ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:41 AM, 8 September 2025
ADVERTISEMENT
પિતૃપક્ષ 2025ની શરૂઆત થઈ ગઈ છે. હિન્દુ ધર્મમાં પિતૃપક્ષ દરમિયાન આપણે આપણા પિતૃઓની પૂજા કરીએ છીએ અને તેમની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ જેવા કાર્યો કરીએ છીએ.
ADVERTISEMENT
પિતૃપક્ષ એ એવો સમય છે જ્યાં આપણને સાત્વિક જીવન જીવવાની સલાહ આપવામાં આવે છે. આ સમય દરમિયાન અનેક કાર્યો કરવાની મનાઈ હોય છે. જેમ કે આ સમયગાળામાં માંસાહાર અને દારૂનું સેવન ન કરવું જોઈએ. સાથે જ લસણ-ડુંગળી જેવી તામસિક વસ્તુઓ ખાવાથી પણ બચવું જોઈએ.
આ સિવાય કેટલીક વસ્તુઓ એવી છે જેને પિતૃપક્ષ દરમિયાન ખરીદવાની મનાઈ કરવામાં આવે છે. આવું કરવાથી પિતૃ રિસાઈ શકે છે. જાણી લો કે કઈ વસ્તુઓ પિતૃપક્ષમાં ન ખરીદવી જોઈએ?
ADVERTISEMENT

પિતૃપક્ષમાં આટલી વસ્તુઓ ના ખરીદો
ADVERTISEMENT

ADVERTISEMENT
પિતૃપક્ષમાં શું ખરીદવું શુભ?
પિતૃપક્ષ દરમિયાન તમે શ્રાદ્ધ માટે જરૂરી સામગ્રી ખરીદી શકો છો. જેમ કે જવ, કાળા તલ, ચમેલીનું તેલ, ચોખા વગેરે વસ્તુઓની ખરીદી શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત ધૂપ-દીવો ખરીદવાથી પણ પિતૃ પ્રસન્ન થાય છે. સાથે જ ધાર્મિક પુસ્તકો ખરીદવું પણ આ શુભ ગણાય છે. આ વસ્તુઓ ખરીદવાથી પિતૃઓની આત્માને પ્રસન્નતા મળે છે અને તેમને તૃપ્તિ મળે છે. ખરીદેલી વસ્તુઓ દાનમાં આપવી પણ ઉત્તમ માનવામાં આવે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ખબર પડી કે નહીં! નવરાત્રિના એક દિવસ પહેલાં બનવાની છે આ મોટી ઘટના, આખી દુનિયાની નજર
પિતૃપક્ષ દરમિયાન જો તમે ધાર્મિક નિયમોનું પાલન કરો અને શ્રધ્ધાપૂર્વક પિતૃઓનું શ્રાદ્ધ-તર્પણ કરો તો જીવનની અનેક મુશ્કેલીઓ દૂર થાય છે. જો કોઈ વ્યક્તિ પિતૃદોષથી પીડિત હોય તો તેમાંથી પણ મુક્તિ મળી શકે છે.
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો