બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભારત / ખબર પડી કે નહીં! નવરાત્રિના એક દિવસ પહેલાં બનવાની છે આ મોટી ઘટના, આખી દુનિયાની નજર

આકાશી નજારો / ખબર પડી કે નહીં! નવરાત્રિના એક દિવસ પહેલાં બનવાની છે આ મોટી ઘટના, આખી દુનિયાની નજર

Published By: Hiralal Parmar

Last Updated: 08:02 AM, 8 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રીના એક દિવસ પહેલાં એક મોટી ઘટના બનવાની છે જેની પર આખી દુનિયાની નજર હશે.

આ વર્ષે 22 સપ્ટેમ્બરના રોજ નવરાત્રી છે પરંતુ તેના એક દિવસ પહેલાં એટલે કે 21 સપ્ટેમ્બરે સૂર્યગ્રહણ થવાનું છે જે આખી દુનિયામાં દેખાશે. વર્ષનું છેલ્લું અને બીજું સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બરના રોજ થશે. આ દિવસે પિતૃ પક્ષ એટલે કે સર્વ પિતૃ અમાવસ્યાનો છેલ્લો દિવસ છે.

રાત્રે 11થી 3.23 વાગ્યા સુધી રહેશે

આ વર્ષે પિતૃ પક્ષની શરૂઆત અને અંત બંને ગ્રહણ સાથે થઈ રહ્યા છે. વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરના રોજ પિતૃ પક્ષના પહેલા દિવસે થઈ રહ્યું છે. જ્યારે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણના 15 દિવસ પછી થશે. જ્યોતિષીઓના મતે, વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બર 2015 ના રોજ રાત્રે 11 વાગ્યાથી 3.23 વાગ્યા સુધી રહેશે.

શું ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે

21 સપ્ટેમ્બરના રોજ થનાર સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહીં, તેથી તેનો સૂતક કાળ માન્ય રહેશે નહીં.

કયા દેશોમાં સૂર્યગ્રહણ દેખાશે

આ સૂર્યગ્રહણ ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, આફ્રિકા, હિંદ મહાસાગર, દક્ષિણ પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, દક્ષિણ મહાસાગર, પોલિનેશિયા, મેલાનેશિયા, એશિયાના કેટલાક ભાગો તેમજ ન્યુઝીલેન્ડ, કિંગ્સ્ટનમાં નોર્ફોક આઇલેન્ડ, ઓકલેન્ડ, ક્રાઇસ્ટચર્ચ, વેલિંગ્ટનમાં દેખાશે.

કયા દેશોમાં નહીં દેખાય

આ સૂર્યગ્રહણ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા, નેપાળ, અફઘાનિસ્તાન, યુએઈ, આફ્રિકા અને યુરોપમાં દેખાશે નહીં.

વધુ વાંચો : VIDEO : 'આવો ટીટી હોય તો હું રોજ ટ્રેનની યાત્રા કરુ', છોકરીનો વીડિયો વાયરલ, ઈન્ટરનેટનું દિલ આવી ગયું!

નવરાત્રીના એક દિવસ પહેલાં સૂર્યગ્રહણ

ઉલ્લેખનીય છે કે નવરાત્રીના એક દિવસ પહેલાં સૂર્યગ્રહણ થવાનું છે. 21 સપ્ટેમ્બર સૂર્યગ્રહણ અને 22 સપ્ટેમ્બરથી નવરાત્રી શરુ થવાની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surya Grahan Surya Grahan 2025

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ