ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / દિલ્હીએ છેલ્લી ઓવરમાં રાજસ્થાનને હરાવ્યું

IPL 2026 / દિલ્હીએ છેલ્લી ઓવરમાં રાજસ્થાનને હરાવ્યું

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:45 PM, 17 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

DC vs RR: દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ટોસ હાર્યા બાદ રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. દિલ્હીને જીતવા માટે 194 રનનો ટારગેટ આપ્યો હતો.

ADVERTISEMENT

DC vs RR: દિલ્હીએ છેલ્લી ઓવરમા રાજસ્થાન રોયલ્સને હરાવ્યું છે. દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ટોસ હાર્યા બાદ રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. દિલ્હીને જીતવા માટે 194 રનના ટારગેટ આપ્યો હતો. આ ટારગેટ દિલ્હીની ટીમએ છેલ્લી ઓવરમાં હાસિલ કરી લીધો હતો. દિલ્હી કેપિટલ્સે રાજસ્થાનને 5 વિકેટથી હરાવ્યું છે, રાહુલ અને અભિષેક પોરેલે બેટિંગથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ જીત સાથે દિલ્હી પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને પહોંચી ગયું છે.

DC vs RR Live Score Updates: ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 62મી લીગ મેચ આજે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં 193 રનનો સ્કોર બનાવ્યો હતો. દિલ્હીને જીતવા માટે 194 રનનો ટારગેટ આપ્યો હતો. આ ટારગેટ દિલ્હીની ટીમણે 19.2 ઓવરમાં હાસીલ કરી જીત મેળવી હતી. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સ પ્લેઓફની રેસમાં યથાવત છે. દિલ્હી કેપિટલ્સે રન ચેન્જમાં મજબૂત શરૂઆત કરી, જેમાં કેએલ રાહુલ અને અભિષેક પોરેલે પ્રથમ વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી હતી.

રાજસ્થાન રોયલ્સ માટે આ મેચમાં શરૂઆત સારી રહી ન હતી, યશસ્વી જયસ્વાલ માત્ર 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતા. જોકે ફોર્મમાં ચાલી રહેલા વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગ ચાલુ રાખી. તેણે 21 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 46 રન બનાવ્યા. તેણે ધ્રુવ જુરેલ સાથે બીજી વિકેટ માટે 70 રન જોડ્યા. આ મેચમાં રિયાન પરાગે 51 રન બનાવ્યા હતા, પરંતુ તેમના ગયા પછી વિકેટો ઝડપથી પડવા લાગી. ધ્રુવ જુરેલે 53 રનની ઇનિંગ રમીને ટીમના સ્કોરને 193 રન સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

VTV DIGITAL

આ પણ વાંચોઃ બેંગલુરુ પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની, પંજાબ કિંગ્સનો સતત છઠ્ઠો પરાજય

વર્તમાન આઇપીએલ સીઝનમાં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. તેણે 12 મેચ રમી છે, જેમાં પાંચ જીતી છે અને 10 પોઈન્ટ છે. જ્યારે રાજસ્થાન રોયલ્સે 11 મેચ રમી છે, જેમાં છ જીતી છે અને 12 પોઈન્ટ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 DC vs RR Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ