ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લો બોલો, સરકારી જમીન પર હળવદ ન.પાલિકાએ ઊભું કરી દીધું કરોડોનું કોમ્પ્લેક્ષ, લોકોમાં રોષ

લાલિયાવાડી / લો બોલો, સરકારી જમીન પર હળવદ ન.પાલિકાએ ઊભું કરી દીધું કરોડોનું કોમ્પ્લેક્ષ, લોકોમાં રોષ

Published By: Vishal Khamar

Last Updated: 10:03 AM, 9 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હળવદ શહેરમાં આવેલ હળવદ ધાંગધ્રા હાઈવે પર નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે સરકારી જમીન ઉપર દબાણ કરી કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો તેમ છતાં કોમ્પલેક્ષની હાલત ખંડેર હાલતમાં.

ADVERTISEMENT

હળવદ નગરપાલિકા દ્વારા વર્ષ 2017 - 18 દરમિયાન હળવદ ધાંગધ્રા હાઈવે પર સરકારી જમીન ઉપર કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું હતું આ કોમ્પ્લેક્સ માં ગ્રાઉન્ડ ફ્લોર પર 70 તેમાં જ ફર્સ્ટ ફ્લોર પર 70 આમ કુલ 140 જેટલી દુકાનો બનાવવામાં આવી છે.

આ કોમ્પ્લેક્સ 2017 18 માં 2.84 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. મંજૂરી વગર ખડકાયેલુ કોમ્પલેક્ષ હાલ તો ખંડેર હાલતમાં છે. જો યોગ્ય રીતે મંજૂરી લઈને કરવામાં આવ્યું હોત તો નગરપાલિકાને કરોડો રૂપિયાની આવક થઈ શકે.

2.84 કરોડના ખર્ચે કોમ્પ્લેક્ષ બનાવવામાં આવ્યું

નગરપાલિકા દ્વારા 2.84 કરોડના ખર્ચે 140 દુકાનોના આ કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યું છે. પરંતુ મંજૂરીના અભાવે તેમજ યોગ્ય આયોજનના કારણે હાલતો લોકોના ટેક્સના પૈસાથી હળવદ શહેરનો જે વિકાસ કરવાનો હતો. તેના બદલે આ જગ્યાએ કોમ્પલેક્ષમાં આ ખર્ચો કરવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા અન્ય દબાણો દૂર કરવામાં આવતા હોય છે પરંતુ હળવદમાં તો પાલિકાએ ખુદ જ સરકારી જમીન પર દબાણ કર્યું છે.

આ પણ વાંચોઃ 6ના મોત, માતાજીના દર્શન કરીને પરત ફરતા પરિવારનો સાપુતારામાં ભયંકર અકસ્માત

આ કોમ્પ્લેક્સ માં 140 દુકાનો આવેલી છે હાલ મંજૂરી અર્થે ગાંધીનગર પડેલું છે. કલેકટર દ્વારા યોગ્ય રજૂઆત કરી વહેલી તકે થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કરોડોના ખર્ચે આ કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યું છે .લોકોના ટેક્સના પૈસાનો વેડફાટ કરવામાં આવ્યો છે .આમ વિકાસ ક્યાંથી થાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Halvad News halvad Gujarat Halvad Municipality

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ