ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 6ના મોત, માતાજીના દર્શન કરીને પરત ફરતા પરિવારનો સાપુતારામાં ભયંકર અકસ્માત

દુર્ઘટના / 6ના મોત, માતાજીના દર્શન કરીને પરત ફરતા પરિવારનો સાપુતારામાં ભયંકર અકસ્માત

Published By: Vishal Khamar

Last Updated: 01:04 PM, 9 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાંગમાં સાપુતારા નજીક માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા.અકસ્માતને લઈ પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો હતો.

ADVERTISEMENT

ડાંગ જિલ્લાના સાપુતારા નજીક આજે સવારે બનેલા દિલદ્રાવક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ, સપ્તશૃંગી માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કાર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ખીણમાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર તમામ છ લોકોનું ઘટનાસ્થળે જ સ્થળ પર મોત થયું.

મૃતક તમામ લોકો કચ્છના પાટીદાર સમાજના હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં મહારાષ્ટ્ર પોલીસ, સ્થાનિક બચાવ દળ અને મંદિર પ્રશાસન ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી. ખીણ ઊંડી હોવાને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલીઓ આવી હતી, પરંતુ ટીમોએ મૃતદેહોને બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

મૃતકની યાદી

  • કીર્તિ પટેલ ઉ 50 ચાલક
  • રસીલાબેન પટેલ ઉ 50
  • વિઠ્ઠલભાઈ પટેલ ઉ 65
  • લતાબેન પટેલ ઉ 60
  • પચનભાઈ પટેલ. ઉ 60
  • મણીબેન પટેલ ઉ 70 નો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને મૃતક પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે, “આ દુર્ઘટના અત્યંત પીડાદાયક છે.પ્રભુ આત્માઓને શાંતિ આપે.

સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને અકસ્માતના ચોક્કસ કારણો અંગે તપાસ ચાલી રહી છે. પોલીસ પ્રાથમિક દૃષ્ટિએ કાર સ્ટેરિંગ પરનો નિયંત્રણ ગુમાવવાનું મુખ્ય કારણ માની રહી છે.

આ પણ વાંચોઃ દ્વારકામાં રખડતા પશુઓનો મામલો પહોંચ્યો હાઇકોર્ટ, ચીફ ઓફિસરે કરવો પડ્યો ખુલાસો

સાપુતારા માર્ગ પર ફરી એકવાર બનેલી આ દુર્ઘટનાએ સ્થાનિકો અને યાત્રાળુઓમાં શોક અને ચિંતા ફેલાવી છે. તંત્ર દ્વારા યાત્રાળુઓને પહાડી વિસ્તારોમાં સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

dang accident Saputara Saputara accident

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ