બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ષષ્ઠી પૂર્તિ પુજા શું છે? જાણો 60 વર્ષ પુર્ણ થાય ત્યારે કેમ કરાય છે આ ધાર્મિક અનુષ્ઠાન

ધર્મ / ષષ્ઠી પૂર્તિ પુજા શું છે? જાણો 60 વર્ષ પુર્ણ થાય ત્યારે કેમ કરાય છે આ ધાર્મિક અનુષ્ઠાન

Ajitsinh Jadeja

Last Updated: 10:34 PM, 8 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shastipoorthi Pooja: ષષ્ઠી પૂર્તિ પૂજાએ પ્રતીક છે કે વ્યક્તિએ તેના પરિવાર અને ગૃહસ્થ જીવનની બધી જવાબદારીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

Shastipoorthi Pooja: ષષ્ઠી પૂર્તિ પૂજાએ પ્રતીક છે કે વ્યક્તિએ તેના પરિવાર અને ગૃહસ્થ જીવનની બધી જવાબદારીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ તબક્કા પછી દંપતી ધીમે ધીમે આધ્યાત્મિકતા અને ઇશ્વર પ્રત્યેની ભક્તિ તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. 60 વર્ષ પૂર્ણ થયા પછી 61મા વર્ષની શરૂઆતમાં આ પૂજા કરવાનું કહેવાય છે.

ષષ્ઠીપૂર્તિ પૂજા હિન્દુ પરંપરાનો એક ખાસ ભાગ છે. આ પૂજા એવા લોકો માટે કરવામાં આવે છે જેમણે પોતાનો 60મો જન્મદિવસ અથવા લગ્ન જીવનના એટલા જ વર્ષો સફળતાપૂર્વક વિતાવ્યા છે. એવું માનવામાં આવે છે કે ષષ્ઠીપૂર્તિ પૂજા કરવાથી પરિવારને ભગવાનના આશીર્વાદ મળે છે. જેમાં 'ષષ્ઠી' નો અર્થ 60 અને 'અબ્દા' નો અર્થ વર્ષ અને 'પૂર્તિ' નો અર્થ પૂરા થાય છે.

havan

પરિણીત લોકો માટે ષષ્ઠી પૂર્તિની પૂજા એક પ્રકારની સિલ્વર વેડિંગ એનિવર્સરીની ઉજવણી જેવી છે, જે 60 વર્ષથી દંપતીના સફળ લગ્નજીવનની યાદમાં ઉજવવામાં આવે છે. આ પૂજા દર્શાવે છે કે વ્યક્તિએ વર્ષોથી પોતાના પરિવાર અને ઘર પ્રત્યેની બધી જવાબદારીઓ પૂર્ણ કરી છે. હવે ઉંમરના તબક્કે, વ્યક્તિ અથવા દંપતી આધ્યાત્મિકતા તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

dan

ષષ્ઠીપૂર્તિ પૂજાનું મહત્વ

આ પ્રસંગે ઘરે અથવા મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ પૂજામાં પણ કળશ સ્થાપના અને હવન કરવામાં આવે છે. ભગવાનને ધૂપ, દીવો, ફળો, ફૂલો અને ભોગ ચઢાવવામાં આવે છે. પછી ભગવાનને આશીર્વાદ બનાવી રાખવા માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસે ગણપતિ, નવગ્રહ અને અન્ય દેવતાઓની પૂજા કરવામાં આવે છે.

Vtv App Promotion 2

આ પણ વાંચોઃ ધર્મ / શ્રાદ્ધ પક્ષમાં ભૂલથી પણ ન કરતા આ વસ્તુઓની ખરીદી, નહીતર પૂર્વજો થઈ જશે નારાજ!

ષષ્ઠી પૂર્તિની પૂજા કેવી રીતે કરવામાં આવે છે?

ષષ્ઠી પૂર્તિની પૂજા યમુના અને ગંગા પૂજાથી શરૂ થાય છે. ત્યારબાદ ઇષ્ટ દેવતાનું સ્મરણ કરવામાં આવે છે. પંચગવ્ય સેવન સાથે પવિત્ર સ્નાન કરવામાં આવે છે. નંદી પૂજા અને ઋત્વિકવર્ણ થાય છે. ત્યારબાદ કળશ સ્થાપના થાય છે અને ગણપતિજીનું આહ્વાન કરવામાં આવે છે. ત્યારબાદ નવગ્રહ અને અન્ય દેવતાઓનું નામ લઈને ષોડશોપચાર પૂજા કરવામાં આવે છે. મહા મંગલાઆરતી કરવામાં આવે છે. ફળ, ફૂલો, ધૂપ, દીવા અને ભોગ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આ પછી હવન કરવામાં આવે છે. ત્યારબાદ ગરીબ બ્રાહ્મણોને ઘરમાં આમંત્રણ આપવામાં આવે છે. તેમને ભોજન આપવામાં આવે છે. અને ક્ષમતા મુજબ દાન આપવામાં આવે છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Religion Shastipoorthi Pooja Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ