બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / શું તમારી કુંડળીમાં ગ્રહો નબળાં છે? તો અપનાવો આ ઉપાય, ધાર્યા કામ પાર પડશે!

photo-story

10 ફોટો ગેલેરી

ધર્મ / શું તમારી કુંડળીમાં ગ્રહો નબળાં છે? તો અપનાવો આ ઉપાય, ધાર્યા કામ પાર પડશે!

Last Updated: 03:35 PM, 7 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કુંડળીમાં જ્યારે કોઈ ગ્રહ આપણા માટે અશુભ બને છે ત્યારે તેના માટે જ્યોતિષવિદ પાસે ખાસ ઉપાય કરવામાં આવે છે. પણ અમુક ઘરેલુ ઉપાય કરીને પણ ગ્રહને મજબૂત બનાવી શકાય છે. આજે અમે તમને 9 ગ્રહના તે ઉપાય વિશે જણાવીશું.

1/10

photoStories-logo

1. ગ્રહ ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહનું આપણા જીવનમાં વિશેષ મહત્વ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ અશુભ બને ત્યારે આપણે તેના માટે જપ, તપસ્યા, હવન, યજ્ઞ, દાન વગેરે જેવા ઉપાયો કરીએ છીએ. પરંતુ ક્યારેક કેટલાક નાના ઉપાયો અપનાવીને આપણ ગ્રહોને સંતુલિત અને શક્તિશાળી બનાવી શકીએ છીએ. આજે અમે તમને 9 ગ્રહો માટે કેટલાક સરળ અને ઘરેલું ઉપાયો જણાવશું જેનાથી તમે અશુભ ગ્રહોને પ્રસન્ન કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. શું તમારી કુંડળીમાં ગ્રહો નબળાં છે? તો અપનાવો આ ઉપાય, ધાર્યા કામ પાર પડશે!

સૂર્યને તમારા જીવનનો પાયો માનવામાં આવે છે. તેને મજબૂત બનાવવા માટે દરરોજ સવારે સૂર્યના પહેલા કિરણો તરફ થોડીવાર તમારી પીઠ રાખીને બેસો. સૂર્યાસ્ત પહેલાં ભોજન લઈ લો. તાંબાના વાસણમાં પાણી પીવો. લાકડાના ફર્નિચરનો ઉપયોગ વધુ કરો. તમારા ભોજનમાં થોડું લાલ મરચું ઉમેરો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. ચંદ્રના ઉપાયો

ચંદ્રને મનનો કારક ગ્રહ માનવામાં આવે છે. તેને સંતુલિત કરવા માટે રાત્રે ઠંડી વસ્તુઓ ખાવાનું બંધ કરો. રસદાર ફળો અને સલાડ ખાવાનું ન ભૂલશો. પાણીનો બગાડ બિલકુલ ન કરો. ખાસ કરીને પુરુષોએ તેમની માતા દ્વારા બનાવેલ ખોરાક ખાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. મંગળને મજબૂત બનાવવાના ઉપાય

મંગળ ગ્રહને સાહસ અને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. તેને મજબૂત બનાવવા માટે જમીન પર અથવા નીચા પલંગ પર સૂવાની આદત પાડો. મંગળવારે મીઠું ન ખાવું. ગોળ અને કઠોળનું સેવન કરો. લાલ રંગના અન્ડરવેર પહેરો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. બુધને મજબૂત કરવાના ઉપાયો

બુધ ગ્રહને બુદ્ધિ, વાણી અને સંદેશાવ્યવહારનો ગ્રહ માનવામાં આવે છે. તેને મજબૂત બનાવવા માટે આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો. કોસ્મેટિક્સનો ઉપયોગ ઓછો કરો. સારા લોકોની સંગતમાં રહો. દરરોજ થોડો સમય સંગીત સાંભળવાનું ન ભૂલશો. દરરોજ સ્નાન કરો અને સ્વચ્છતાનું ધ્યાન રાખો. પરફ્યુમનો ઉપયોગ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. ગુરુને મજબૂત કરવાના ઉપાયો

ગુરુ ગ્રહને જ્ઞાન, ગુરુ અને ધર્મનો પ્રતીક માનવામાં આવે છે. તેને મજબૂત બનાવવા માટે હળદરનું સેવન કરો. સાત્વિક ખોરાક ખાઓ અને નશાથી દૂર રહો. તમારા વાળ ટૂંકા રાખો. ગળામાં માળા પહેરો. કપાળ પર તિલક લગાવો. ગુરુવારે જમણા હાથની તર્જની આંગળીમાં સોના અથવા પિત્તળની વીંટી પહેરો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. શુક્રને મજબૂત કરવાના ઉપાયો

શુક્ર ગ્રહને સુખ, સમૃદ્ધિ અને પ્રેમનો કારક માનવામાં આવે છે. તેને સંતુલિત કરવા માટે દરરોજ સ્નાન કરો અને સ્નાન કર્યા બાદ પરફ્યુમ લગાવો. તમારા આહારમાં દહીંનો સમાવેશ જરૂરથી કરો. વાળ અને દાઢીને વ્યવસ્થિત રાખો. સફેદ અને તેજસ્વી કપડાં પહેરો

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. શનિને મજબૂત કરવાના ઉપાયો

શનિને ન્યાય અને કર્મનું ફળ અપનાર ગ્રહ માનવામાં આવે છે. તેને મજબૂત બનાવવા માટે ઘરમાં યોગ્ય પ્રકાશની વ્યવસ્થા રાખો. ખાવા માટે સ્ટીલના વાસણનો ઉપયોગ કરો. પૂજા દરમિયાન કાળા કપડાં પહેરો. રસોઈ બનાવતી વખતે સરસવના તેલનો ઉપયોગ કરો. કાળા રંગના જૂતા, ચંપલ, પર્સ અને બેલ્ટનો ઉપયોગ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. રાહુ અને કેતુ

આ છાયા ગ્રહો છે જે જીવનમાં મૂંઝવણ, રહસ્ય અને અનિશ્ચિતતા લાવે છે. તેને મજબૂત બનાવવા માટે દરરોજ સવારે ખાલી પેટે બે તુલસીના પાન ખાઓ. ફાસ્ટ ફૂડ ખાવાનું બંધ કરો. અઠવાડિયામાં એકવાર મંદિરની મુલાકાત જરૂરથી લો.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Zodiac Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ