ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એકનું મોત, એક ઘાયલ, ભરૂચના ઝઘડિયા GIDCની નાઈટ્રેકસ કંપનીમાં થયો ભયંકર બ્લાસ્ટ
Last Updated: 12:41 PM, 9 December 2025
ADVERTISEMENT
ભરૂચ જિલ્લામાં આવેલ ઝઘડિયા GIDCની નાઈટ્રેક્સ કંપનીમાં આજે એક ગંભીર ઔદ્યોગિક અકસ્માત સર્જાયો હતો. રસાયણિક પ્રક્રિયા દરમ્યાન બોલ ડાઈજેસ્ટરમાં અચાનક થયેલા બ્લાસ્ટથી પ્લાન્ટ વિસ્તારમાં ભયનું માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT

બે કામદારો ગંભીર રીતે ઘવાયા
ADVERTISEMENT
બ્લાસ્ટ સમયે નજીકમાં કાર્યરત બે કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાંથી એક કામદારનું સ્થળ પર જ દુર્ઘટનાજન્ય મોત નિપજ્યું છે, જ્યારે બીજા કામદારને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃ પીપરાળા ચેકપોસ્ટ નજીકથી ઝડપાયો 31.74 લાખનો વિદેશી દારૂ, દારૂબંધી પર સવાલ!
ADVERTISEMENT
ધુમાડો દૂર સુધી દેખાયો
બ્લાસ્ટના અસરથી ઉઠેલો ધુમાડો દૂર સુધી દેખાયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ (DISH) વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ દળો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલમાં બંને વિભાગો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને બ્લાસ્ટના કારણોને લઈને પ્રાથમિક તારણો એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT