ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં મોટા પાયે IT દરોડા, એકસાથે 19 સ્થળોએ 150થી વધુ અધિકારીઓએ તવાઇ બોલાવી

BIG BREAKING / અમદાવાદમાં મોટા પાયે IT દરોડા, એકસાથે 19 સ્થળોએ 150થી વધુ અધિકારીઓએ તવાઇ બોલાવી

Published By: Vishal Khamar

Last Updated: 02:32 PM, 9 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આઈટી વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વિનોદ ટેક્સટાઈલના માલિક તેમજ તેમના ભાઈ સહિત 19 જગ્યાએ આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

અમદાવાદમાં મંગળવારે આવકવેરા વિભાગે વિશાળ સ્તરે સર્ચ ઓપરેશન હાથોધર્યું છે. શહેરની જાણીતી વિનોદ ટેક્સટાઇલ તથા તેના પ્રોમોટર વિનોદ મિત્તલ, તેમના ભાઈ અને સંબંધિત જગ્યાઓ પર આઈટીની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એક સાથે અનેક સ્થળોએ દરોડા પાડ્યા. કુલ 19 જગ્યાઓ પર એકસાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

માહિતી અનુસાર, આ સર્ચ ઓપરેશનમાં 150થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. આવકવેરા વિભાગે વહેલી સવારે ટીમોને અલગ-અલગ ઝોનમાં વિભાજિત કરી વિવિધ ઓફિસ, રહેણાંક મકાનો, ગોડાઉનો અને અન્ય કમર્શિયલ સ્થળોએ કાર્યવાહી હાથ ધરાવી.

પ્રાથમિક માહિતી મુજબ, નાણાકીય અનિયમિતતા, બિનહિસાબી વ્યવહાર અને સંભવિત કરચોરીના મામલે આ દરોડા કરવામાં આવ્યા છે. વિભાગે મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ ડેટા અને હિસાબી રેકોર્ડ્સ સીલ કરી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ એકનું મોત, એક ઘાયલ, ભરૂચના ઝઘડિયા GIDCની નાઈટ્રેકસ કંપનીમાં થયો ભયંકર બ્લાસ્ટ

જોકે, આવકવેરા વિભાગ તરફથી હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૂત્રો કહે છે કે આ કાર્યવાહી લાંબી ચાલી શકે છે અને વધુ સ્થળો પર પણ દરોડા વધારવાની શક્યતા છે. આ મેગા ઓપરેશનને કારણે વેપારી વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને સમગ્ર શહેરમાં અનેક વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vinod Textile IT Mega Search Operation Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ