ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હદ છે યાર! ગાંઠનું ઓપરેશન કરાવવા ગયેલી મહિલાનું ગર્ભાશય જ કાઢી લેવાયું, પોલીસ પણ ધ્યાનબેરી!

કારસ્તાન / હદ છે યાર! ગાંઠનું ઓપરેશન કરાવવા ગયેલી મહિલાનું ગર્ભાશય જ કાઢી લેવાયું, પોલીસ પણ ધ્યાનબેરી!

Published By: Priykant Shrimali

Last Updated: 01:00 PM, 9 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aadhar Women Hospital controversy : આધાર વુમન્સ હોસ્પિટલ વિવાદમાં : ગાંઠના ઓપરેશન દરમિયાન મહિલાનું ગર્ભાશય કાઢી લેવાયું હોવાનો આક્ષેપ, મહિલા GRDએ આપઘાતનો પણ કર્યો પ્રયાસ, જાણો શું છે સમગ્ર મામલો ?

ADVERTISEMENT

Aadhar Women Hospital controversy : પાટણમાં આવેલી આધાર વુમન્સ હોસ્પિટલને લઈ વિવાદ સામે આવ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ થરામાં GRD (ગામ રક્ષણ દળ) તરીકે ફરજ બજાવતી એક મહિલાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, ગર્ભાશયની ગાંઠનું ઓપરેશન કરાવવા હોસ્પિટલમાં જવાના બાદ તબીબોએ તેની જાણ બહાર જ તેનો સમગ્ર ગર્ભાશય કાઢી લીધું. મહિલાના આક્ષેપને લઈ હડકંપ મચી ગયો છે.

ડૉ. કલ્પેશ વાઢેર પર બેદરકારીના આરોપ

આક્ષેપો અનુસાર ગર્ભાશયની ગાંઠનો ઉપચાર લેવા માટે મહિલા હોસ્પિટલમાં દાખલ થઈ હતી પરંતુ ઓપરેશન દરમિયાન ડૉ. કલ્પેશ વાઢેર અને તેમના સ્ટાફે ગર્ભાશય કાઢી નાખ્યું હોવાનો આરોપ છે. મહિલાનો દાવો છે કે, તેમને આ બાબતની કોઈ પૂર્વ જાણ કે સ્વીકૃતિ લેવામાં આવી નહોતી.

પોલીસમાં ફરજ છતાં ન સાંભળવાની ફરિયાદ

મહિલા GRD તરીકે પોલીસ વિભાગ સાથે જોડાયેલી હોવા છતાં પોલીસ તેની ફરિયાદને ગંભીરતાથી લેતી નથી તેવી પણ તેણે ફરિયાદ કરી છે. પોતાના પક્ષની કોઈ પણ વાત યોગ્ય રીતે ન સાંભળવામાં આવી રહી હોવાનો મહિલાનો ગુસ્સો બહાર આવ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદમાંથી ઝડપાયો 2 કરોડનો દારૂ, જથ્થો રાજસ્થાનથી જામનગર લઈ જવાતો હતો

ન્યાય ન મળ્યાનો આક્ષેપ, આત્મહત્યાનો પ્રયાસ

મહિલાએ જણાવ્યું કે, અનેક પ્રયત્નો છતાં ન્યાય ન મળે તો તેણે આત્મહત્યા કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આક્ષેપો મુજબ નિરાશા વચ્ચે તેણે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. સદભાગ્યે સ્થાનિક લોકોએ સમયસૂચકતા દાખવી તેને બચાવી લીધા હતા. આ તરફ હવે ઘટનાને કારણે પાટણ જિલ્લામાં અને ખાસ કરીને થરામાં ભારે ચર્ચા ચાલી રહી છે. હોસ્પિટલ અને સંબંધી તબીબોની કાર્યવાહી અંગે સત્તાવાર તપાસની માંગ ઉઠી છે. જોકે હોસ્પિટલ કે ડૉક્ટરની તરફથી કોઈ સત્તાવાર નિવેદન હજુ સામે આવ્યું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aadhar Women Hospital controversy Patan Uterus

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ