ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / 8ના મોત, 4 ઇજાગ્રસ્ત, જેમાંના એક તો હતા જૈન સાધ્વી, કટરથી કાપીને ઈજાગ્રસ્તોનું રેસ્ક્યૂ કરાયું
Last Updated: 02:08 PM, 9 December 2025
ADVERTISEMENT
અમદાવાદ ગ્રામ્યમાં ચાંગોદર બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો હતો. ચાંગોદર ફ્લાયઓવર બ્રિજ ઉપર અચાનક બસનું ટાયર નિકળ્યું હતું. બસનું ટાયર બ્રિજ ઉપરથી નીચે સર્વિસ રોડ ઉપર પટકાયું હતું. સર્વિસ રોડ ઉપર જતા બાઈક ચાલક ઉપર ટાયર પડ્યું હતું. અકસ્માતની ઘટનામાં બાઈક ચાલકનું મોત થયું હતું. મૃતક બાઈક લઈને ચાંગોદર બ્રિજ નીચેના સર્વિસ રોડ પર જઈ રહ્યો હતો. ટાયર બ્રિજ ઉપરથી નીચે પટકાતા અકસ્માત થયો હતો. ચાંગોદર પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT

અકસ્માત થતા ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પણ મુલાકાત લીધી
ADVERTISEMENT
જસદણ આટકોટ રોડ પર અકસ્માતને લઈ તપાસ શરૂ કરી છે. કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં રસ્તા પર જતા સાધ્વીનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર, ગોંડલ ડીવાયએસપી તેમજ જસદણ મામલતદાર આઈજી ઝાલાને થતા તેઓ તાત્કાલીક આટકોટ કેડી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમજ ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી. ઘટનાની જાણ જૈન સમાજના લોકોને થતા જૈન સમાજના લોકો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. તેમજ જૈન સમાજના લોકોએ મૃતક સાધવીના પીએમ માટેની ના પાડી હતી. પરંતું સમાજના લોકોએ તેમજ જૈન સમાજના સાધવીઓએ સમજાવટ કરી હતી.

ADVERTISEMENT
ડાંગ જિલ્લાના સાપુતારા નજીક આજે સવારે બનેલા દિલદ્રાવક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ, સપ્તશૃંગી માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કાર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ખીણમાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર તમામ છ લોકોનું ઘટનાસ્થળે જ સ્થળ પર મોત થયું.

ADVERTISEMENT
મૃતક તમામ લોકો કચ્છના પાટીદાર સમાજના હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં મહારાષ્ટ્ર પોલીસ, સ્થાનિક બચાવ દળ અને મંદિર પ્રશાસન ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી. ખીણ ઊંડી હોવાને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલીઓ આવી હતી, પરંતુ ટીમોએ મૃતદેહોને બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને મૃતક પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે, “આ દુર્ઘટના અત્યંત પીડાદાયક છે. પ્રભુ આત્માઓને શાંતિ આપે.

ADVERTISEMENT
સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને અકસ્માતના ચોક્કસ કારણો અંગે તપાસ ચાલી રહી છે. પોલીસ પ્રાથમિક દૃષ્ટિએ કાર સ્ટેરિંગ પરનો નિયંત્રણ ગુમાવવાનું મુખ્ય કારણ માની રહી છે.
આ પણ વાંચોઃ હદ છે યાર! ગાંઠનું ઓપરેશન કરાવવા ગયેલી મહિલાનું ગર્ભાશય જ કાઢી લેવાયું, પોલીસ પણ ધ્યાનબેરી!
સાપુતારા માર્ગ પર ફરી એકવાર બનેલી આ દુર્ઘટનાએ સ્થાનિકો અને યાત્રાળુઓમાં શોક અને ચિંતા ફેલાવી છે. તંત્ર દ્વારા યાત્રાળુઓને પહાડી વિસ્તારોમાં સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.