બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / હનુમાન જન્મોત્સવ પર ચાલીસાનો પાઠ કરનારાઓએ અવશ્ય કરવું જોઈએ આ કાર્ય, બજરંગબલી વરસાવશે કૃપા
Last Updated: 08:38 PM, 7 April 2025
પવનપુત્ર હનુમાનના ભક્તો માટે તેમની જયંતીનું ખાસ હોય છે. વર્ષ 2025 માં હનુમાન જયંતિનો પવિત્ર તહેવાર 12 એપ્રિલના રોજ આવવવાનો છે. હનુમાનને પ્રસન્ન કરવા માટે ઘણા લોકો દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. જ્યારે કેટલાક લોકો મંગળવાર અને શનિવારે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. આ સ્થિતિમાં જે લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેમને હનુમાન જયંતિ પર વિશેષ કાર્ય કરવું જોઈએ. આજે અમે તમને આ કાર્યો વિશે જાણકારી આપીશું.
ADVERTISEMENT
ભારતમાં બળ, બુદ્ધિ અને વિદ્યા આપનાર હનુમાન દાદાના કરોડો ભક્તો છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ પર હનુમાન દાદાના આશીર્વાદ હોય છે તેના જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. હનુમાન દાદાને પ્રસન્ન કરવા માટે ભક્તો હનુમાન ચાલીસાનો પાઠ પણ કરે છે. જે લોકો હનુમાન જયંતીના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેમને નીચે મુજબના કાર્યો જરૂરથી કરવા જોઈએ.
ADVERTISEMENT
હનુમાન જયંતીના દિવસે હનુમાન દાદાના ભક્તોએ સવારે વહેલા ઉઠવું અને સ્નાન અને ધ્યાન કર્યા બાદ લાલ કે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ. ત્યાર બાદ વિધિ મુજબ હનુમાન દાદાની પૂજા કરવી જોઈએ. આ દિવસે હનુમાન દાદાની સામે ઘીનો દીવો પ્રગટાવો જોઈએ. લાલ ફૂલો, ફળો, મીઠાઈઓ વગેરે પણ અર્પણ કરવા જોઈએ.
ADVERTISEMENT
હનુમાન જયંતીના દિવસે એકાંત સ્થાન પર બેસીને નીચે આપેલા હનુમાનજીના મંત્રોનો જાપ કરવાથી તમને માનસિક શાંતિ મળે છે અને તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.
ॐ हं हनुमते नमः:।
ॐ नमो भगवते आंजनेयाय महाबलाय स्वाहा:।
ॐ नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय:।
ADVERTISEMENT
આ સાથે તમે રામ નામનો જાપ પણ કરી શકો છો. ભગવાન રામનું નામ લેવાથી હનુમાન દાદાના આશીર્વાદ મળે છે.
ADVERTISEMENT
હનુમાન જયંતીના દિવસે ભક્તોએ હનુમાન દાદાના મંદિરમાં જઈને ધ્યાન અને સાધના કરવી જોઈએ. આ દિવસે મંદિરમાં જઈને તમે રામના નામનો 1008 વખત જાપ પણ કરી શકો છો. આમ કરવાથી તમને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે.
ADVERTISEMENT
હનુમાન જયંતિના દિવસે ભક્તોએ હનુમાન ચાલીસા સાથે સુંદરકાંડ અને હનુમાન અષ્ટકનો પાઠ પણ જરૂરથી કરવો જોઈએ.
હનુમાન જયંતીના દિવસે તમારે હનુમાન દાદાને કપડા, લાલ ફૂલોની માળા, લાડુ વગેરે અર્પણ કરવા જોઈએ. આ વસ્તુઓ અર્પણ કરવાથી હનુમાન દાદા તમારા જીવનમાં આવતા બાધાઓ દૂર કરે છે.
હિન્દુ ધર્મમાં દાનનું ખૂબ મહત્વ જણાવાયુ છે. હનુમાન જયંતીના દિવસે પણ જો તમે જરૂરિયાતમંદ લોકોને શક્ય તેટલી મદદ કરો છો તો તમારા જીવનની પીડાઓ દૂર થાય છે. આમ કરવાથી ફક્ત હનુમાન દાદા જ નહીં પણ ભગવાન રામના આશીર્વાદ પણ તમને મળે છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.