઓનાં કારણે થતા પ્રદૂષણને કારણે અનેક લોકોને ભારે સમસ્યા પણ થતી હોય છે. કેટલાક લોકોની મજા લોકો માટે આરોગ્યની ગંભીર સમસ્યાઓ પેદા કરે છે. દિવાળી દરમિયાન ફટાકડાના ધૂમાડા અને ટ્રાફિક જામને કારણે પ્રદૂષણમાં અચાનક ઉછાળો આવ્યો છે. ખાસ કરીને શ્વાસની બીમારી ધરાવતા લોકો પર સૌથી ખરાબ અસર પડે છે. ગત્ત ત્રણ દિવસમાં (17થી 19 ઓક્ટોબર) 108 ઇમરજન્સી સર્વિસને રાજ્યભરમાંથી શ્વાસની તકલીફના લગભગ 1100 કેસ નોંધાયા છે.

દિવાળીમાં પ્રદુષણ મોટી સમસ્યા

દિવાળીના તહેવાર આવે તે સાથે જ સમગ્ર રાજ્યનાં બજારોમાં ચહલ પહલ શરૂ થઇ જાય છે. નવરાત્રી સમયથી જ લોકો ખરીદી કરવાનું શરૂ કરે છે. આ ઉપરાંત લોકો મોટા પ્રમાણમાં શહેર છોડીને ગામડે કે પછી બહાર ફરવા માટે પણ નિકળી જતા હોય છે. આ અવર જવર અને ટ્રાફીક જામ તથા માર્કેટમાં ખરીદીનાં કારણે રોડ રસ્તા પર ભારે ટ્રાફીક થાય છે. જેના કારણે પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર વધારો થાય છે. આ ઉપરાંત દિવાળી દરમિયાન ફુટતા ફટાકડામાંથી નીકળતા ઝેરી રસાયણો જેવા કે સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને ફાઇન પાર્ટિકલ મેટર (PM2.5) હવાને ઝેરી બનાવે છે.

વધુ વાંચો: Government Bharti 2025: જલ્દી કરો, ચાલુ સપ્તાહે જ બંધ થઇ જશે આ સરકારી ભરતીઓ

કેમિકલ યુક્ત ઘુમાડો ઉડે

કેમિકલ યુક્ત ધુમાડાની અતિશક્યોક્તિનાં કારણે હવા ખુબ જ ઝેરી બની જાય છે. જેથી અસ્થમા, બ્રોન્કાઇટિસ, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD) અને શ્વાસની ગંભીર એલર્જી જેવી બીમારીઓ વધે છે. જેને પહેલાથી જ આ સમસ્યા હોય તેમના માટે તો અતિશય પડકારજનક સ્થિતિ પેદા થાય છે. બાળકો, વૃદ્ધો અને પહેલેથી શ્વાસની બીમારી ધરાવતા લોકો માટે આ ધૂમાડો જીવલેણ પણ સાબિત થઇ શકે છે. જેમાં શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ, ગળામાં બળતરા, આંખોમાં બળતરા, ચામડીનું ઇન્ફેક્શન જેવી અનેક સમસ્યાઓ પેદા થાય છે. કેટલાક કિસ્સામાં તો લોકોને દાખલ પણ કરવા પડતા હોય છે.

અનેક ઇમરજન્સી કેસ નોંધાયા

108 ઇમરજન્સી સર્વિસે જાહેર કરેલા આંકડાઓ અનુસાર 17 ઓક્ટોબરે 4966, 18 ઓક્ટોબરે 4668 અને 19 ઓક્ટોબરે 4783 ઇમરજન્સી કેસ નોંધાયા હતા. જે પૈકી શ્વાસની તકલીફના કેસો હોય તેવા કિસ્સા અનુક્રમે 409, 360 અને 328 હતા. ડોક્ટરોએ પણ અપીલ કરી છે કે, ફટાકડા શક્ય તેટલા ઓછા ફોડવા, ફોડતી વખતે માસ્ક પહેરવો અને જો શક્ય હોય તો દિવાળી દરમિયાન સતત માસ્ક પહેરી રાખવો હિતાવહ છે. શ્વસનની બીમારી ધરાવતા લોકોએ ફટાકડાવાળી જગ્યાઓથી દુર રહેવું અને શક્ય હોય તો કોઇ ખુલ્લી હવા કે શુદ્ધ હવા હોય તેવા સ્થળે શિફ્ટ થઇ જવું જોઇએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

pollution has reached alarming levels Ahmedabad is also like Delhi during Diwali Ahmedabad pollution
Krutarth Joshi

Krutarth Joshi working as Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ