ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દ્વારકામાં રખડતા પશુઓનો મામલો પહોંચ્યો હાઇકોર્ટ, ચીફ ઓફિસરે કરવો પડ્યો ખુલાસો

આક્ષેપ / દ્વારકામાં રખડતા પશુઓનો મામલો પહોંચ્યો હાઇકોર્ટ, ચીફ ઓફિસરે કરવો પડ્યો ખુલાસો

Last Updated: 08:05 AM, 9 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકામાં રખડતા પશુ મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થવા પામી હતી. ગુજરાત હાઈકોર્ટે દ્વારકાના ચીફ ઓફિસરને સમસ્યાઓના નિરાકરણ માટે શું પગલા લીધા હોવાની વિગતો માંગી હતી.

ADVERTISEMENT

અમદાવાદ: દ્વારકા શહેરમાં વધતા રખડતા પશુઓના ત્રાસને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિત અરજી (PIL) દાખલ થતાં મામલે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. અરજદારના જણાવ્યા મુજબ શહેરમાં લગભગ 2 હજાર જેટલા રખડતા પશુઓ મુકતપણે ફરતા હોવાથી સ્થાનિકો અને પર્યટકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

હાઈકોર્ટે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસરને તાત્કાલિક નોંધપાત્ર પગલાં અને અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીની વિગત રજૂ કરવાની સૂચના આપી છે.

ચીફ ઓફિસરે કોર્ટને જણાવ્યું કે દ્વારકામાં રખડતા પશુઓને પકડવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે અને સમયાંતરે સ્પેશિયલ ડ્રાઈવ પણ હાથ ધરવામાં આવે છે. પરંતુ અરજદારના મતે નગરપાલિકા માત્ર કાગળ પર કામગીરી બતાવે છે, જ્યારે જમીન પરની સ્થિતિ સંપૂર્ણ રીતે અલગ છે.

અરજદારનો આક્ષેપ છે કે રખડતા પશુઓ દ્વારા શહેરમાં અનેકવાર સ્થાનિકો અને પર્યટકો પર હુમલા થયાં છે. કેટલાક હુમલાઓમાં મૃત્યુનાં બનાવો પણ નોંધાયા છે, છતાં નગરપાલિકા તરફથી કોઈ ઠોસ અથવા લાંબા ગાળાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી.

આ પણ વાંચોઃ નવસારીમાં કુલ 13 કર્મચારીઓને તાત્કાલિક ધોરણે કરાયા ફરજ મુક્ત, જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં

હાઈકોર્ટ હવે આગામી કાર્યવાહીમાં નગરપાલિકા દ્વારા રજૂ થનારી વિગતના આધારે આગળના આદેશો કરશે. દ્વારકામાં રખડતા પશુઓનો મુદ્દો વર્ષોથી ચર્ચામાં છે અને આ PIL બાદ હવે તેને કાનૂની ગતિ મળવાની આશા વ્યક્ત થઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

stray animal killings Dwarka news Dwarka
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ