ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:20 AM, 9 December 2025
ADVERTISEMENT
પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ મથકે વિદેશી દારૂની હેરાફેરીનો મોટો ભાંડો ફોડ્યો છે. પીપરાળા ચેકપોસ્ટ નજીકથી પોલીસે રાધનપુરથી કચ્છ તરફ દારૂ ભરેલા ટ્રેલરને રોકી તપાસ કરતાં 31.74 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. કુલ મળીને પોલીસે 41.84 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT

પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે ટ્રેલરમાં માટી ભરેલ હોવાનું દર્શાવી તેની આડમાં મોટી માત્રામાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. પોલીસે ટ્રેલર પકડી પાડતા માટીની નીચે સારી રીતે છુપાવવામાં આવેલા દારૂના કાર્ટન મળી આવ્યા હતા.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ લો બોલો, સરકારી જમીન પર હળવદ ન.પાલિકાએ ઊભું કરી દીધું કરોડોનું કોમ્પ્લેક્ષ, લોકોમાં રોષ
ADVERTISEMENT
રેડ દરમિયાન બે ઇસમોને ઝડપી પાડ્યા
સાંતલપુર પોલીસે આ રેડ દરમિયાન બે ઇસમોને ઝડપી પાડ્યા છે. તેમની ઓળખ ભવાનીસંકર જોશી અને જીતેશ જાટ તરીકે થઈ છે. બંને પાસેથી પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને દારૂની હેરાફેરીના ગોઠવણદાર અને નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની આ કામગીરીથી સરહદી વિસ્તારમાં દારૂના ગેરકાયદે વેપારીઓમાં ખળભળાટ મચી ગયો હોવાનું જાણવા મળે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.