ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાંથી ઝડપાયો 2 કરોડનો દારૂ, જથ્થો રાજસ્થાનથી જામનગર લઈ જવાતો હતો

દારૂબંધી ક્યાં / અમદાવાદમાંથી ઝડપાયો 2 કરોડનો દારૂ, જથ્થો રાજસ્થાનથી જામનગર લઈ જવાતો હતો

Published By: Vishal Khamar

Last Updated: 12:46 PM, 9 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ગ્રામ્ય એલસીબીને મોટી સફળતા મળવા પામી છે. વટામણ-બગોદરા હાઈવે પરથી પોલીસે બે કરોડની કિંતનો દારૂ ઝડપી પાડ્યો છે. આ દારૂ કોણે મંગાવ્યો હતો. તેની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ADVERTISEMENT

31 ડિસેમ્બરને લઈ બુટલેગરો દ્વારા અત્યારથી જ દારૂનો સ્ટોર સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડનાર બુટલેગરો પર બાજ નજર રાખી રહી છે. અમદાવાદ જિલ્લામાં ગેરકાયદે દારૂના જથ્થાની હેરાફેરી સામે ગ્રામ્ય LCBએ એક સફળ અને મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે. બાતમીના આધારે રાયપુર પાટિયા પાસે વટામણ–બગોદરા હાઈવે પર રેડ કરીને પોલીસે દારૂ ભરેલું વાહન જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે.

રૂ. 2.27 કરોડનો મુદામાલ જપ્ત

માહિતી મુજબ, રાજસ્થાનથી જામનગર તરફ લઈ જવાતો દારૂનો મોટો જથ્થો પોલીસે પકડી લીધો હતો. આ ઓપરેશન દરમિયાન રૂ. 2.27 કરોડનો મુદામાલ, જેમાં દારૂ, વાહન, મોબાઇલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે. તમામ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યું છે.

મુખ્ય આરોપીઓની ધરપકડ કરી

પોલીસે આકરમણ દરમિયાન મુલારામ દેવારામ જાટ નામના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય સપ્લાયર અનિલ પંડ્યા સહિત અન્ય બે વ્યક્તિઓ ફરાર છે અને તેમની શોધખોળ માટે પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં મોટા પાયે IT દરોડા, એકસાથે 19 સ્થળોએ 150થી વધુ અધિકારીઓએ તવાઇ બોલાવી

પોલીસે આરોપીઓના રિમાન્ડની તજવીજ હાથ ધરી

ગ્રામ્ય LCBની આ સફળ કામગીરીથી જિલ્લામાં ચાલી રહેલી ગેરકાયદે દારૂ હેરાફેરી અંગે વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે. પોલીસ વધુ તપાસ માટે આરોપીને રિમાન્ડ પર લઈ આગળની પૂછપરછ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

liquor seized Ahmedabad Rural LCB Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ