બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / શું છીનવાઇ જશે રિષભ પંતની વાઇસ કેપ્ટનશીપ? ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફારના સંકેત!

સ્પોર્ટ્સ / શું છીનવાઇ જશે રિષભ પંતની વાઇસ કેપ્ટનશીપ? ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફારના સંકેત!

Published By: Bijal Vyas

Last Updated: 08:51 AM, 18 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતને ટૂંક સમયમાં મોટો ઝટકો લાગી શકે છે. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, ભારતીય પસંદગીકારો તેમને ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટનશીપ પદેથી દૂર કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતને ટૂંક સમયમાં મોટો ઝટકો લાગી શકે છે. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, ભારતીય પસંદગીકારો તેમને ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટનશીપ પદેથી દૂર કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે વધારાની જવાબદારી પંતની બેટિંગ અને નિર્ણય લેવાની ક્ષમતા પર પ્રતિકૂળ અસર કરી રહી છે.

રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ શુભમન ગિલને સૌથી લાંબા ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જ્યારે ઋષભ પંતને ઉપ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, આવતા મહિને અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચ પહેલા તેમની ભૂમિકા પર સવાલ ઉભા થવા લાગ્યા છે. પસંદગી સમિતિને લાગે છે કે નેતૃત્વનો ભાર ઋષભ પંતના પ્રાકૃતિક રમત પર અસર કરી રહ્યો છે.

એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું, કે "ભારતીય ક્રિકેટ ઋષભ પંત જેવા મેચ વિજેતા ખેલાડીને ગુમાવવાનું પોસાય તેમ નથી. જ્યારે પણ તેને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે તેની અસર તેની બેટિંગ અને નિર્ણય લેવાની ક્ષમતા પર સ્પષ્ટ થઈ છે." સૂત્રોના જણાવ્યા અનુસાર, પસંદગીકારો ઇચ્છે છે કે, પંત કોઈપણ દબાણથી મુક્ત રહીને ફક્ત તેની આક્રમક રમત શૈલી પર ધ્યાન આપે.

rishbh-pant

પંતના અંડરમાં મળી હતી...

ઋષભ પંત નવેમ્બર 2025માં દક્ષિણ આફ્રિકા સામે શુભમન ગિલની ગેરહાજરીમાં ગુવાહાટી ટેસ્ટ દરમિયાન પહેલી વાર ભારતીય ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું. જોકે, તે મેચમાં ટીમ ઈન્ડિયાને 408 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી, તેમની કેપ્ટનશીપ અને નિર્ણયો અંગે સતત પ્રશ્નો ઉભા થયા છે.

2025માં ઋષભ પંતે 7 ટેસ્ટ મેચોમાં 629 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન તેણે બે સદી અને ચાર અડધી સદી પણ નોંધાવી. જોકે, ઈંગ્લેન્ડ સામેની બે મહત્વપૂર્ણ ઇનિંગ્સ સિવાય, તે બાકીની મેચોમાં અપેક્ષાઓ મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો. દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝમાં તેનું બેટ પૂરી રીતે શાંત રહ્યું. તે સીરિઝમાં પંતનો સ્કોર 27, 2, 7 અને 13 રહ્યો.

rishbh-pant

જો ઋષભ પંત પાસેથી વાઇસ કેપ્ટનશી છીનવી લેવામાં આવે તો, કેએલ રાહુલ ટીમ મેનેજમેન્ટ માટે એક મુખ્ય વિકલ્પ બની શકે છે. રાહુલ ભૂતકાળમાં ટીમનું નેતૃત્વ કરી ચૂક્યો છે, અને ટેસ્ટ ટીમમાં તેમનું સ્થાન લગભગ નક્કી માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ દિલ્હીએ છેલ્લી ઓવરમાં રાજસ્થાનને હરાવ્યું

રિપોર્ટ્સ અનુસાર, અજિત અગરકરના નેતૃત્વ હેઠળની પસંદગી સમિતિ 19 મેના રોજ ગુવાહાટીમાં મળશે. અહીં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ માટે ટીમની પસંદગીની સાથે ઋષભ પંતના વાઇસ કેપ્ટનશી પદને લઇ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

team india rishabh pant may lose test vice captaincy

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ