ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / આખરે પોલીસ સામે ઝૂકવું જ પડ્યું! ખોટી હીરોગીરી કરનાર રિક્ષાચાલક સાથે થઇ બિફોર-આફ્ટરવાળી

VIDEO / આખરે પોલીસ સામે ઝૂકવું જ પડ્યું! ખોટી હીરોગીરી કરનાર રિક્ષાચાલક સાથે થઇ બિફોર-આફ્ટરવાળી

Published By: Vishal Khamar

Last Updated: 02:09 PM, 9 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં એક રિક્ષા ચાલકે પ્રસિદ્ધ થવાની લ્હાયમાં હાથમાં ધારિયું લઈ રિક્ષા પર ફિલ્મી ડાયલોગની રીલ્સ બનાવતા રીલ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી તેની માફી મંગાવી હતી.

ADVERTISEMENT

વડોદરામાં ટ્રાફિક નિયમોને જોખમમાં મૂકી રીલ્સ બનાવવાનો એક વીડિયો ઝડપથી વાયરલ થયો હતો. આ વીડિયોમાં રિક્ષાચાલક લક્ષ્મણ પાટીલ પોતાના હાથમાં ધારિયું લઈને રિક્ષા પર બેઠેલો જોવા મળતો હતો અને લોકપ્રિય ફિલ્મ પુષ્પાના ડાયલોગ પર અભિનય કરી રહ્યો હતો. શહેરની વ્યસ્ત રોડ પર આવા સ્ટન્ટ પ્રકારના વીડિયોથી લોકોમાં નારાજગી સાથે ચિંતા પણ ફેલાઈ હતી.

પોલીસે આરોપીની ધરપકડ કરી

વિડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. લક્ષ્મણ પાટીલને ઓળખી પોલીસે તેને અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન પાટીલે આ કૃત્ય મજા-મસ્તીમાં કર્યું હોવાનું જણાવ્યું હતું.

ટ્રાફિક પોલીસે તેને કડક ચેતવણી આપીને લેખિત માફી માંગી હતી. લક્ષ્મણે સ્વીકાર્યું કે આવી બેદરકારી ભરેલી રીલ્સ ફરી ક્યારેય બનાવશે નહીં. માફીનામા બાદ પોલીસે તેને મુક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ 8ના મોત, 4 ઇજાગ્રસ્ત, જેમાંના એક તો હતા જૈન સાધ્વી, કટરથી કાપીને ઈજાગ્રસ્તોનું રેસ્ક્યૂ કરાયું

ટ્રાફિક પોલીસનો નાગરિકોને અનુરોધ

શહેરની ટ્રાફિક પોલીસે નાગરિકોને અનુરોધ કર્યો છે કે સોશિયલ મીડિયા પર લોકપ્રિય થવાના નામે પોતાનું તેમજ અન્યનું જીવન જોખમમાં ન મૂકે અને નિયમોનું પાલન કરે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Rickshaw Driver Vadodara News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ