ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવસારીમાં કુલ 13 કર્મચારીઓને તાત્કાલિક ધોરણે કરાયા ફરજ મુક્ત, જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં

કાર્યવાહી / નવસારીમાં કુલ 13 કર્મચારીઓને તાત્કાલિક ધોરણે કરાયા ફરજ મુક્ત, જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં

Published By: Vishal Khamar

Last Updated: 07:49 AM, 9 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીમાં આધારકાર્ડની કામગીરી કરતા સુપરવાઈઝર-ઓપરેટર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આધાર કાર્ડમાં ગેરરીતીની રાજ્ય કક્ષાએ ફરિયાદ થયા બાદ વહીવટી તંત્ર દ્વારા 13 કર્મચારીઓને તાત્કાલિક ફરજ મુક્ત કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

નવસારી જિલ્લામાં આધારકાર્ડ કામગીરી દરમિયાન ગંભીર ગેરરીતીઓ થયાની શંકા સામે આવી છે. આ મુદ્દાની રાજ્ય કક્ષાએ સુધી ફરિયાદ પહોંચતા જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. તાત્કાલિક કાર્યવાહીરૂપે બે સુપરવાઇઝર તેમજ 11 ઓપરેટર સહિત કુલ 13 કર્મચારીઓને ફરજમુક્ત કરવાનો જિલ્લા કલેક્ટર દ્વારા ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે.

માહિતી પ્રમાણે, આધારકાર્ડ અપડેશન અને નવી નોંધણીની પ્રક્રિયામાં અનિયમિતતાઓ અને સંભવિત ગેરકાયદેસર કામગીરી થતી હોવાનું પ્રાથમિક તારણ મળ્યું હતું. જેમાં દસ્તાવેજોની ચકાસણીમાં બેદરકારી, નિયમ વિરુદ્ધ એન્ટ્રીઓ તથા અન્ય શંકાસ્પદ પ્રક્રિયાઓનો સમાવેશ થતો હોવાનું સૂત્રો સૂચવે છે.

છુટા કરાયેલા કર્મચારીઓના નામ

  • હરેશ રાજ્યગુરુ,સુપરવાઇઝર
  • નિરવ ટેલર સુપરવાઇઝર,
  • દીપ્તિ ટંડેલ,ઓપરેટર,
  • સોનલબેન ગાંધી ઓપરેટર,
  • રેણુકા પટેલ ઓપરેટર
  • બિનીતા રાજપૂત ઓપરેટર
  • હિતેષભાઈ પટેલ ઓપરેટર
  • શેહજાદભાઈ શેખ ઓપરેટર
  • મોહમદ આસિફ મલિક ઓપરેટર
  • નૈનેશ તલાવિયા ઓપરેટર
  • મિતેશ આહિર ઓપરેટર
  • કાજલ ટંડેલ ઓપરેટર
  • તનુજા આહિર ઓપરેટર

જિલ્લા વહીવટી તંત્રએ આ કેસની સત્તાવાર તપાસ પણ શરૂ કરી છે. સંબંધિત દસ્તાવેજો, સિસ્ટમ લોગ્સ, કાર્યપદ્ધતિ અને સંકળાયેલા કર્મચારીઓના નિવેદનો આધારે વધુ વિગતો બહાર આવશે. તપાસ રિપોર્ટના આધારે આગળની કાનૂની તથા શિસ્તની કાર્યવાહી હાથ ધરાશે.

આ પણ વાંચોઃ ઇસ્કોન–તથ્ય પટેલ અકસ્માત કેસમાં આજે ફરી સુનાવણી, મુખ્ય આઈ-વીટનેસ આપશે જુબાની

જિલ્લા કલેક્ટરએ સ્પષ્ટ કર્યું છે કે આધારકાર્ડ જેવી સંવેદનશીલ અને મહત્વની કામગીરીમાં કોઈપણ પ્રકારની ગેરરીતી સહન કરવામાં આવશે નહીં. જનતાના દસ્તાવેજો તથા ઓળખ સંબંધિત સેવાઓમાં પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવવાનું તંત્રનું મુખ્ય ધ્યેય હોવાનું પણ જણાવાયું છે. આ કાર્યવાહીથી જિલ્લા સ્તરે તરંગ મચ્યા છે અને આગામી દિવસોમાં તપાસનો અંતિમ અહેવાલ શું કહે છે તેની આતુરતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navsari Navsari News Aadhaar Card Operation

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ